________________
૨૯૦
11
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સમાસાન્ત) સમુદાયનાં અવયવનો (ત્વઘ્નો) અવયવ થતો નથી. દા.ત. “પરમષ્ડિન્ + ઞૌ. અહીં ‘‘ઔ’” સ્વરૂપ વિભક્તિનો પ્રત્યય ‘પરમણ્ડિન્' સ્વરૂપ સમુદાયને આશ્રિત થયો છે. આથી એ ‘“ૌ” પ્રત્યય સામાસિક શબ્દનાં અંતનો નાશ કરનારો થશે. પરંતુ સામાસિક શબ્દનાં અવયવ સ્વરૂપ “ષ્ડિ” શબ્દનાં અંતનો નાશ કરનારો થશે નહીં.
હવે આચાર્ય ભગવંત અન્ય અર્થ જણાવીને પદસંજ્ઞાની પ્રાપ્તિનો પૂર્વપક્ષ જણાવે છે. પરંતુ આ રીતે પણ પદસંજ્ઞાની નિવૃત્તિ થવાથી “વ”ના “પ્”નો “” થતો નથી એવું આચાર્ય ભગવંત સિદ્ધ કરશે. ઉપર સમુદાય જેવો છે એવો અવયવને માન્યો છે. આખો સમુદાય એ સમાસ છે તો સમુદાયનો અવયવ જે “” સમાસાન્ત છે તે પણ સમાસ સ્વરૂપ જ કહેવાય છે. આથી એકલો ઞ પણ સમાસ છે. સંસારમાં એવું કહેવાય છે કે ઘણાં બધા બળવાન માણસોની સાથે એ જ સમુદાયમાં જો દુર્બળ માણસ રહેતો હોય તો બળવાન સમુદાયની અપેક્ષાએ સમુદાયના અવયવ સ્વરૂપ દુર્બળ વ્યક્તિ પણ બળવાન જ ગણાય છે. એવી વ્યક્તિને કોઈ હેરાન કરવાની ઇચ્છા કરતું નથી. આવા વ્યવહારને માનીને આચાર્ય ભગવંતશ્રીએ ઉપરોક્ત પહેલો અર્થ કર્યો છે.
હવે “યદા ભં...” પંક્તિ લખવા દ્વારા આચાર્ય ભગવંત સમાસ શબ્દથી નવો અર્થ જણાવે છે. આ અર્થ પ્રમાણે સમાસ શબ્દનો સમાસનો અવયવ એવો અર્થ થાય છે. આ અર્થ કરવાથી વાસ્ત્વય્ સ્વરૂપ સમાસ છે. ત્યાં સમાસનો અવયવ અર્થ કરવાથી “ત્વજ્” પણ સમાસ કહેવાય છે અને એ ત્વથી સમાસાન્ત “ત્ર”નું વિધાન થયું છે. હવે જો ત્વથી જો “અ”નું વિધાન થયું હોય તો ત્વર્ શબ્દ વૃત્તિને અન્તે રહેલું કહેવાશે નહીં. માટે આવા વૃત્તિને અન્તે ન રહેલાં ત્વદ્ શબ્દમાં આ સૂત્રથી પદસંજ્ઞાનો નિષેધ થશે નહીં અને અન્તર્વર્તિની વિભક્તિની અપેક્ષાએ તો ત્વની પદસંજ્ઞા થાય જ છે. આથી વાસ્ત્વત્તમ્ સ્વરૂપ સામાસિક શબ્દમાં પુનર્ ત્વના નો
કરવાની આપત્તિ આવે છે. સમાસનો અર્થ સમાસનો અવયવ થાય છે એવું જે પૂર્વપક્ષ કહેવા માંગે છે તે પણ લોક વ્યવહારની અપેક્ષાએ જ છે. દા.ત. શાક સમારતા કોઈ વ્યક્તિને છરી વાગી જાય છે ત્યારે એ વ્યક્તિ કહે છે કે મારી આંગળી કપાઈ ગઈ. ખરેખર અહીં આખી આંગળી કપાતી નથી પણ આંગળીનો એક ભાગ જ કપાયો છે, છતાં પણ અહીં અવયવમાં થયેલી પ્રવૃત્તિ પણ સમુદાયમાં મનાય છે. આ જ તર્કને ધ્યાનમાં રાખીને અહીં સમાસ શબ્દથી સમાસનો અવયવ અર્થ કર્યો છે. આ પ્રમાણે “ત્ન”માં પદસંજ્ઞાની પ્રાપ્તિ આવી છતાં પણ “વ્”નો “” કરાયો નથી એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે કોઈપણ નામ તદ્ધિતના “સિત્” પ્રત્યય પર છતાં જ પદસંજ્ઞા થાય છે. આથી સિત્ સિવાયના પ્રત્યય પર છતાં નામમાં પદસંજ્ઞાનો નિષેધ થશે. આવો નિયમ (૧/૧/૨૧) સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અહીં મૈં