________________
૨૦ ૧-૧-૨૦
૩૩૯
પ્રતિષેધથી અર્થવાન્ એવા પદોના સમૂહનો પ્રતિષેધ થઈ શકશે નહીં. અર્થવાન્ એવા સમુદાયની આ સૂત્રથી નામસંજ્ઞાની પ્રાપ્તિ આવે જ છે.
અહીં વિભક્તિનો પ્રતિષેધ હોવાથી વિભક્તિઅંતની નામસંજ્ઞા થશે નહીં. હવે વિભક્તિઅંત તો તે તે પદો છે, પરંતુ સમુદાયસ્વરૂપ જુદાં જુદાં પદોનો સમૂહ તો વિભક્તિઅંત છે જ નહીં, પરંતુ જુદાં જુદાં પદોનો સમૂહ અર્થવાન્ તો છે. દા. ત. “વશ” પદ વિભક્તિઅંત છે, તથા “વાહિમાનિ” પદ પણ વિભક્તિઅંત છે, પરંતુ “વશ હિમાનિ” સ્વરૂપ જે સમૂહ છે તે તો વિભક્તિઅંત છે જ નહીં. આથી સૂત્રમાં અવિભક્તિપદ લખવા દ્વારા આવો સમૂહ નામસંજ્ઞાથી દૂર રહી શકતો નથી અર્થાત્ અર્થવાન્ એવાં આવાં સમૂહની તો નામસંજ્ઞા થાય જ છે. માટે સમૂહવાચક ઉપરોક્ત પદોની નામસંજ્ઞા થવી જોઈએ.
ઉત્તરપક્ષ :- સંજ્ઞાવિધિમાં ‘“તવન્તમ્ પલમ્” (૧/૧/૨૦) સૂત્ર બનાવવામાં આવ્યું છે અને તે સૂત્ર દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે પદસંજ્ઞા સિવાય અન્ય કોઈપણ સંજ્ઞાવિધિમાં ‘“તવન્ત’નો નિષેધ થશે. આથી અહીં વિભક્તિસ્વરૂપ પ્રત્યય જ્યાં હશે ત્યાં વિભક્તિઅંતની જ પદસંજ્ઞા થશે. તથા અવિભક્તિ લખવા દ્વારા વિભક્તિઅંતવાળાનો જ નિષેધ થશે. આથી અહીં જેમ અવિભક્તિથી વિભક્તિઅંત પદોનો નિષેધ થયો તેમ અવિભક્તિથી વિભક્તિઅંત પદોના સમૂહનો પણ નિષેધ થઈ જશે. કારણ કે સમુદાય પણ પૃથક્ પૃથક્ પદોની જેમ વિભક્તિઅંત જ છે. આથી જુદાં જુદાં પદોનાં સમૂહમાં અમને નામસંજ્ઞાની કોઈ આપત્તિ નથી.
પૂર્વપક્ષ :- તમારી વાત માત્ર સંજ્ઞાવિધિમાં જ લાગુ પડે છે. અહીં અવિભક્તિ એ સંજ્ઞાવિધિ નથી, પરંતુ પ્રતિષેધવિધિ છે. આથી પ્રતિષવિધિમાં તો અવિભક્તિથી વિભક્તિઅંતનાં સમુદાયનો નિષેધ થઈ શકશે નહિ. અહીં “પ્રત્યય પ્રત્યારે:” (૭/૪/૧૧૫) પરિભાષાનાં સૂત્રથી જુદી જુદી વિભક્તિઓ માટે “શન્” અને “હિમન્' સ્વરૂપ પ્રકૃતિ છે. આથી વિભક્તિઅંત એવા ‘“વશ’’ અને ‘‘વહિમાનિ’’ સ્વરૂપ પદમાં નામસંજ્ઞાનો નિષેધ થઈ શકશે. પરંતુ વિભક્તિના પ્રત્યયો માટે “વશ” અને “હિમ”ના સમૂહ સ્વરૂપ પ્રકૃતિઓ નથી. માટે, સમૂહસ્વરૂપ એ પદો તો અવિભક્તિઅંત જ છે. માટે સમૂહસ્વરૂપ તે પદોની નામસંજ્ઞા તો થશે જ. કારણ કે આવો સમુદાય અર્થવાન્ તો છે જ. વળી વિભક્તિના નિષેધથી આવા સમૂહોનો નિષેધ થઈ શકતો નથી.
ઉત્તરપક્ષ :- જો અવયવો અર્થવાનૢ છે તો અર્થવાન્ એવાં અવયવોનો સમૂહ પણ અર્થવાન્ છે, એવું જે આપ માનો છો તે બરાબર નથી. અવયવ અર્થવાન્ હોવાથી અવયવોનો સમૂહ પણ અર્થવાનૢ છે એવું માની શકાશે નહીં. અવયવોનો સમૂહ તો અનર્થક જ છે. તેથી આવા સમુદાયમાં નામસંજ્ઞાનો પ્રસંગ જ આવતો નથી.