________________
સૂ૦ ૧-૧-૨૭
૩૨૩ સોનું કહે તો આ ખોટું છે. એવું પીત્તળ સ્વરૂપ પદાર્થ તેમજ સોના સ્વરૂપ પદાર્થ હશે તો જ પરીક્ષા કરીને કહી શકાશે કે આ અસત્ય છે. લોકો જેનો બહિરંગ અર્થ વિદ્યમાન હોય છે તેને સત્ય કહે છે. તથા જેનો બહિરંગ અર્થ વિદ્યમાન નથી હોતો તેને અસત્ય કહે છે. વળી, માત્ર બુદ્ધિ સ્વરૂપ અન્તરંગ અર્થને જ માનવામાં આવશે તો બુદ્ધિ સ્વરૂપ અર્થમાં કોઈ ભિન્ન ભિન્ન વિશેષતા ન હોવાથી સત્ય અને અસત્યની પરીક્ષા થઈ શકશે નહીં. જેમ “પટ” નામનો પદાર્થ અને “પટ' નામનો પદાર્થ એ બંનેમાં વિશેષતા હોવાથી તે તે પદાર્થ સાચો છે અથવા તો ખોટો છે એવો નિર્ણય થઈ શકે છે. માટે બહિરંગ અર્થ પણ માનવો પડશે. વળી, બુદ્ધિમાં સમ્યકત્વ છે અથવા તો મિથ્યાત્વ છે એ પણ બાહ્ય અર્થની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાની અપેક્ષાએ જ ઘટી શકશે. વળી, બહિરંગ અર્થમાં જ અર્થની વિદ્યમાનતા છે એવું માનવામાં આવશે તો બુદ્ધિ સ્વરૂપ અર્થનો અભાવ થશે. જગતનો સમસ્ત વ્યવહાર બુદ્ધિ સ્વરૂપ અર્થને માનીને જ થાય છે તથા શાસ્ત્ર સંબંધી વ્યવહાર પણ બુદ્ધિ અર્થને માનીને જ થાય છે. આ પ્રમાણે બંને અર્થ જરૂરી છે. કોઈ એક માનવામાં ન આવે તો ચાલી શકશે નહીં. માટે ઉભય અર્થનું ગ્રહણ કરવામાં આવ્યું છે. .. (श०न्या०) स च बहिरङ्गोऽर्थः स्वार्थादिभेदेन पञ्चधा भिद्यते इत्याह-स्वार्थ इत्यादि । तत्र स्वार्थो विशेषणं स्वरूप-जाति-गुण-संबन्ध-क्रिया-द्रव्याणि । द्रव्यं विशेष्यं जाति-गुणद्रव्याणि । यथा-(यदा)शब्दरूपेण विशिष्टा जातिरुच्यते तदा शब्दरूपं विशेषणं स्वार्थो भवति, जातिस्तु विशेष्यत्वाद् द्रव्यम् । यदा जात्या विशिष्टो गुणोऽभिधीयते 'पटस्य शुक्लो गुणः' इति तदा जातिविशेषणत्वात् स्वार्थः, गुणो विशेष्यत्वाद् द्रव्यम् । यदा तु गुणविशिष्टं पटादि द्रव्यमुच्यते 'शुक्लः पटः' इति तदा विशेषणभूतो गुणः स्वार्थः, विशेष्यभूतं तु पटादि द्रव्यमिति । यदा पुनर्द्रव्यमपि द्रव्यान्तरस्य विशेषणभूतं भवति 'यष्टीः प्रवेशय', 'कुन्तान् प्रवेशय' इति तदा यष्ट्यादि द्रव्यं विशेषणभावापन्नं स्वार्थः, द्रव्यान्तरं विशेष्यभावापन्नं पुरुषादि द्रव्यम् । क्वचित् संबन्धोऽपि स्वार्थः, यत्र तन्निमित्तकः प्रत्ययः, यथा 'दण्डी' 'विषाणी' इति । क्वचित् क्रियाऽपि भवति स्वार्थः, यत्र तन्निमित्तकः प्रत्ययः, यथा 'पाचकः' इति । चकारादिना द्योत्यस्यापि समुच्चयादेः समासादिनाऽभिधीयमानत्वादभिधेयत्वमस्तीत्याह-द्योत्यश्चेत्यादि, अभिधेय इति શેષ: |
અનુવાદ - જે બહિરંગ અર્થ છે એ સ્વાર્થ, દ્રવ્ય, લિંગ, સંખ્યા અને શક્તિ એમ પાંચ પ્રકારનો છે. સ્વાર્થ સ્વરૂપ જે અર્થ છે તે સ્વરૂપ, જાતિ, ગુણ, સંબંધ, ક્રિયા અને દ્રવ્ય એમ છ પ્રકારે છે અને સ્વાર્થ એ વિશેષણ છે. દ્રવ્ય સ્વરૂપ અર્થ એ વિશેષ્ય સ્વરૂપ હોય છે. જે ત્રણ પ્રકારે