________________
સૂ) ૧-૧-૨૬
૩૧૧ (भेदे विभागे विशेषजिज्ञासायां यत् साकाङ्क्षावयवम्, अविभागे तु परानाकाङ्क्षाः शब्दाः पदानि यस्मिन् तत् परानाकाङ्क्षशब्दकम् । 'कर्मप्रधानम्' इति पाठेऽपि क्रियाप्रधानमित्यर्थः, तस्यैव प्रधानाभिधेयप्रयुक्तत्वादित्यभिप्रायः । गुणवद् विशेषणपदयुक्तम् । एकार्थमेकप्रयोजनम् ।) सत्यम्-लोको हि साकाङ्क्षत्वे क्रियाभेदेऽपि एकवाक्यत्वं प्रतिपद्यते, साकाङ्क्षस्यापि क्रियाभेदे वाक्यभेद इत्येतदर्थमिदं वचनमित्याह-लोकादेवेत्यादि । संभवति हि त्यादिभेदेऽपि पदा-नामाकाङ्क्षा, न च तत्र लोकवाक्यभेदोऽस्तीति लौकिके वाक्ये परिगृह्यमाणेઇતિપ્રસા ચાવતરૂંચવચ્છેદ્દાર્થમિમ૩પરિ (?) ત્યર્થ. I
અનુવાદ:- હવે જે પૂર્વપક્ષ ઊભો થાય છે તેના અનુસંધાનમાં કેટલીક ચર્ચાઓ આવશ્યક હોવાથી અહીં જણાવવામાં આવે છે.
વ્યાકરણ શાસ્ત્રમાં શબ્દનું વાચકપણું અને વાક્યનું વાચકપણું એમ બે મતો પ્રચલિત છે. વાક્યના વાચકણાંને જાણવા માટે સૌપ્રથમ વાક્યની જાણકારી પ્રાપ્ત કરવી પડશે. વાક્યને સામાન્ય રીતે ત્રણ પ્રકારે સમજવામાં આવે છે : (૧) વિગ્રહ વાક્ય જેમ કે રજ્ઞિ: પુરુષ: (રાજાનો પુરુષ.) સમાસ એ વિગ્રહ વાક્ય સ્વરૂપે કહેવાય છે. (૨) લૌકિકવાક્ય. દા.ત. "તેવત: ગોત્ર પતિ” (દવદત ભાતને રાંધે છે.) (૩) પારિભાષિક વાક્ય “વૈઃ પતિ" (તે મોટેથી વાંચે છે.)
ઉપરોક્ત ત્રણ વિભાગમાં સ્પષ્ટતા અને ચોક્સાઈ નથી. કારણ કે કૈયટ, વૈયાકરણીઓની વાક્યની વ્યાખ્યાને પારિભાષિક કહે છે. જ્યારે નાગેશ, વ્યાકરણ સંબંધી વાક્યની વ્યાખ્યાને લૌકિકવાક્ય કહે છે. વૈયાકરણીઓએ અને મીમાંસકોએ વાક્યની વ્યાખ્યા અંગે ઘણી ચર્ચા કરી છે. અવ્યય સાથેનું, કારક સાથેનું અને વિશેષણ (કારક) સાથેનું આખ્યાત એટલે વાક્ય એવું લક્ષણ કાત્યાયને આપ્યું છે. (કારાત સાવ્યિથારવિષપાન વાય) કાત્યાયનની આ વ્યાખ્યા પ્રમાણે તે મોટેથી ભણે છે, તે ભાત રાંધે છે, તે પોચા અને છૂટા ભાતને રાંધે છે વગેરે વાક્યના ઉદાહરણો છે.
મીમાંસકોની વ્યાખ્યા પ્રમાણે પરસ્પર આકાંક્ષાવાળા એક સળંગ અર્થવાળા શબ્દોનો સમૂહ વાક્ય થાય છે. આ પ્રમાણે જો વ્યવહારથી જ વાક્યસંજ્ઞાની પ્રાપ્તિ થઈ શકતી હોય તો અહીં વાક્યસંજ્ઞા માટેના સૂત્રની આવશ્યકતા યોગ્ય જણાતી નથી. આના અનુસંધાનમાં જ ગ્રન્થકાર નન નોwત વ... પંક્તિઓ દ્વારા પૂર્વપક્ષ ઊભો કરે છે.
પૂર્વપક્ષ :- જો વ્યવહારથી જ નિરાકાંક્ષ એવા પદોના સમૂહમાં વાક્યપણું પ્રાપ્ત થઈ શકતું હોય તો આ સૂત્ર નિરર્થક થશે. વ્યવહારમાં વાક્યસંજ્ઞા પ્રસિદ્ધ છે. એના અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી “તાહિ” દ્વારા ભર્તુહરિકૃત વાક્યપદીય ગ્રન્થના બીજા કાંડના ચોથા શ્લોકનો પાઠ