________________
સૂ૦ ૧-૧-૨૭
૩૪૧
દૂધની અથવા ઘીની પ્રાપ્તિ થઈ શકતી નથી. આથી અવયવ જ અર્થવાનું છે પરંતુ સમુદાય અર્થવાન્ નથી. આથી સમુદાયની નામસંજ્ઞા થશે જ નહીં.
પૂર્વપક્ષ :- તો પછી આ નગર ધનવાળું છે, આ નગર ગાયવાળું છે, આવું શા માટે બોલાય છે ?
ઉત્તરપક્ષ :- આ વ્યવહાર પાછળ આ પ્રમાણે વચનની યુક્તિ છે.
..
આન્યા: સન્તિ સ્મિન્ એ પ્રમાણે અધિકરણ અર્થમાં ત્રપ્રાપ્તિ: (૭/૨/૪૬) સૂત્રથી “” પ્રત્યય થતાં “ખર્ચ” શબ્દ પ્રાપ્ત થાય છે. અહીં “મતુ” અર્થ દ્વારા અધિકરણ અર્થ ઉક્ત થઈ જવાથી નગર શબ્દને પ્રથમા વિભક્તિ કરી છે. આથી આચં વમ્ નારમ્ પ્રયોગમાં આ નગર ધનવાનોવાળું છે. એ પ્રમાણે વ્યુત્પત્તિથી જ અર્થ જણાઈ જાય છે. આથી અવયવો ધનવાળા છે, પરંતુ અવયવોના સમૂહ સ્વરૂપ જે નગર છે એ ધનવાળું નથી. આમ શાસ્ત્રની યુક્તિથી પણ જણાય છે કે અવયવો અર્થવાળા છે, પરંતુ સમુદાય અર્થવાળો નથી.
એ જ પ્રમાણે ગાયોવાળા જેમાં છે એ અર્થમાં “નોપૂર્વાવત ફળ્” (૭/૨/૫૬) સૂત્રથી ‘“ફન્’ પ્રત્યય થાય છે. જેનો ‘વૃષોવાથ:” (૩/૨/૧૫૫) સૂત્રથી લોપ થાય છે. આમ “ગોમત્વમ્ નરમ્' પ્રયોગમાં પણ વ્યુત્પત્તિથી ગાયોવાળાઓ જેમાં છે એવું નગર એ પ્રમાણેનો અર્થ પ્રાપ્ત થઈ જ જાય છે. માટે અવયવોનો ધર્મ સમુદાયમાં આવી જાય છે એવું કહી શકાશે નહીં.
લોકમાં અવયવના ધર્મનું સમુદાયમાં આરોપણ કરવામાં આવે છે. ત્યાં પણ સમુદાયમાં મુખ્ય પદાર્થનો અભાવ હોવાથી ઉપચાર કરવામાં આવે છે. પરંતુ સમુદાયમાં જ અવયવોનો મુખ્ય અર્થ પ્રાપ્ત ન થતો હોય ત્યારે જ જો સમુદાયમાં મુખ્ય અર્થ સમુદાય સંબંધી મળી જતો હોય તો સમુદાયમાં અવયવના ધર્મોનો ઉપચાર કરવામાં આવતો નથી. અહીં આ વાક્યમાં મુખ્ય અર્થ જે “ધનવાળાઓ જેમાં છે” એવું આ નગર છે તે આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. આથી હવે નગરમાં અવયવ અર્થનો ઉપચાર કરવાની આવશ્યકતા નથી. માટે સમુદાય “અર્થવાન્” ગણાશે નહીં. પરંતુ અવયવ જ ‘અર્થવાન્” ગણાશે.
**
""
જો વ્યુત્પત્તિથી અર્થની પ્રાપ્તિ ન થઈ શકી હોત તો જ અવયવના ધર્મોનો સમુદાયમાં ઉપચાર કરવો પડત, પરંતુ અહીં તો “વન્તી” વગેરેની જેમ આ બંને પ્રયોગોનો અર્થ વ્યુત્પત્તિથી જ પ્રાપ્ત થઈ જાય છે. આથી જો વ્યુત્પત્તિથી અર્થ પ્રાપ્ત થઈ શકતો હોય તો અવયવનો અર્થ સમુદાયમાં આરોપિત કરવો પડતો નથી.
અહીં શંકા થઈ શકે કે તદ્ધિતનો પ્રત્યય લાગ્યા પછી ફરીથી તદ્ધિતનો પ્રત્યય લાગી શકે ખરો ? એના અનુસંધાનમાં ‘ત્રિમ્’” સ્વરૂપ નવું ઉદાહરણ બતાવે છે અને એ ઉદાહરણમાં પણ