________________
સૂ૦ ૧-૧-૨૭
૩૨૯ પણ સંબંધ દ્વારા જ બોધ થાય છે. અહીં, ઉ.દા. તરીકે “કવીર: પ્રામ:” સ્વરૂપ બહુવ્રીહિ સમાસ અને “સવીર:' સ્વરૂપ “ન” તપુરુષ સમાસ સમજી શકાશે.
અહીં, “આચાર્ય ભગવંત” લખે છે કે આ સૂત્રમાં બહુવ્રીહિ સમાસ સમજવો નહીં. કારણ કે બહુવ્રીહિ સમાસ એ અન્ય પદાર્થની પ્રધાનતાવાળો હોવાથી બહિરંગ છે. અને તપુરુષ સમાસ પોતાનાં પદાર્થની જ પ્રધાનતાવાળો હોવાથી અંતરંગ છે. આ પ્રમાણે અંતરંગ અને બહિરંગ ઉભયની પ્રાપ્તિ હોય ત્યારે અંતરંગ જ બળવાન બને છે. માટે અહીં બહુવ્રીહિ સમાસ લેવાની ના પાડી છે.
જો બહુવ્રીહિ સમાસ કરવામાં આવે તો અન્ય પદાર્થમાં જ નામસંજ્ઞાની પ્રાપ્તિ અથવા તો નિષેધ થઈ શકે છે. જ્યારે તપુરુષ સમાસ કરવામાં આવે તો સ્વપદાર્થમાં જ નામસંજ્ઞાની પ્રાપ્તિ અથવા તો નિષેધ થઈ શકે છે. અહીં, “વિપવિત” એ પ્રમાણે જો બહુવ્રીહિ સમાસ સમજવામાં આવે તો વિભક્તિ સદેશ અન્ય પ્રત્યય અંતવાળા શબ્દોમાં નામસંજ્ઞા થશે. પરંતુ તે શબ્દો અન્ય પદાર્થ સ્વરૂપ જ હોવા જોઈશે. જ્યારે તપુરુષ સમાસ સમજવામાં આવે તો વિભક્તિભિન્ન અન્ય પ્રત્યયાતવાળા શબ્દોમાં નામસંજ્ઞા થશે. આથી, અહીં એવી આવશ્યકતા રહેશે નહીં, કે આવા શબ્દો અન્ય પદાર્થ સ્વરૂપ જ હોવા જોઈએ. “વહુપટવ:” આ શબ્દોમાં જો બહુવ્રીહિ સમાસ દ્વારા સંજ્ઞાનો વિચાર કરવામાં આવશે તો આ શબ્દ અન્ય પદાર્થ સ્વરૂપ હશે તો જ નામસંજ્ઞા થશે. અને સ્વપદાર્થ સ્વરૂપ હશે તો નામ સંજ્ઞા થશે નહીં. આવા તાત્પર્યને લક્ષમાં રાખીને જ “આચાર્ય ભગવંતે” લખ્યું છે કે જો બહુવ્રીહિ સમાસનું આલંબન લેવામાં આવશે તો “વહુપદવ:” (બુદ્ધિશાળી જેવો જ)માં નામસંજ્ઞાના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે આ શબ્દનો અર્થ સ્વપદાર્થ સ્વરૂપ હોવાથી જ નામસંજ્ઞાના અભાવનો પ્રસંગ આવે છે. તપુરુષ સમાસનું આલંબન લેવામાં આવે તો આવી આપત્તિનો અવકાશ રહેશે નહીં.
(शन्या०) वृक्षशब्दात् शसि "शसोऽता सश्च नः पुंसि" [१.४.४९.] इति दीर्घत्वे नत्वे च वृक्षान् । “यजी देवपूजा-संगतिकरण-दानेषु" इत्यस्माद् ह्यस्तन्या अनि शवि "अड् धातोः०" [४.४.२९.] इत्यडागमे अयजन् । राजेति नोदाहार्यम्, अन्तरङ्गत्वात् प्रत्ययोत्पत्तेः प्रागेव प्रवृत्ता नामसंज्ञा बहिरङ्गेण प्रतिषेधेन न शक्या निवर्तयितुमिति । येषां प्रत्ययवर्जनं सामान्येन तैराबादिप्रत्ययस्य नामत्वाभावात् स्याद्युत्पत्तौ यत्नान्तरं विधेयम्, इह तु विभक्तिवर्जनाच्छेषप्रत्ययान्तस्य नामत्वं भवत्येव, विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञाहेतुत्वादित्याह-विभक्त्यन्तेत्यादि।
૨. તૈરવગિો |