________________
૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ બંને સૂત્રો પ્રમાણે એકસરખો જ સિદ્ધ થાય છે. પાણિનીજીએ “વનોદ કું.” (૭/૩/પ૨) સૂત્રમાં સૂક્ષ્મબુદ્ધિ દ્વારા અનુક્રમે અને સ્વરૂપ આદેશો બતાવ્યા, જ્યારે આચાર્ય ભગવંતે પૂલબુદ્ધિવાળાને નજરમાં રાખીને (૨/૧/૮૬) સૂત્રમાં જ અને સ્વરૂપ આદેશો બતાવી દીધા. અહીં વિદ્વાનોને આપોઆપ જ સમજાઈ જશે કે કોણ મહાન છે અને કોણ મહાન નથી; એનો અંતિમ નિર્ણય આપી શકાય તેમ નથી. એક વાત નક્કી હોય છે કે પાછળ-પાછળની કૃતિઓમાં પૂર્વ-પૂર્વની રચનાઓમાં રહેલી ત્રુટિઓને દૂર કરવાનો પ્રયાસ અવશ્ય હોય છે.
“વરીદોડવ્યયમ્” (૧/૧/૩૦) સૂત્રમાં “પ્રવાદુ' અવ્યય બતાવેલ છે. આ પ્રવાહિશ્નો અધ્વર્યુ: અર્થ થાય છે. અધ્વર્યુ એટલે યજ્ઞ કરનાર. આમ તો ધ્વર શબ્દ હિંસા અર્થમાં છે તથા હિંસાના અભાવને ગધ્વર કહેવાય છે. હવે જો યજ્ઞ મૂળભૂત રીતે હિંસાના અભાવવાળો હોય તો પછી યજ્ઞના નિમિત્તે હિંસા કેવી રીતે ચાલુ થઈ ? આના અનુસંધાનમાં એવું વિચારી શકાય કે કેટલાક લોકોને માંસાહાર ઇષ્ટ હતો. આ પરિસ્થિતિમાં જો તે લોકો માંસાહાર કરે તો ધાર્મિક લોકો તરફથી એમને ઘણું જ સહન કરવું પડે. આથી એ લોકોએ યજ્ઞમાં ધાર્મિકતાના નામે હિંસા ચાલુ કરી, જેથી લોકોનો પ્રતિકાર ઓછો આવે અને પોતાની આસક્તિઓ પણ પુષ્ટ થઈ શકે. વર્તમાનમાં પણ જો અહંકારના પુષ્ટિકરણ માટે જ શાસ્ત્રોની વાતોને વિકૃત રીતે રજૂ કરીને એકાંતવાદનું પુષ્ટિકરણ કરવામાં આવે તો એમાં શિષ્ટપુરુષોની સંમતિ ન જ હોઈ શકે.
“વાહથોડસર્વો” (૧/૧/૩૧) સૂત્રમાં પશુ અવ્યયનો મનન અર્થ આપવામાં આવ્યો છે. જેમાં “નના નોમમ્ યન્તિ પશુ મનમાનાઃ ” ઉદાહરણ આપવામાં આવ્યું છે. સમ્યગૂ દષ્ટા રૂપથી મનન કરતાં જીવો લોભને પ્રાપ્ત કરતાં નથી એવો અર્થ ઉપરોક્ત વાક્યનો થાય છે. આ સંબંધમાં મહાભાષ્યના વિદ્વાન એવા વિજયપાલ શાસ્ત્રી સાથે જ્યારે મારી ચર્ચા થઈ ત્યારે એમણે કહ્યું કે પાણિની વ્યાકરણમાં “તોમમ્" શબ્દને બદલે “નોધ" પ્રયોગ આવે છે. બીજા બધા શબ્દો તો ઉપર પ્રમાણે જ હતા. તે પ્રયોગમાં “તોધ" શબ્દનો કોઈ વિશેષ અર્થ જણાતો ન હતો. આથી શાસ્ત્રીજીએ જ્યારે અહીં “તો મમ્" શબ્દ જોયો ત્યારે તેમને અત્યંત આનંદ થયો અને એમણે કહ્યું કે આ “ોધમ્” શબ્દ અંગેની અસ્પષ્ટતા આજે દૂર થઈ.
આ જ સૂત્રમાં આગળ ૩૫ ઉપસર્ગના જુદા જુદા દ્યોતક અર્થોને બતાવવામાં આવ્યા છે. એમાં એક અર્થ “પ્રતિયત્ન” પણ છે. આ અર્થ માટે “ધોવચ ૩૫હુન્ત” પ્રયોગ બતાવવામાં આવ્યો છે. આ વાક્યના અર્થનો બોધ પાણિની વ્યાકરણના “ગ: પ્રતિયત્ન” (૨/૩/પ૩) સૂત્રની કાશિકાટીકામાંથી પ્રાપ્ત થયો છે. એ ટીકા પ્રમાણે “ધોઃસ્થ” શબ્દના બે પ્રકારના વિગ્રહ છે : (૧) “ધ: ૨ ૩ વ”. આ બંનેનો સમાહાર દ્વન્દ સમાસ કરીને ષષ્ઠી એકવચન કરવામાં