________________
૨૮૫
સૂ૦ ૧-૧-૨૫
: શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ - સ્વાર્થનો ત્યાગ કરીને પદો જેમાં વર્તે છે તે વૃત્તિ કહેવાય છે અને એ વૃત્તિનો અંતભાગ એ પ્રમાણે ષષ્ઠીતપુરુષ સમાસ થયો છે. સ્વાર્થથી અતિરિક્ત અર્થવાળી “વૃત્તિ” છે. માટે જ આચાર્ય ભગવંતે બૃહવૃત્તિમાં લખ્યું છે કે પરાર્થને કહેનારી વૃત્તિ કહેવાય છે.
સમાસમાં ગૌણ પદ પ્રધાનને અનુસરે છે. અહીં સામાન્યથી સમાસ શબ્દનું વિધાન હોવાથી બધા જ સમાસોમાં ગૌણપદ પ્રધાનને અનુસરસે. અહીં ગૌણપદ પ્રધાનમાં સંક્રમિત થતું હોવાથી પ્રધાનનો નવો અર્થ પ્રાપ્ત થાય છે. દા.ત. “રાનપુરુષ” સ્વરૂપ સામાસિક શબ્દમાં રાનન અને પુરુષ શબ્દના ભિન્ન પદાર્થો હતા. સમાસ થયા પછી રનન પદનો અર્થ પુરુષમાં સંક્રમિત થાય છે. આથી પહેલા “પુરુષ” શબ્દનો સામાન્ય પુરુષ સ્વરૂપ પદાર્થ હતો જે હવે રાજ સંબંધથી વિશિષ્ટ એવો વિશિષ્ટપુરુષ સ્વરૂપ પદાર્થ થાય છે.
દ્વન્દ સમાસમાં જે પદો વર્તી રહ્યા હોય છે એ પદોના અર્થો એકબીજામાં સંક્રમિત થાય છે. આથી કોઈ પદ મુખ્ય નથી બનતું અને કોઈ પદ ગૌણ નથી બનતું. માટે દ્વન્દ સમાસમાં પદોના પોતાના અર્થોથી કોઈ અતિરિક્ત અર્થનું કથન થતું નથી, છતાં પણ દરેક પદો ઉભય અથવા તો જેટલા પદો હોય તેટલા પદોના અર્થોને બતાવે છે.
આચાર્ય ભગવંતશ્રી તદ્ધિતવૃત્તિ, સમાસવૃત્તિ તથા નામધાતુવૃત્તિ એ પ્રમાણે ત્રણ પ્રકારની વૃત્તિ કહે છે, જ્યારે પાણિની વ્યાકરણના મતે પાંચ પ્રકારની વૃત્તિ છે. તેઓ સનન્ત તથા કૃદન્ત એ પ્રમાણે બે અતિરિક્તવૃત્તિઓ માને છે. કોઈપણ વૃત્તિ જો પ્રત્યય સંબંધી હશે તો પ્રત્યયાર્થીની પ્રધાનતા રહેશે તો તેવી વૃત્તિમાં પ્રકૃતિ અને પ્રત્યય એકસાથે પ્રત્યયાર્થને કહેશે. દા.ત. ગૌપાવ: આ તદ્ધિત-વૃત્તિ છે. અહીં પ્રકૃતિ ૩૫ (ગોવાળ) છે. તથા અપત્ય-અર્થનો વાચક “ " પ્રત્યય છે. હવે બંને ભેગા થઈને અપત્ય અર્થવાળા પ્રત્યયને વિશેષિત કરે છે. પહેલા “[" પ્રત્યયનો માત્ર અપત્ય અર્થ હતો. હવે એ જ “મમ્” પ્રત્યયનો અર્થ ગોવાળનો પુત્ર છે એ પ્રમાણે અહીં મૂળ પ્રત્યયાર્થ કરતાં નવો એવો વિશુદ્ધ પ્રત્યયાર્થ થયો. આ પ્રમાણે પોતાના અર્થથી અતિરિક્ત એવા અર્થનું કથન જેમાં હોય તે વૃત્તિ કહેવાય છે. - “વૃત્તિ” એ અન્ય અર્થ સ્વરૂપ છે. અર્થ એટલે પદાર્થ થાય છે. જેમ કે ગોવાળનો દિકરો એ પદાર્થ છે. આ પદાર્થનો અન્તભાગ હોઈ શક્તો નથી. આથી નવા અર્થવાળો જે પદ સમુદાય છે, તે વૃત્તિ છે એવું આચાર્ય ભગવંત કહે છે. પદ સમુદાય એ શાબ્દિક છે. આથી એનો અંત હોઈ શકે છે. વૃત્તિનો આ અર્થ (પદ સમુદાય સ્વરૂપ અથ) લક્ષણાથી પ્રાપ્ત થયો છે.
(શoo) “વિડવું” [૩૦ ૨૪૧.] તિ વિ વિવું, પ૨મા ઘીર્યરતિ વઘુત્રીદી "ऐकाथु" [३.२.८.] इति विभक्तेलृपि अन्तर्वतिविभक्त्यपेक्षया पदत्वप्राप्तावनेन प्रतिषेधाद् "उ: