________________
૩૩૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અનુવાદ :- ‘“વૃક્ષ’” શબ્દથી ‘‘શસ્’’ પ્રત્યય થતાં ‘‘શસોડતા સજ્જ નઃ પુસિ” (૧/૪/૪૯) સૂત્રથી દીર્ઘપણું થવાથી અને “”નો “” થવાથી “વૃક્ષાન્’પ્રયોગ સિદ્ધ થાય છે.
“દેવને પૂજવું, મળવું તથા દાન કરવું” અર્થમાં “ચ” ધાતુ પહેલા ગણનો છે. આ “ય” ધાતુથી ઘસ્તન વિભક્તિનો “અ” પ્રત્યય થતાં “શબ્” પ્રત્યય આવે છે. તથા ‘“અડ્ ધાતો....’ (૪૪|૨૯) સૂત્રથી “અ”નો આગમ થતાં “અયનન્” રૂપ થાય છે. (તેઓએ દેવની પૂજા કરી. વગેરે અર્થ આવી શકશે.)
બૃહદ્વૃત્તિમાં “આચાર્ય ભગવંતે” “ધાતુવિભક્તિવર્ણનં વ્હિમ્ ?' એવું કહેવા દ્વારા “અહન્’ અને ‘‘ઞયજ્ઞન્’” ધાતુ છે તથા ‘‘વૃક્ષાન્’” એ વિભક્તિ અંતવાળું પદ છે. હવે ધાતુ અને વિભક્તિનું વર્જન ન કર્યું હોત તો આ બધા અર્થવાન્ હોવાથી આ બધાની નામસંજ્ઞા થઈ જાત અને તેમ થાત તો વિભક્તિ અંતની પદસંજ્ઞા થવાથી નામનાં “”નો પદને અંતે લોપ થઈ જાત. હવે આ લોપ થશે નહીં. આનાં જ અનુસંધાનમાં શંકાકાર કહે છે કે, “રાનન્ + ત્તિ.' અહીં પણ વિભક્તિ અંત સ્વરૂપ હોવાથી (૧/૪/૪૫) સૂત્રથી વ્યંજનાન્ત નામથી ૫૨ ‘‘સિ”નો લોપ થતાં ‘“રાનન્” પદ જ રહેશે. આ “રાનન્” પદ વિભક્તિ અંત સ્વરૂપ જ થાય છે (‘‘સિ’’નાં લોપનો સ્થાનીવદ્ભાવ માનીને) અને આમ થાય તો “રાજ્ઞન્'માં નામસંજ્ઞાનો નિષેધ થવાથી ‘“રાના” એ પ્રમાણે પ્રથમા એકવચનનાં રૂપની પ્રાપ્તિ થઈ શકશે નહીં. •
+
આ શંકાનાં અનુસંધાનમાં જ “આચાર્ય ભગવંતે” શબ્દમહાર્ણવન્યાસમાં લખ્યું છે કે અહીં ‘“રાના” એ પ્રમાણે નામસંજ્ઞાનાં નિષેધનું ઉદાહરણ આપવા યોગ્ય નથી. કારણ કે “રાનન્ સિ' આ અવસ્થામાં પ્રત્યય લાગ્યાં પહેલાં જ “રાનન્” શબ્દમાં અર્થવાપણું સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે પ્રત્યયની ઉત્પત્તિ પહેલાં જ પ્રકૃતિને આશ્રિત અર્થવાપણું હોવાથી અંતરંગપણાંથી જ નામસંજ્ઞા પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે અંતરંગપણાંથી પ્રવૃત્ત થયેલી એવી નામસંજ્ઞાનો બહિરંગ એવા પ્રતિષેધવડે દૂર કરવા માટે સમર્થ થવાતું નથી. અહીં વિભક્તિનાં પ્રત્યય આશ્રિત પ્રતિષેધ છે અને જે જે કાર્યો પ્રત્યય આશ્રિત હોય તે તે કાર્યો બહિરંગ કહેવાય છે. આ પ્રમાણે અંતરંગ અને બહિરંગ બંને કાર્યોની પ્રાપ્તિ થતી હોય ત્યારે અંતરંગ કાર્ય બળવાન બનતું હોવાથી બહિરંગ એવા વિભક્તિ પ્રત્યયનાં પ્રતિષેધવડે “રાનન્ + ત્તિ'માં નામસંજ્ઞાનો પ્રતિષેધ થઈ શકશે નહીં.
ન
પાણિની વ્યાકરણમાં નામસંજ્ઞા સંબંધી ‘અર્થવધાતુપ્રત્યય: પ્રતિપવિમ્' (૧/૨/૪૫) સૂત્ર બનાવવામાં આવ્યું છે. ત્યાં પ્રત્યયાંત ન હોય તેની જ નામસંજ્ઞા થાય. આ પ્રમાણે સામાન્યથી તમામ પ્રત્યયોનું વર્જન કર્યું છે. ‘“વૃત્તદ્ધિતસમાસાવ’” (૧/૨/૪૬) એ પ્રમાણે બીજું સૂત્ર બનાવવા દ્વારા પ્રથમ સામાન્યથી જે બધા જ પ્રત્યયોનો નિષેધ હતો તેમાં ત્ પ્રત્યયો તથા તદ્ધિત પ્રત્યય