________________
૨૫૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
तेन ये यदनुबन्धा यावन्तो विभक्तिसंज्ञायां पूर्वाचार्यैर्व्यवस्थापितास्त एव तदनुबन्धा एव तावन्त एवाऽत्र गृह्यन्ते इत्याह-स्यादय इत्यादि । प्रदिश्यन्ते प्रयोजनेष्विति प्रदेशाः - प्रयोजनस्थानानीति "મ્॥
અનુવાદ :- પૂર્વપક્ષ :- (૧/૧/૧૮) સૂત્રમાં સિ - ૌ - નસ્... તથા (૩/૩/૬) સૂત્રમાં તિવ્ - તમ્ ... વગેરે શબ્દો ગ્રહણ કર્યા છે. આ પ્રમાણે તે સૂત્રોમાં “સિ” અને “તિવ્” સ્વરૂપનું ગ્રહણ થયું છે. જ્યારે આ સૂત્રમાં “” અને “તિ” સ્વરૂપનું જ ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે વિરુદ્ધ સ્વરૂપવાળાપણું શા માટે અહીં કહેવાયું છે ?
ઉત્તરપક્ષ ઃ- આ શંકાને નજરમાં રાખીને જ બૃહદ્વૃત્તિમાં પંક્તિઓ લખી છે. ‘‘સ્’’ એ પ્રમાણે ત્યાગ કરાયેલા અનુબંધવાળા “સિ”નાં ગ્રહણને કરે છે. અને “તિ” એ પ્રમાણે ત્યાગ કરાયેલાં અનુબંધવાળા “તિ”નાં ગ્રહણને કરે છે.
હવે અનુબંધનાં અર્થને બતાવે છે ઃ કાર્યનાં પ્રયોજનથી જેનું કથન કરાય છે તે અનુબંધ કહેવાય છે. જે જે અનુબંધો છે તે “ઇત્” સંજ્ઞાવાળા કહેવાય છે. ત્યાગ કરાયો છે અનુબંધ જેનો એવા સિ વગેરે (અનુબંધવાળા) પ્રત્યયો છે. આનાવડે એવું જણાય છે કે ‘‘સિ’’માં ‘‘ફાર’’ એ અનુબંધ જ છે પરંતુ “ગર” એ “સિ” પ્રત્યયનું સ્વરૂપ નથી. એ જ પ્રમાણે તિલ્ પ્રત્યયમાં “વાર” એ અનુબંધ છે. પરંતુ ‘“વા” એ “તિ” પ્રત્યયનું સ્વરૂપ નથી. આથી જ અહીં બૃહદ્વૃત્તિની ટીકામાં ‘આચાર્ય ભગવંતે” લખ્યું છે કે અહીં વ્યવસ્થા અર્થવાળો ‘આવિ” શબ્દ ગ્રહણ કરાયો છે. વ્યવસ્થા અર્થવાળો ‘આવિ” શબ્દ હોવાથી જ જે જે અનુબંધો વિભક્તિસંજ્ઞામાં પૂર્વાચાર્યોવડે વ્યવસ્થિત કરાયા છે, તેટલા જ અનુબંધો અહીં ગ્રહણ કરાયા છે. આ પ્રમાણે ‘ફ્ ન - શ’ વગેરે અનુબંધો ‘આચાર્ય ભગવંત’ની પોતાની વ્યવસ્થા નથી, પરંતુ પૂર્વાચાર્યોની વ્યવસ્થાને જ આ સૂત્રમાં તેમણે ગ્રહણ કરી છે. આવું જણાવવા માટે જ સ્થાયઃ અને તિવાદ્ય: પ્રત્યયોથી અનુક્રમે “સુપ્’” સુધી અને ‘“સ્વામહિ’ સુધીનાં પ્રત્યયો વિભક્તિ સંજ્ઞાવાળા થાય છે. એ પ્રમાણેની પંક્તિઓ બૃહવૃત્તિમાં લખી છે. પ્રયોજનોને વિશે જે જણાય છે એવા અર્થમાં X + વિશ્ ધાતુને કરણ અર્થમાં “ધ” પ્રત્યય લાગતાં “પ્રવેશ" શબ્દ બને છે. પ્રદેશો એટલે પ્રયોજન સ્થાનો અર્થાત્ આ વિભક્તિ સંજ્ઞા જે જે સૂત્રોમાં જણાય છે તે તે સૂત્રો વિભક્તિ સંજ્ઞાનાં પ્રયોજન સ્થાનો કહેવાય છે.
-
''
-: ન્યાસસારસમુદ્ધાર :
स्त्यादिरित्यादि-विभज्यन्ते विभागशः प्रकाश्यन्ते कर्तृ - कर्मादयोऽर्था अनयेति, विभजनं वा श्वादिभ्यः" [५.३.९२.] इति क्तिः । अनुबध्यते कार्यार्थमुपदिश्यते इत्यनुबन्ध इत्,
''