________________
સૂ૦ ૧-૧-૧
૧૯ સમાસ થાય છે. સંક્રનો અર્થ પ્રાપ્ત કરવું એવો થાય છે અને સંન્મ અને મૃત્વમ આ બે પદોનો સપ્તમી તપુરુષ સમાસ થાય છે. વલ્પદ્રુમનો અર્થ કર્યો છે કલ્પવૃક્ષ.
આથી આ વિશેષણનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે. સંપૂર્ણ એવા ચક્રવર્તી વગેરે દષ્ટફળો અને સ્વર્ગ, મોક્ષ વગેરે અદેખફળોની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની સાથે જેની ઉપમા અપાય છે એવું આ સર્વે પદ છે. વ્યવહારદૃષ્ટિથી આ ઉપમાન-ઉપમેયભાવ છે. ઉપમેય હંમેશાં અધિકગુણવાળું હોય છે અને ઉપમાન ન્યૂન ગુણવાળું હોય છે. ઉપમાન ન્યૂનગુણવાળું છે એના સંદર્ભમાં આચાર્ય ભગવંતે હેતુ આપ્યો છે કે કલ્પવૃક્ષની વિચારેલ ફળને આપવાપણાંથી પ્રસિદ્ધિ છે. અર્થાત્ કલ્પવૃક્ષ તો વિચારેલ ફળ જ આપી શકે છે. આથી ઉપમાન સ્વરૂપ કલ્પવૃક્ષ તો ન્યૂનગુણવાળું છે, જ્યારે ઉપમેય સ્વરૂપ ગઈ પદ તો વિચારેલ ફળથી પણ અધિક ફળને આપનારું છે આથી ઉપમેય સ્વરૂપ પદ અધિક ફળવાળું છે. આ દર્દ પદ જેનો વિચાર નથી કર્યો એવા મોક્ષ વગેરે ફળને પણ આપે છે. ઉપમાન-ઉપમેયભાવ બે પદાર્થોમાં હિનાધિકતા હોય ત્યારે જ કરી શકાય છે. માટે જ ન્યાસમાં પંક્તિઓ લખવામાં આવી છે કે વ્યવહારદષ્ટિથી આ ઉપમાન-ઉપમેયભાવ છે. - ' હવે દૂષ્ટ અને ગઝની બીજી વ્યાખ્યા કરવા દ્વારા આ વિશેષણને બીજી રીતે જણાવે છે. યદ દૃષ્ટાત્ ... પંક્તિ દ્વારા બીજો અર્થ જણાવાય છે. તૂછાત્ એટલે ક્રિયાવિશેષથી. અર્થાત્ ક્રિયાવિશેષથી જે ફળ મળે તે દૃષ્ટફળ કહેવાય. સ્યાદ્વાદરત્નાકરમાં લખ્યું છે કે “પુરુષોને ક્રિયા જ ફળ દાયક હોય છે” આથી સ્યાદ્વાદરત્નાકરના આ વચનથી ક્રિયાવિશેષથી જે ફળ મળે તે દષ્ટફળ કહેવાય છે. જગતમાં એવું દેખાય પણ છે કે જે લોકો ક્રિયા કરે છે તેમને જ ફળની પ્રાપ્તિ થાય છે, જે લોકો ક્રિયા રહિત છે એવા ઉદાસીન લોકો ફળોને પ્રાપ્ત કરી શકતાં નથી.
તથા મંછ એટલે પુણ્યવિશેષથી જે સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એવો અર્થ કરવો. આથી દ્રષ્ટ અને અદ્રષ્ટનો નવો અર્થ કરવા દ્વારા આ વિશેષણનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે. સંપૂર્ણ એવા ક્રિયાવિશેષથી અને પુણ્યવિશેષથી જે ફળો છે તે ફળોની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની સાથે જેઓની ઉપમા અપાય છે તેવું આ સર્વે પદ છે.
આ અભિપ્રાય પ્રમાણે ફળો ત્રણ પ્રકારના થશે. કેટલાંક ક્રિયાથી ઉત્પન્ન થનારા ફળો થશે. દા.ત. મનુષ્ય વગેરેના વ્યાપાર વિશેષથી જે ફળોની પ્રાપ્તિ થાય છે તેવા ખેતી, પશુપાલન, રાજ્ય વગેરે સ્વરૂપ ફળો ક્રિયાથી ઉત્પન્ન થનારા ફળો કહેવાશે.
કેટલાંક પુણ્યથી જ ઉત્પન્ન થનારા ફળો હોય છે. દા.ત. વ્યાપારના અભાવવાળા કલ્પાતીત દેવોને જે ફળોની પ્રાપ્તિ થાય છે તે પુણ્યથી જ ઉત્પન્ન થનારા ફળો કહેવાય છે.