________________
સૂ૦ ૧-૧-૧
૧૭ છે. એ જ પ્રમાણે યોગશાસ્ત્રની ટીકામાં અરિહંત સિદ્ધ, આચાર્ય વગેરેના સોળ અક્ષરો કહેવાયા છે, જે બાર અંગના રહસ્યભૂત છે.
પંચપરમેષ્ઠીની સ્તુતિમાં આ જ વસ્તુ કહી છે. અરિહંત વગેરે પદોના જે સોળ અક્ષરો છે (બીજ સ્વરૂપે છે) તથા બિન્દુ જેના ગર્ભમાં છે એવી જગતની ઉત્તમ વસ્તુઓ જે છે તેમાં મર્દ એ શ્રેષ્ઠ પદ છે. શ્રુતના બાર અંગો એનું બાહ્ય સ્વરૂપ છે તથા ચૌદપૂર્વના અર્થો એનું પરમાર્થ સ્વરૂપ છે. અથવા તો અર્વાચીન અને પ્રાચીન પરંપરાનાં જે આગમો છે, તેમાં પણ પરમેશ્વર સંબંધી પરમેષ્ઠિનું વાચક મર્દ એ પ્રમાણે તત્ત્વ રહસ્યપણાંથી કહેવાય છે. આથી જ પોતાના શાસ્ત્ર અને બીજાના શાસ્ત્રો સ્વરૂપ જે સકલ આગમો છે તે બધા જ આગમોના રહસ્યભૂત આ વર્ષે પદ છે.
(शन्या०) फलार्थिनां सेवाप्रवृत्त्यङ्गभूतां योगक्षेमशालितामस्योपदर्शयन् लब्धपरिपालनमन्तरेणालब्धलाभस्याकिञ्चित्करत्वात् क्षेमोपदर्शनपूर्वकं योगमुपदर्शयति-अशेषविघ्नविघातनिजमखिलदृष्टादृष्टफलसंकल्पद्रुमोपममित्यनेनेति-[अशेषाः-]कृत्स्ना ये विघ्नाः सत्क्रियाव्याघातहेतवस्तेषां विशेषेण हननं समूलकाषं कषणम्, तथाऽसौ विघ्नान् विहन्ति यथैते न पुनः प्रादुःषन्ति, विशब्देन घातविशेषणाच्चायमर्थलाभः, अशेषशब्देन तद्विशेषणाद् वेति, तत्र [निघ्नम्-] परवशम् । यथा मदजलधौतगण्डस्थलो मदपारवश्यादगणितस्वपरविभागो गजः समूलवृक्षाधुन्मूलने लम्पटो भवति, एवमयमपि परमाक्षरमहामन्त्रो ध्यानावेशविवशीकृतो विघ्नोन्मूलने प्रभविष्णुर्भवति । . અનુવાદ :- હવે આચાર્ય ભગવંત “વિMવિધાત... ન્યુમોપમ” વિશેષણ સંબંધમાં કહે છે. ફલના પ્રયોજનવાળાઓની સેવા પ્રવૃત્તિના કારણભૂત એવા આ પદના યોગક્ષેમ સ્વભાવપણાને બતાવે છે. અર્થાત્ જે જે ફળના પ્રયોજનવાળા છે, તેઓ આ પદનું આલંબન શા માટે લેશે એનું કારણ પણે જણાવવા માટે હવે પછીનું વિશેષણ જણાવાય છે. પ્રાપ્ત થયેલાંનાં રક્ષણ વિના નહિ પ્રાપ્ત થયેલાની પ્રાપ્તિ થવી એ નિરર્થક છે. આથી ક્ષેમને બતાવવા પૂર્વક યોગને બતાવે છે. તાત્પર્યથી તો આ વિશેષણ દ્વારા સર્વે પદનું યોગક્ષેમ સ્વભાવવાળાપણું જ બતાવવું છે.
હવે વિશેષણના તમામ શબ્દો સંબંધી વિશેષતાને બતાવે છે. ગણેશ અને વિન વચ્ચે કર્મધારય સમાસ છે. અશેષ એટલે સંપૂર્ણ તથા સક્રિયાના નાશમાં જે કારણો છે એ વિઘ્નો કહેવાય છે. હવે વિયાત એટલે વિશેષથી નાશ કરવો. આ વિદ્ગો એવી રીતે નાશ કરાશે જે ફરીથી ઉત્પન્ન થશે નહીં. વિધીતમાં વિ ઉપસર્ગ છે. એ વિ શબ્દવડે ઉપરોક્ત ઘાતનો વિશેષ અર્થ પ્રાપ્ત થયો