________________
સૂ૦ ૧-૧-૧ જો જલાધારણક્રિયા કરી શકશે તો જ ઘટ શબ્દનો વાચક ઘટપદાર્થ કહેવાશે, પરંતુ ઘટ કાણો હોય તો એવો ઘટ જલાધારણક્રિયા કરવા માટે સમર્થ થતો નથી, આથી કાણા ઘટ સ્વરૂપ પદાર્થનો વાચક ઘટ શબ્દ થઈ શકતો નથી. એ જ પ્રમાણે પરિકર વગરનો મંત્ર તત્ત્વની પ્રાપ્તિ વગેરે પ્રયોજનની સિદ્ધિ કરાવવા માટે સમર્થ થતો નથી.
જે મંત્ર પરિકર સહિત હોય છે તેના બાહ્ય અને અત્યંતર ભેદથી બે પ્રકારો છે. મંડલ, મુદ્રા વગેરે મંત્રના બાહ્ય સ્વરૂપો છે. તથા નાદ, બિંદુ અને કલા વગેરે અત્યંતર સ્વરૂપો છે. જયારે મંત્રના યંત્રો બનાવવામાં આવે છે ત્યારે તેમાં જુદાં જુદાં વર્તુળો હોય છે એ વર્તુળોને મંડલ કહેવામાં આવે છે. સિદ્ધચયંત્રમાં રેખાઓથી વીંટળાયેલ મંત્રબાજોને આપણે જોઈએ છીએ. આ જે ગોળાકાર વલયો છે તે મંડલો કહેવાય છે. આ સૂત્રની ટીકામાં આગળ “મારાવિધિ: પોડશāર્મષ્ફત્તેપુ ષોડશ રોહિગ્યાઘા તેવતા....” પંક્તિ આવે છે. ત્યાં યંત્રોના મંડલોમાં એવો મંડલ શબ્દનો અર્થ કરેલો છે. “અરેં સ્વરૂપ મંત્રનું મંડલ એ બાહ્ય સ્વરૂપ છે. મંત્રજાપ કરતી વખતે હાથની જુદી જુદી ચેષ્ટાઓ કરાય છે તે મુદ્રા કહેવાય છે. જેમ કે ગરુડમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા, યોગમુદ્રા વગેરે અનેક મુદ્રાઓ શાસ્ત્રમાં આવે છે. આ બધું જ મંત્રનું બાહ્ય સ્વરૂપ છે.
હવે, મંત્રના અત્યંતર સ્વરૂપ બાબતમાં જણાવીએ છીએ. “ વર્ણનું ઉચ્ચારણ કરતાં જે ધ્વનિ થાય છે તે નાદ કહેવાય છે. તથા “સર્વે મંત્રનો જાપ કરતાં રેફનો જે ધ્વનિ છે તે કલા કહેવાય છે. તેમજ “શું' સ્વરૂપ અનુસ્વારનો જે ધ્વનિ છે તે બિંદુ કહેવાય છે. આમ, નાદ, કલા અને બિંદુ એ મંત્રના અભ્યતર સ્વરૂપો છે. મંત્રમાં પ્રધાન અક્ષર “ છે જે નાદ સ્વરૂપે છે. તથા બિંદુ અને કલા એ પરિકર સ્વરૂપે છે. જેમ જ્યોતને ઉદ્દીપન કરનાર ઘી, કોડિયું અને દિવેટ હોય છે તેમ મંત્રને ઉદ્દીપન કરનાર નાદ, બિંદુ અને કલા હોય છે.
આવા પ્રકારનો મંત્ર જ અર્થક્રિયાનું કારણ બને છે. આમ તો માત્ર મંડલ, મુદ્રા વગેરેમાં પણ ફળને ઉત્પન્ન કરવાપણું રહેલું છે. પરંતુ વિશેષથી ફળની પ્રાપ્તિ તો બાહ્ય અને અત્યંતર ઉભય સ્વરૂપે મંત્રજાપ કરવામાં આવે તો જ થાય છે. અહીં મંત્રનું જે અત્યંતર સ્વરૂપ બતાવાયું છે તે બધું જ ધ્વનિ સ્વરૂપે હોય છે. જે આ પ્રમાણે છે :
મત્રના અત્યંતર સ્વરૂપો નાદ, બિન્દુ, કલા વગેરે સ્વરૂપે છે. નાદનું સ્વરૂપ આ પ્રમાણે છે – “ર્વેનો જાપ કરતાં કરતાં પોતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલો ધ્વનિ વાજિંત્રના અવાજની જેમ સ્વયં સંભળાય તે નાદ કહેવાય છે. તથા મંત્રોચ્ચાર વખતે અનુસ્વાર હુતના ઉચ્ચારણ પછી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે બિન્દુ કહેવાય છે અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. “શું' વગેરે પ્લત અક્ષરોના ઉચ્ચારણ પછી જે રણકારનો આરંભ થાય છે તે બિન્દુ કહેવાય છે. તથા કુંડલિનીનું ઊર્ધ્વગમન થવાથી અન્ય કોઈની પણ સહાય વિના સમાધિ પ્રાપ્ત થાય છે