________________
૩૪૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પૂર્વપક્ષ :- સમુદાય અનર્થક છે માટે સમુદાયમાં નામસંજ્ઞાનો પ્રસંગ આવવાનો નથી. પરંતુ આ માન્યતા બરાબર નથી. તમે એ રીતે પણ સમુદાયમાં નામસંજ્ઞાનો નિષેધ થાય છે એવું કહી શકશો નહીં. લોકમાં અવયવના ધર્મોનો પણ સમુદાયમાં વ્યવહાર કરાતો જોવાય છે. લોકમાં એવું કહેવાય છે કે, આ નગર ધનવાનું છે. આ નગર ગાયોવાળું છે. ખરેખર તો આવા સ્થળોમાં નગરમાં બધા જ ધનવાનો હોતા નથી તેમજ બધા જ લોકો ગાયોવાળા પણ હોતા નથી. કેટલાક લોકો જ ધનવાનો હોય છે અને કેટલાક લોકો જ ગાયોવાળા હોય છે. છતાં પણ એવા લોકોની અપેક્ષાએ સમુદાય સ્વરૂપ આખા નગરને પણ ધનવાનું અથવા ગાયોવાળું કહેવામાં આવે છે. વળી, લોકમાં અવયવ જ અર્થવાનું હોય છે અને સમુદાય તો અર્થવાનું હોતો જ નથી. લોકો ધનવાનું હોઈ શકે પરંતુ નગર ક્યારેય પણ ધનવાનું હોઈ શકતું નથી. આથી અવયવનો અર્થ માનીને જ સમુદાય સ્વરૂપ નગરને પણ ધનવાનું માનવામાં આવે છે. એ જ પ્રમાણે અહીં તામિનિ વગેરે સમુદાયમાં પૃથ– પૃથ– પદો અર્થવાનું છે અને અવયવના ધર્મથી જ જો સમુદાયમાં વ્યવહાર થાય તો રશ ટ્રામિનિ સ્વરૂપ સમુદાય પણ અર્થવાનું કહેવાશે. આથી જ અર્થવાનું એવા સમુદાયની નામસંજ્ઞા થાય જ છે.
(शन्या०) नैवम्-लोके चावयवा एवार्थवन्तो न समुदायाः, अतश्चावयवा एवार्थवन्तो न समुदायाः-यस्य तद् द्रव्यं भवति स तेन कार्यं करोति; यस्य च ता गावो भवन्ति स तासां क्षीरं घृतमुपभुङ्क्ते अन्येन तद् द्रष्टुमप्यशक्यम् । का तीयं वाचोयुक्तिः "आढ्यमिदं नगरम्, गोमदिदं नगरम् ?' । एषैषा वाचोयुक्तिः (एषा या वाचोयुक्तिः, सैषा एतत्प्रमाणा इत्यर्थः) लोकेऽवयवधर्मस्य समुदाये उपचारो मुख्याभावाद्, इह तु मुख्येऽर्थे संभवत्युपचरितकल्पनायां प्रमाणाभावः । अथवा नात्राप्यवयवधर्मेण समुदायव्यपदेशः, किं तर्हि ? दंण्ड्यादिवद् यौगिको व्यपदेशः, आढ्याः सन्त्यस्मिन्निति अभ्रादित्वादकारे आढ्यमिदम्, गोमन्तोऽस्मिन् सन्तीति “પૂત રૂં” [૭.૨.૧૬] તિ રૂfખ પૃષોદ્રાવિત્વાન્ તસ્કૃ િવે વિટું પ્રયો: I गौत्रिकादिसिद्ध्यर्थं च 'अतः' इति तत्र योगविभाग आश्रयितव्यः, गवां समूहो गोत्रा, साऽस्मिन्नस्तीति गौत्रिकम् ।।
અનુવાદ - ઉત્તરપક્ષ :- લોક દષ્ટાંતથી પણ એવું જ જણાય છે કે, અવયવો અર્થવાનું હોય છે. પરંતુ સમુદાય અર્થવાનું હોતો નથી. જેનું જે ધન હોય છે તે ધનથી તે વ્યક્તિનું જ કાર્ય થાય છે. બીજી કોઈ વ્યક્તિનું કાર્ય થઈ શકતું નથી. આથી નગર એ ધન સંબંધી કાર્ય કરી શકતું નથી. વળી જેની પાસે ગયો હોય છે તે જ દૂધ અને ઘી મેળવી શકે છે. પરંતુ બીજા કોઈ તો ગાય અને દૂધને દોહી શકતાં પણ નથી. હવે સમુદાય સ્વરૂપ જે નગર છે એને કાંઈ ગાયના