________________
૩૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે : જાતિ, ગુણ અને દ્રવ્ય. જ્યારે શબ્દ સ્વરૂપથી વિશિષ્ટ એવી જાતિ કહેવાય છે ત્યારે જે શબ્દનું ભિન્ન પ્રકારનું સ્વરૂપ છે તે વિશેષણ સ્વરૂપ સ્વાર્થ થાય છે અને તે સમયે જાતિ વિશેષ હોવાથી જાતિ રૂપ સ્વાર્થ થાય છે. કોઈક વ્યક્તિ “" શબ્દ બોલે તો “જ” શબ્દ સ્વરૂપ જે છે તે “” શબ્દ સ્વરૂપ જ વિશેષણ સ્વરૂપ સ્વાર્થ છે અને “” શબ્દથી “નોત્વ” જાતિ સ્વરૂપ પદાર્થ જે કહેવાય છે તે જ દ્રવ્ય છે. અહીં જાતિ એ વિશેષ્ય હોવાથી દ્રવ્ય સ્વરૂપે છે. કોઈક અલગ અલગ પ્રકારના શબ્દ બોલે તો અલગ અલગ પ્રકારના શબ્દો એ શબ્દ સ્વરૂપ વિશેષણ સ્વાર્થ થાય છે તથા એ બધા જ શબ્દોમાં રહેલી શબ્દ– જાતિ વિશેષ્ય થવાથી દ્રવ્ય સ્વરૂપ સ્વાર્થ છે. શબ્દનું વાચ્યાર્થ શબ્દ જાતિ છે, જે દ્રવ્ય સ્વરૂપ અભિધેય થઈ જશે. માટે જાતિ એ દ્રવ્ય સ્વરૂપ સ્વાર્થ છે. ગ્રહણ કરાતો ધ્વનિ રૂપ પદાર્થ છે. માટે જાતિવાચક શબ્દોની અપેક્ષાએ જાતિ એ દ્રવ્ય સ્વરૂપ અર્થ થાય છે. જે પ્રમાણે ઉત્તમ પંડિત એવું કોઈક બોલે તો ઉત્તમ સ્વરૂપ વિશેષણ પંડિતને આધાર બનાવીને જ રહી શકે. આથી પંડિત વિશેષ્ય સ્વરૂપે થશે એ જ પ્રમાણે અલગ અલગ પ્રકારના શબ્દો પણ શબ્દ– જાતિને આશ્રયીને જ રહી શકશે. માટે જાતિ એ વિશેષ સ્વરૂપે છે અને જે વાચ્યાર્થ હોય છે એ દ્રવ્ય સ્વરૂપે હોય છે. અહીં વાચ્યાર્થ તરીકે શબ્દત જાતિ પ્રાપ્ત થતી હોવાથી શબ્દત જાતિ વિશેષ્ય સ્વરૂપે છે. આથી તે દ્રવ્ય સ્વરૂપે આવશે. અર્થનો મૂળ અર્થ વિશેષણ થાય છે. આ વિશેષણ ચાહે સ્વરૂપમાં વિદ્યમાન હોય, જાતિમાં વિદ્યમાન હોય અથવા તો ગુણ, સંબંધ, ક્રિયા કે દ્રવ્યમાં વિદ્યમાન હોઈ શકે છે. આવો સ્વાર્થ એ અર્થ કહેવાશે.
જ્યારે ગુણથી વિશિષ્ટ એવું ‘દ્રિ' દ્રવ્ય કહેવાય છે ત્યારે વિશેષણ તરીકે ગુણ હોય છે. આથી, ગુણ સ્વરૂપ સ્વાર્થ આવશે અને વિશેષ્ય તરીકે દ્રવ્ય હોવાથી દ્રવ્ય સ્વરૂપ અર્થ આવશે. દા.ત. “શુલ્ત: પર: ” અહીં “શુલ્તઃ' એ ગુણ સ્વરૂપ સ્વાર્થ છે અને “પટ” વિશેષ્ય હોવાથી દ્રવ્ય સ્વરૂપ અર્થ છે. (દ્રવ્ય સ્વરૂપવાળું એવું દ્રવ્ય છે. કારણ કે દ્રવ્યમાં ત્રણ પેટા પ્રકાર પાડ્યાં છે : જાતિ, ગુણ, દ્રવ્ય. આ પ્રમાણે ઉપરનાં તમામ વિશેષ્ય સ્વરૂપ દ્રવ્યમાં અર્થ સમજી લેવો.)
જ્યારે એક દ્રવ્ય પણ બીજા દ્રવ્યનાં વિશેષણભૂત થાય છે ત્યારે દ્રવ્ય વિશેષણભાવને પ્રાપ્ત કરતું હોવાથી દ્રવ્ય સ્વરૂપ સ્વાર્થ થશે અને બીજું દ્રવ્ય વિશેષ્યભાવને પ્રાપ્ત કરતું હોવાથી દ્રવ્ય સ્વરૂપ અર્થવાળું થશે. દા.ત. “પછી: પ્રવેશય”, કુન્તાનું પ્રવેશય ” લાકડીવાળાંઓને તું પ્રવેશ કરાવ. ભાલાવાળાઓને તું પ્રવેશ કરાવ. એ પ્રમાણે લાકડી અને ભાલા પુરુષોનાં વિશેષણ બને છે અને એ પ્રમાણે લાકડી અને ભાલાં જ વિશેષણભાવને પ્રાપ્ત કરે છે. માટે, દ્રવ્ય સ્વરૂપ સ્વાર્થ થશે. તથા પુરુષો વિશેષ્યભાવને પ્રાપ્ત કરતાં હોવાથી દ્રવ્ય સ્વરૂપ પુરુષો એ દ્રવ્ય સ્વરૂપ અર્થ છે. ક્યાંક સંબંધ પણ સ્વાર્થ તરીકે હોય છે. જે વાક્યમાં સંબંધ-નિમિત્તવાળો પ્રત્યય થાય છે.