________________
૦ ૧-૧-૧
૨૩
જે ધ્યાન કરાય તે અભેદ પ્રણિધાન છે. કોઈકે કહ્યું પણ છે કે, સ્વયં દેવ થઈને દેવનું ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે ઉપરોક્ત સ્વરૂપવાળું ધ્યાન પણ તેવું જ હોવાથી અભેદ પ્રણિધાન કહેવામાં આવે છે.
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આનંદઘનજી મ.સા.એ, શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં ચોથી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે.
નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યાતમ ઉંડો રે. ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહથી રઢ મંડો રે. શ્રી૦ ૪
આ પંક્તિમાં જણાવાયું છે કે નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ તથા દ્રવ્ય અધ્યાત્મ ત્યાગ કરવા યોગ્ય છે. અર્ફે પદની સાથે ધ્યાન કરનારનો જે સંબંધ છે તે સંભેદ-પ્રણિધાન છે. તેથી અહીં જે નામ અધ્યાત્મનો ત્યાગ કરવાનું કહ્યું છે તેના દ્વારા જણાય છે કે સમ્મેદ પ્રણિધાન આત્માને ઉપકારક થઈ શકશે નહીં. એને બદલે ભાવ અધ્યાત્મ એ પોતાના ગુણોની પ્રાપ્તિ કરાવે છે. આથી ભાવ અધ્યાત્મ સાથે લગન લગાવવા યોગ્ય છે. જે અભેદ પ્રણિધાન સ્વરૂપ છે.
(श०न्या) अस्यैव विघ्नापोहे दृष्टसामर्थ्यादन्यस्य तथाविधसामर्थ्यस्याविकलस्यासम्भवात् तात्त्विकत्वादात्मनोऽप्येतदेव प्रणिधेयं वयमपीत्यादिना दर्शयति - विशिष्टप्रणिधेय- प्रणिधानादिगुणप्रकर्षादात्मन्युत्कर्षाधानाद् गुणबहुत्वेनात्मनोऽपि तदभिन्नतया बहुत्वाद् वंयमिति बहुवचनेन निर्देशः । अवयवव्याख्यामात्रमुक्तम्, विशेषव्याख्यानस्वरूपं समयाद् गुरुमुखात् (वा) पुरुषविशेषेण ज्ञेयमिति ॥१॥
અનુવાદ :- આ પ્રણિધાનમાં જ વિઘ્નોને દૂર કરવામાં પ્રત્યક્ષ એવું સામર્થ્ય છે. અન્ય પ્રકારના પ્રણિધાનમાં તેવા પ્રકારના સંપૂર્ણ સામર્થ્યનો અસંભવ છે તેથી આ પ્રણિધાનનું જ તાત્ત્વિકપણું હોવાથી આત્માવડે આનું જ (અર્હાર મન્ત્રનું જ) ધ્યાન કરવા યોગ્ય છે. જે વયમ્ પિ વગેરે પંક્તિઓ દ્વારા બતાવાય છે. તે આ પ્રમાણે છે. અમે શાસ્ત્રના આરંભમાં આનું જ ધ્યાન કરીએ છીએ.
અહીં ગ્રન્થકાર એક જ છે તો પછી બહુવચનનો પ્રયોગ શા માટે કર્યો ? ‘અહમ્ પિ'ને બદલે ‘વયમ્ અપિ’ પ્રયોગ શા માટે કર્યો ? આ શંકાના અનુસંધાનમાં ગ્રન્થકાર આ પ્રમાણે જણાવે છે. વિશિષ્ટ એવા પ્રધેિય (અěાર) અને વિશિષ્ટ એવા પ્રણિધાન દ્વારા ગુણોની વૃદ્ધિ થાય છે અને ગુણોની વૃદ્ધિ થવાથી આત્મામાં પણ અધિકપણું પ્રાપ્ત થાય છે. આથી વધારે વધારે ગુણવાળાપણાંથી આત્માનું ભિન્ન ભિન્નપણું થવાથી આત્મામાં બહુપણું પ્રાપ્ત થાય છે માટે જ
. ‘૰ર્માવિ' મૈં । ૨. ‘વયમરીીતિ' ૪ ।