________________
સૂ૦ ૧-૧-૨૬
૩૦૫ પૂર્વપક્ષ:- શબ્દનો પ્રયોગ અર્થ પ્રાપ્તિમાં કારણ છે. અર્થાત્ જ્યારે જ્યારે અર્થનો બોધ કરવો હશે ત્યારે શબ્દનો પ્રયોગ આવશ્યક થાય છે. હવે આ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવ્યો હોય છતાં પણ તે તે શબ્દોને માનીને વિશેષણ અથવા તો વિશેષ માનવામાં આવશે તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવશે. વાક્યમાં શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આથી, સામાન્યથી શબ્દનો અપ્રયોગ હોવાને કારણે કોઈપણ શબ્દ વિશેષણ અથવા તો વિશેષ તરીકે લઈ શકાશે અને આમ થશે તો ઈષ્ટ અર્થનો બોધ થઈ શકશે નહીં.
વળી નહીં પ્રયોગ કરાયેલું એવું શબ્દસ્વરૂપ પણ જો વિશેષણ અને વિશેષ્યસ્વરૂપે અર્થની પ્રાપ્તિ માટે સમર્થ થશે, તો બધા જ સ્થાનોમાં શબ્દનો પ્રયોગો પ્રયોજન વગરના થઈ જશે. આપત્તિઓ આ પ્રમાણે આવશે. “શીતમ્ તે સ્વ” પ્રયોગ હોય ત્યાં ક્રિયાપદનો પ્રયોગ થયો નથી. આથી કયું ક્રિયાપદ લખવું એનો નિર્ણય થઈ શકતો નથી. આથી બધા જ ક્રિયાપદો વિશેષ્ય તરીકે આવવાની પ્રાપ્તિ થશે. એના અનુસંધાનમાં કોઈક એમ કહે કે, એક ન્યાય પ્રમાણે જ્યાં કોઈ ક્રિયાપદ ન સંભળાતું હોય ત્યાં “તિ” અથવા તો “મતિ” ક્રિયાપદનો પ્રયોગ સમજી લેવામાં આવે છે. આથી હવે વિશેષ્ય તરીકે કોઈપણ ક્રિયાપદ પ્રાપ્ત થવા સ્વરૂપ અતિવ્યાપ્તિ નામનો દોષ રહેશે નહીં છતાં પણ નહીં પ્રયોગ કરાયેલ એવા વિશેષણો પણ જો અર્થનો બોધ કરાવી શકતાં હોય તો “શીર્નમ્ તે પ્રયોગમાં “શીતમ્” સ્વરૂપ કારક (ક) જે વિશેષણ તરીકે છે ત્યાં વિશેષણના વિશેષણ તરીકે જો “તુષ્ટમ્ શીતમ્ તે સ્વમ્” એવું વાક્ય સમજી લેવામાં આવે તો અર્થનો અનર્થ થવાની આપત્તિ આવશે. કારણ કે શબ્દપ્રયોગ વગર પણ જો અર્થનો બોધ થઈ જશે તો કોઈપણ વિશેષણ ઉમેરી શકાશે. એ જ પ્રમાણે “પુનાહિ” પ્રયોગમાં પણ “દુર્બનનું પુનીદિ” તુ દુર્જનને પવિત્ર કર આવો અનર્થક શાબ્દબોધ થવાનો પ્રસંગ આવશે. આ પ્રમાણે ક્રિયાપદના સમાનાધિકરણમાં “શીતમ્” શબ્દની સાથે અપ્રયુજ્યમાન એવાં “દુષ્ટનું” વિશેષણની પણ શક્યતા થશે. નહીં પ્રયોગ કરાયેલા શબ્દો હોય ત્યારે કોઈપણ શબ્દ વિશેષણ તરીકે ટપકી પડવાની સંભાવના ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે અનિષ્ટ સ્થાનોમાં પણ અર્થ બોધની શક્યતા હોવાથી અતિવ્યાપ્તિ નામનો દોષ આવશે. બધા જ બધાના વિશેષણ અથવા તો વિશેષ્ય થવાની આપત્તિ આવશે.
તમે કહો છો કે નહીં પ્રયોગ કરાયેલા એવા શબ્દ સ્વરૂપ વિશેષણો અથવા તો વિશેષ્યો જો શાબ્દબોધ કરાવી શકતાં હોય તો બીજી નવી સમસ્યા ઊભી થશે. સર્વ સ્થાનોમાં હવે શબ્દપ્રયોગ જ અનર્થક થઈ જશે. આ બંને સમસ્યાઓને કારણે વાક્યસંજ્ઞામાં આપત્તિઓ આવે છે.
ઉત્તરપક્ષ:- ઉપરોક્ત શંકાઓને અવકાશ જ નથી. “અર્થાત્ પ્રવરત્ વા” પંક્તિઓ દ્વારા આચાર્ય ભગવંત જવાબ આપે છે, કે જેનાથી અર્થની પ્રતીતિ થતી હોય તે સંબંધી વિશેષણ