________________
૩૧૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આપે છે, જેનો અર્થ આ પ્રમાણે છે. બે વાક્યો અલગ અલગ હોય પરંતુ વિશેષ જિજ્ઞાસા હોતે છતે એક વાક્યના અવયવો બીજા વાક્યના અવયવોની આકાંક્ષાવાળા થાય છે. આ પ્રમાણે વિભાગમાં સાકાંક્ષ અવયવવાળું જે હોય તે વાક્ય કહેવાય છે. હવે આ સાકાંક્ષ અવયવોવાળો પદસમૂહ પણ અન્ય વાક્યના પદોની આકાંક્ષાવાળો ન હોવો જોઈએ. દા.ત. તેવત: પ્રામં છતા અહીં દરેક પદોને બાકીના બે પદોની આકાંક્ષા રહે છે. તેવત: પદને ગ્રામ તથા છત પદની આકાંક્ષા રહે છે. આથી સાકાંક્ષ અવયવવાળા આ ત્રણ પદોનો સમૂહ તે વાક્ય કહેવાય છે. વળી, આ જ વાક્યને તેવદ્રત્ત: કાર્ય કરોતિ સ્વરૂપ વાક્યના અવયવોની આકાંક્ષા નથી. માટે પર એવું “વત: વાર્થ વોતિ”સ્વરૂપ વાક્યની આકાંક્ષા વિનાનું આ ટુવતિ: પ્રામં છત વાક્ય છે. માટે એને વાક્ય કહેવાય છે.
ગુણવત્ એટલે વિશેષણ પદથી યુક્ત જે હોય તથા ક્રિયાની પ્રધાનતા જેમાં હોય તે વાક્ય કહેવાય છે તથા જેનો એક જ અર્થ થતો હોય, પરંતુ બે અર્થો હોતા નથી એવા પદોનો સમૂહ વાક્ય કહેવાય છે. આમ, વાક્યની સંપૂર્ણ વ્યાખ્યા આ પ્રમાણે થશે. જે સાકાંક્ષ અવયવવાળું હોય તથા પર વાક્યના અવયવોની આકાંક્ષાવાળું ન હોય તેમજ ક્રિયાની પ્રધાનતાવાળું હોય તથા વિશેષણ પદોથી યુક્ત હોય (કારકોથી યુક્ત હોય) તેમજ એક જ અર્થ સ્વરૂપ હોય તે વાક્ય કહેવાય છે.
મીમાંસકની આ વ્યાખ્યા પ્રમાણે મો પર તવ ભવિષ્યતિ આ બે વાક્યમાં જો એક વાક્યના અવયવોને બીજા વાક્યના અવયવોની આકાંક્ષા હોય તો સાકાંક્ષ અવયવવાળા ચારેય પદોનો સમૂહ વાક્ય કહેવાય છે.
વાક્યપદીયમાં ક્રિયાપ્રધાનને બદલે પ્રધાનમ્ શબ્દ લખ્યો છે ત્યાં પણ વર્મનો અર્થ ક્રિયા કર્યો છે. મહાભાષ્યમાં કર્મનો એક પારિભાષિક અર્થ છે કે તું: રૂણિતમ્ ક્રમે છે. તથા કર્મવ્યતિહારના વિષયમાં મહાભાષ્યકારે કર્મ શબ્દનો અર્થ, અર્થક્રિયા કર્યો છે. આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યએ કર્મવ્યતિહારને બદલે ક્રિયાતિહાર શબ્દ જ લખ્યો છે.
ઉત્તરપક્ષ - લોક વ્યવહારમાં આકાંક્ષા હોતે છતે ક્રિયા ભેદમાં પણ એક વાક્યપણું સ્વીકારાય છે એવું જે ઉપરના શ્લોકમાં જણાયું એ સાચું જ છે. પરંતુ અમે તો આકાંક્ષા સહિત એવા ભિન્ન ભિન્ન ક્રિયાપદવાળા વાક્યોમાં એક વાક્યપણું સ્વીકારતા નથી. જ્યાં જ્યાં ક્રિયાપદ ભિન્ન ભિન્ન હોય ત્યાં ત્યાં ભિન્ન ભિન્ન વાક્યો થાય છે અને એ પ્રયોજનથી વાક્યસંજ્ઞાનું આ સૂત્ર બનાવાયું છે. આના અનુસંધાનમાં જ આચાર્ય ભગવંતશ્રીએ બ્રહવૃત્તિટીકામાં તોવેવ વાક્યસિદ્ધી.... પંક્તિઓ લખી છે. જે મુજબ વ્યવહારથી જ વાક્યની સિદ્ધિ હોતે છતે આકાંક્ષા સહિતપણું હોય તો પણ આખ્યાતનો ભેદ હોય ત્યારે વાક્યનો ભેદ થાય છે એવું જણાવવા માટે વાક્યસંજ્ઞા સંબંધી