________________
૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
જુદાં-જુદાં વર્ણો, આકર્ષણ (કોઈને ખેંચવા) તથા સ્તંભન (કોઈકને સ્થિર કરી દેવા) વગેરે અનેક ક્રિયાઓ પૃથ-પૃથક્ કરી શકે છે. આ પ્રમાણે મંડલ તથા વર્ણો તે-તે વિશેષ ફળોની પ્રાપ્તિ કરાવી શકે છે. જ્યારે આ હૈં સ્વરૂપ મન્ત્ર તો એકસાથે બધા જ ફળોની પ્રાપ્તિ કરાવી શકે છે. માટે જ આ મન્ત્ર બધા જ મન્ત્રોનો રાજા છે. હવે આ મન્ત્રમાં મંડલ તથા વર્ણ વગેરે ભેદથી આકર્ષણ, સ્તંભ, મોહ વગેરે અનેક અર્થને ઉત્પન્ન કરવાપણું હોવાથી જ્યારે જ્યારે આકર્ષણ વગેરે અર્થક્રિયાકારિપણું થશે ત્યારે મહામન્ત્ર સાથે આત્માના સંબંધનો અભાવ થશે. વળી પાછો આ બધી અર્થક્રિયાનો અભાવ થશે ત્યારે આ મહામન્ત્ર સાથે આત્માનો સંબંધ થશે. આથી મન્ત્ર સાથે આત્માના સંબંધનું ગમનાગમન થવાથી સમ્મેલ પ્રળિધાનનું સ્વરૂપ વિદ્યમાન રહેશે નહીં. આથી વ્યભિચાર પ્રાપ્ત થતો હોવાથી સમ્મેત પ્રણિધાનનું લક્ષણ ઘટી શકતું નથી.
ઉત્તરપક્ષ :- જીવ જ્યારે જ્યારે પણ આકર્ષણ, સ્તંભ, મોહ વગેરે પ્રયોજનવાળો થાય છે ત્યારે અðવાર મન્ત્ર સાથે સંબંધનો અભાવ થાય છે. આથી તે સમયે આત્મા સંબંધી આત્મા રહેતો નથી. આથી એવા કર્મજનિત જીવાત્માનું વ્યાવર્તન કરવા માટે આત્મન: શબ્દને અન્યત્ર આત્મીય વિશેષણવાળો સમજવામાં આવશે તો ઉપરોક્ત આપત્તિ નહીં આવે. જે આ પ્રમાણે છે. અન્ય સ્થાનમાં આત્માના સંબંધી એવા આત્માનો અěર મન્ત્રની સાથે જે સંબંધ તે ‘સમ્મેત’ નિધાન કહેવાય છે.
(श० न्या० ) तथा [ तदभिधेयेनेत्यादि-] तस्यार्हमित्यक्षरस्य यदभिधेयं परमेष्ठिलक्षणं तेनात्मनोऽभेद एकीभावः । तथाहि केवलज्ञानभास्वता प्रकाशितसकलपदार्थसार्थं चतुस्त्रिंशदतिशयैविज्ञातमाहात्म्यविशेषमष्टप्रातिहार्यैर्विभूषितदिग्वलयं ध्यानाग्निना निर्दग्धकर्ममलकलङ्कं ज्योतीरूपं सर्वोपनिषद्भूतं प्रथमपरमेष्ठिनमर्हद्भट्टारकं आत्मना सहाभेदीकृतं "स्वयं देवो भूत्वा देवं ध्यायेद्” इति यत् सर्वतो ध्यानं तदभेदप्रणिधानमिति ।
'
અનુવાદ :- આ ě સ્વરૂપ અક્ષરનું જે અભિધેય (પદાર્થ) છે તે પરમેષ્ઠી સ્વરૂપ છે. અર્થાત્ જે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરેલ અરિહંત પરમાત્મા છે તે અě અક્ષરનું અભિધેય છે. આ અરિહંત પરમાત્મા સાથે આત્માનો તાદાત્મ્ય સંબંધ થવો તે અભેદ પ્રભિધાન છે.
હવે એ અરિહંત પરમાત્મા કેવા છે ? તેના સ્વરૂપને જણાવે છે. કેવલજ્ઞાનના પ્રકાશવડે પ્રકાશિત કર્યા છે સકલ પદાર્થો જેમણે, ચોત્રીશ અતિશયોવડે જણાયું છે મહાત્મ્ય જેમનું, અષ્ટપ્રતિહાર્યોવડે વિભૂષિત કર્યા છે દિશાઓના વલય જેમણે, ધ્યાન સ્વરૂપ અગ્નિવડે બાળી નાખ્યું છે કર્મમલ સ્વરૂપ કલંક જેમણે, જ્યોતિ સ્વરૂપ, બધા શાસ્ત્રોના રહસ્યભૂત, પંચપરમેષ્ઠીમાં પ્રથમ પરમેષ્ઠી એવા અરિહંત પરમાત્માનો આત્માની સાથે એકત્વભાવ કરીને