________________
૩૦૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જ લઈ શકાશે. જગતમાં દુષ્ટ શીલ તમારું ધન છે એવું કોઈ કહેતું નથી. કારણ કે અર્થથી તો આ વાક્ય પ્રશંસા સૂચક જણાય છે. આ પ્રમાણે અર્થથી અયોગ્ય વિશેષણો આપોઆપ દૂર થઈ જશે અને નહીં પ્રયોગ કરાયેલા એવા યોગ્ય વિશેષણો જ આવી શકશે. પ્રકરણથી પણ અર્થની પ્રાપ્તિ થઈ શકશે. પ્રકરણનો અર્થ પ્રસ્તાવ કરવા યોગ્ય છે. કોઈક કહે કે તમે નપાસ થયા છો. વળી, તમારી બુદ્ધિ પણ થોડી ઓછી છે, તો હવે તમે ભણી રહ્યાં. આ વાક્યમાં પ્રસ્તાવથી તો એને વધારે મહેનત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. માટે નહીં પ્રયોગ કરાયેલા શબ્દપ્રયોગ હોતે છતે પણ અહીં એ શબ્દો જ લઈ શકાશે કે જે શબ્દો પ્રકરણથી અર્થનો બોધ કરાવી શકે. આ પ્રમાણે અર્થ વગેરેથી અપ્રયુજ્યમાન એવા તે શબ્દો જ લઈ શકાશે કે જે અર્થોનો બોધ કરાવી શકે. બાકીના અનિષ્ટ શબ્દોની આપોઆપ જ બાદબાકી થઈ જશે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે : બીજાઓનાં માટે જ શબ્દપ્રયોગ કરાય છે. હવે બીજાઓને જે અર્થ આકાંક્ષિત હોય તથા શબ્દ વગર અર્થનો બોધ ન થતો હોય એવાં સ્થાનોમાં પ્રતિપાદન કરનારે એ શબ્દોનો જ પ્રયોગ કરવો આવશ્યક છે કે જે શબ્દો બીજાઓને આકાંક્ષિત અને નહીં જણાયેલ અર્થનો બોધ કરાવી શકે. મહાભાષ્યમાં લખ્યું છે કે અર્થપ્રત્યયાનાર્થી શબ્દપ્રયો: (અર્થને જણાવવા માટે જ શબ્દપ્રયોગ હોય છે.) દા.ત. “વત્તો ગ્રામમ્' અહીં સાંભળનારાઓને “દેવદત્ત ગામમાં” પછી કોઈક ક્રિયાની અપેક્ષા રહે છે. આથી પ્રતિપાદન કરનારે ‘નચ્છતિ' વગેરે કોઈપણ ક્રિયાપદ શબ્દ દ્વારા જણાવવું પડે. તો જ અર્થનો બોધ થઈ શકશે. આથી વાક્યમાં અર્થોનો બોધ કરવા માટે શબ્દો તો હોવા જ જોઈએ. પરંતુ અર્થનો બોધ કરાવવા માટે માત્ર શબ્દોનું જ કથન કરવું આવશ્યક નથી. કારણ કે અર્થ અને પ્રકરણ વગેરેથી પણ શબ્દોનો બોધ થઈ શકે છે અને તેના દ્વારા અર્થની પ્રાપ્તિ થઈ શકે છે. અહીં પ્રકરણ પછી ‘દ્રિ’ શબ્દ લખ્યો છે તો એ ‘બદ્રિથી શું લેવું? એ સંબંધમાં “કાવ્યપ્રકાશનાં બીજા ઉલ્લાસમાં ઓગણીસમા શ્લોકમાં ચર્ચા કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે : (૧) સંસર્ગ (૨) વિપ્રયોગ (૩) સાહચર્ય (૪) વિરોધિતા (૫) અર્થ (૬) પ્રકરણ [(૫) અને (૬) ઉપર દર્શાવેલા છે.] (૭) લિંગ (ચિહ્ન) (૮) બીજા શબ્દનું સાનિધ્ય (૯) સામર્થ્ય (૧૦) ઔચિત્ય (૧૧) દેશ (૧૨) કાળ (૧૩) વ્યક્તિની જાતિ (૧૪) સ્વર.
અહીં “સ્વ” પછી “માં” શબ્દ લખ્યો છે તેના દ્વારા શ્રી હેમચંદ્રાચાર્યએ છ વધારાના સંજોગો ઉમેર્યા છે : (૧) અભિનય (૨) અપદેશ (૩) નિર્દેશ (૪) સંજ્ઞા (૫) ઈંગિત (૬) આકાર. આમ, વીસની સહાયથી વિશેષ અર્થનું જ્ઞાન થાય છે. અહીં શબ્દપ્રયોગ ન કરાયો હોય તો પણ અર્થનો બોધ થઈ શકશે. કલિકાલ સર્વજ્ઞવડે કાવ્યાનુશાસનની સ્વોપાનફ્રીવૂડામણ વૃત્તિમાં કહેવાયું છે કે વક્તા