________________
૨૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
પણ એવું અર્થવાપણું નથી હોતું કારણ કે લોકોમાં પદસંજ્ઞાવાળી પ્રકૃતિનો જ પ્રયોગ થાય છે તથા ગ્રંથકારે કૃદન્તવાળી પ્રકૃતિ તેમજ તદ્વિતાન્તવાળી પ્રકૃતિમાં પણ અર્થવાપણું માન્યું છે. પરંતુ ત્ પ્રત્યય અને તદ્વિદ્ પ્રત્યયમાં અર્થવાપણું નથી માન્યું. આથી ઉપરનો પૂર્વપક્ષ ઊભો થયો છે. જેનો જવાબ હવે ઉત્તરપક્ષરૂપે ગ્રંથકાર આપે છે.
ઉત્તરપક્ષ :- જગતનાં લોકો પદોનાં જ અર્થને બોલે છે અર્થાત્ અર્થવાપણું પદોમાં જ માને છે. દા.ત. સ: ગામ્ આનતિ । (તે ગાયને લાવે છે.) અહીં, લોકો “મ્” સ્વરૂપ પદનો જં અર્થ ગાય કરે છે. હવે શાસ્ત્રકારોએ આ લૌકિક અર્થના સંબંધવાળો એવો જ અર્થ પ્રકૃતિનો કર્યો છે. અર્થાત્ લૌકિક અર્થવાળું જે પદ અને તે જ પદનાં અર્થની સાથે સંબંધવાળો એવો સ્થાવિ સંબંધી પ્રકૃતિનો અર્થ છે. આપણા ઉદાહરણમાં “મ્” પદમાં “ો” પ્રકૃતિ છે અને શાસ્ત્રકારોવડે કલ્પના કરાયેલો અમ્ એ પ્રત્યય છે. અમ્ પ્રત્યય એ “ગાય” સ્વરૂપ પદાર્થમાં રહેલી કર્મ સ્વરૂપ કારકશક્તિને જણાવે છે. જ્યારે “ો” પ્રકૃતિ એ “ગાય” સ્વરૂપ પદાર્થને જણાવે છે. આથી પ્રત્યય અન્નવાળી પ્રકૃતિઓમાં જ અર્થ જણાય છે. એવું શાસ્ત્રકારો કહે છે. આ બધું અમે નામસંજ્ઞાનાં સૂત્રમાં જે “ર્થવત્” પદ લખ્યું છે તેના સામર્થ્યથી કહીએ છીએ. જે જે અર્થવાન્ હોય તે તે નામ હોય છે. મહાભાષ્યકારે પ્રાતિપદિકસંજ્ઞા પાડી છે, તે પણ અર્થવાની જ પડે છે.
ત્ અને તન્દ્રિત પ્રત્યયોમાં એવું અર્થવાપણું નથી. સ્યાદિ પ્રત્યય લાગ્યા પહેલાં પ્રકૃતિઓમાં જેવું અર્થવાપણું છે એવું ત્ અને તન્દ્રિત પ્રત્યયોમાં નથી. કારણ કે ત્ અને તદ્ધિતપ્રત્યયોને સાક્ષાત્ સ્યાદિનાં પ્રત્યયો લાગતા નથી. તઃ તથા ઔપાવ: આ બંને અનુક્રમે કૃદન્તવાળી પ્રકૃતિ અને તદ્ધિત અન્તવાળી પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિઓને સ્માદિનાં પ્રત્યયો લાગી શકે છે. પરંતુ ક્ત સ્વરૂપ તૂ પ્રત્યય અને અગ્ સ્વરૂપ તદ્ધિત પ્રત્યયને સ્યાદિનાં પ્રત્યયો લાગતા નથી, પરંતુ આ બંને પ્રત્યય કોઈક પ્રકૃતિને લાગ્યા પછી જ અર્થવાન્ થાય છે. વળી આ બંને પ્રત્યયો પ્રકૃતિમાં રહેલા એક અંશ સ્વરૂપ અર્થને જણાવે છે. જેમ કે વક્ત સ્વરૂપ પ્રત્યય “જવું” સ્વરૂપ ક્રિયાનાં એક અવયવ ભૂતકાળને જણાવે છે તેમજ અબ્ સ્વરૂપ પ્રત્યય ગોવાળમાં રહેલ પુત્રનાં સંબંધ સ્વરૂપ એક અંશ સ્વરૂપ અર્થને જણાવે છે. આમ, જ્યાં જ્યાં સ્યાદિનું દ્યોતકપણું છે ત્યાં ત્યાં જ પ્રકૃતિ અર્થવાન્ તરીકે ગ્રહણ કરાય છે. આ પ્રમાણે સ્યાદિરહિત એકલા ત્ અથવા તો તદ્ધિત પ્રત્યયોમાં અર્થવાપણું જણાતું નથી.
આ પ્રમાણે અમે કહીએ છીએ કે અર્થગ્રહણનાં સામર્થ્યથી જ લૌકિક અર્થવાળા જે પદો છે તે પદનાં અર્થની સાથે પ્રગટ સંબંધવાળો એવો સ્યાદિ વિભક્તિની પ્રકૃતિનો અર્થ છે. આવો અર્થ માત્ર ત્ પ્રત્યયો અથવા તો તદ્ધિત પ્રત્યયોમાં આવતો નથી માટે અમે લીધો નથી.