________________
સૂ૦ ૧-૧-૨૬
૩૦૭ વગેરેની વિશિષ્ટતાથી મુખ્ય અને ગૌણ અર્થનું પણ પ્રગટ કરવાપણું થાય છે. શ્લોકનો સંપૂર્ણ અર્થ કૌંસમાં આપવામાં આવ્યો છે. વક્તા, શ્રોતા, કાકુ, વાક્ય, વાચ્ય, બીજા શબ્દનું કે બીજી વ્યક્તિનું પાસે હોવું, પ્રકરણ, દેશ, કાળ, ચેષ્ટા વગેરેની વિશેષતાથી મુખ્યાર્થ અને અમુખ્યાર્થ (ગૌણાર્થ અને લક્ષ્યાથી સ્વરૂપ અર્થનું પણ પ્રગટ કરવાપણું થાય છે અને આ બધાનાં ઉદાહરણો શ્રી મમ્મટાચાર્ય રચિત કાવ્યાનુશાસનનાં ત્રીજા ઉલ્લાસમાં સાડત્રીસમાં સૂત્રમાં આપવામાં આવ્યાં છે. જિજ્ઞાસુઓ માટે અમે અહીં આ ઉદાહરણો રજૂ કરીએ છીએ.
પ્રથમ “વક્તાની” વિશેષતાથી અર્થનું પ્રગટપણું થાય છે. જેનું ઉ.દા. આ પ્રમાણે છે. “અરે ! સખી તને શું કહું? મને થોડી વાર માટે પણ આરામ કરવા માટે શાંતિ ક્યાં છે ! આટલો મોટો અને તે પણ પાણીથી ભરેલો ઘડો ઉઠાવવો તથા તેને લઈને આવવું ! અરે કેટલી થાકી ગઈ છું. પરસેવે રેબઝેબ થઈ ગઈ છું. જોરથી શ્વાસ ચાલી રહ્યો છે. જાણે કે એવું લાગે છે કે શરીરમાં બિલકુલ તાકાત જ નથી.
અહીં એક સખી બીજી સખીને પોતાની થકાવટનું વર્ણન કરી રહી છે. આ કોઈ સતી એવી સાધ્વી સ્ત્રી નથી. પરંતુ પુરુષની ઇચ્છા કરવાવાળી સ્ત્રી છે. આથી પોતાની થકાવટનું વર્ણન કરવાવાળી સ્ત્રી પોતાની રતિક્રીડા છૂપાવવાનાં અભિપ્રાયવાળી છે. આથી શબ્દો ઉપરથી વક્તાની વિશેષતાને કારણે રતિક્રીડાની સ્પૃહાનું વ્યંજકપણું (પ્રગટ કરવાપણું) પ્રાપ્ત થાય છે.
શ્રોતાની” વિશેષતાથી અર્થમાં પ્રગટપણાનું ઉ.દા. બતાવે છે. અરે ! સખી, મારા જેવી ભાગ્યહીનને માટે કેટલી દુઃખની વાત છે કે, તને પણ હવે ઊંઘ આવતી નથી. તેને પણ દુર્બળતા સતાવી રહી છે. તને પણ ચિંતા ખાઈ રહી છે. તમે પણ થકાવટ અને લાંબી-લાંબી શ્વાસો પરેશાન કરી રહી છે.
આ ઉદાહરણમાં વાચ્યરૂપ અર્થ છે. એક સખી પોતાની સખીની દુર્દશામાં સહાનુભૂતિ પ્રગટ કરી રહી છે. એમાં શ્રોતાની અપેક્ષાએ આ પ્રમાણેનો અર્થ પ્રગટ થાય છે. અહીં સહાનુભૂતિ પ્રગટ કરવાવાળી સખી પોતાની સખીનાં પ્રેમી સાથે રતિસુખ પ્રાપ્ત કરી રહી છે. એ પ્રમાણે શ્રોતાને કારણે આવા વિશિષ્ટ અર્થનું પ્રગટ કરવાપણું થાય છે.
કાકુ” સ્વરૂપ વિશેષતાથી પણ અર્થની (અન્ય અર્થની) પ્રાપ્તિ થાય છે. “કાકુ” એટલે અવાજમાં થતો ફેરફાર. અર્થાત્ શોક, ભય, ક્રોધ વગેરેને કારણે બોલનારનાં અવાજમાં જે ફેરફાર થાય છે. તેથી વાક્યોમાં વાચ્યાર્થ કરતાં જુદો જ અન્ય અર્થ (વ્યંગ્યાથી પ્રગટ થાય છે.
ભીમ પોતાના ભાઈ સહદેવને કહી રહ્યો છે કે અરે સહદેવ ! આપનાં પૂજ્ય એવાં યુધિષ્ઠિરને ખબર નથી કે દ્રૌપદીને દુર્યોધનની રાજસભામાં શું-શું વીતી રહી છે? શું યુધિષ્ઠિરને એ ખબર નથી કે વૃક્ષોની છાલવાળા વસ્ત્રો પહેરીને વાઘ વગેરેની સાથે વનમાં કેટલાય સમયથી આપણે