________________
૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
(૧/૧/૨૬) સૂત્ર બનાવ્યું છે. આ પ્રમાણે સૌથી વધારે લાઘવ આચાર્ય ભગવંતશ્રીએ કર્યો છે. વૈયાકરણીઓ આખ્યાતવિશેષ્યક શાબ્દબોધ માને છે. આથી આખ્યાત સિવાયના બધા જ કારકો, અવ્યયો વગેરે વિશેષણ કહેવાશે. આમ કારકો, અવ્યયો વગેરે બધાંને જ વિશેષણ તરીકે માનીને વાક્યસંજ્ઞા બનાવી. આનાથી વાક્યસંજ્ઞામાં ઘણું જ લાઘવ થયું. વળી સ્વતંત્ર રીતે વાક્યસંજ્ઞા સ્વીકારીને આચાર્ય ભગવંતશ્રીએ બહુ જ આસાનીથી જુદાં જુદાં પ્રયોગોને ક્ષતિ રહિત સિદ્ધ કર્યા. વાક્યસંજ્ઞા બનાવવાથી ‘ઓવનમ્ પન્ન તવ મવિષ્યતિ” પ્રયોગમાં “પવત્ યુ,વિમત્તિ' (૨/૧/ ૨૧) સૂત્રથી તવનો તે આદેશ નહીં થાય. કારણ કે “ઓવનમ્ પવ” એક વાક્ય છે તથા “તવ ભવિષ્યતિ' બીજું વાક્ય છે. અન્નાદેશના વિષયમાં “તે, મે” વગેરે આદેશો એક વાક્યમાં જ થતાં હોય છે. જ્યારે અહીં વાક્ય ભિન્ન હોવાથી “પત્ત” પદથી પર “તવ”નો “તે” આદેશ થશે નહીં. આચાર્ય ભગવંતશ્રીએ એક “આઘ્યાત”ની એક જ વાક્યસંજ્ઞા માની છે. અહીં ‘“પત્ત” તથા “ભવિષ્યતિ” એમ બે ભિન્ન ‘“આઘ્યાત' હોવાને કારણે બે વાક્ય થાય છે. આથી “પત્ત”થી પર ‘“તવ”નો ‘“તે” આદેશ થશે નહીં. આ પ્રમાણે વાક્યસંજ્ઞાના ઉપાયથી જ આચાર્ય ભગવંતશ્રીએ ‘“તે, મે” વગેરે આદેશોની આપત્તિને અટકાવી દીધી.
પાણિની વ્યાકરણમાં સ્વતંત્ર રીતે વાક્યસંજ્ઞા સૂત્રાત્મક શૈલીમાં કરાઈ નથી. આથી ‘‘ઓવનમ્ પત્ત, તવ મવિષ્યતિ'માં જે “તે” આદેશ થવાની પ્રાપ્તિ આવે છે તેને રોકવી જરૂરી થાય છે. ‘‘અનુવાત્તમ્ સર્વમપવાનો’’ (૮/૧/૧૮) સૂત્રમાં “સમાનવાયે નિષ્ઠાતયુધ્મવસ્મતાવેશા:' સ્વરૂપ વાર્તિક (૧૩)નો સમાવેશ કર્યો છે. આ વાર્તિક પ્રમાણે નિઘાત તથા ‘‘યુષ્કર્’” અને ‘“અસ્મર્’ના આદેશનું વિધાન સમાન વાક્યમાં કરવું જોઈએ. આથી હવે ‘ઓવનમ્ પવ” તથા “તવ ભવિષ્યતિ” એક વાક્ય ન હોવાથી ‘“તે” આદેશ “તેમયાવેવત્તનસ્ય' (૮/૧/૨૨) સૂત્રથી નહીં થાય. આમ અહીં એક જ પ્રયોગની સિદ્ધિ માટે વાર્તિકનો સહારો લેવા દ્વારા અનિષ્ટની આપત્તિને અટકાવી, જ્યારે આચાર્ય ભગવંતશ્રીએ તો એક વાક્યસંજ્ઞાના આલંબનથી જ બધી મુશ્કેલીઓ ટાળી દીધી.
‘“અધાતુવિમહિવાવયમ્ અર્થવન્નામ' (૧/૧/૨૭) સૂત્ર દ્વારા નામસંજ્ઞા બનાવી. આચાર્ય ભગવંતશ્રીએ વાક્યસંજ્ઞા બનાવી હોવાથી ‘“ધાતુ”, “વિમવત્યન્ત” અને “વાત્સ્ય’નું વર્જન કરવા દ્વારા અર્થવાન એવા બાકીના બધાની નામસંજ્ઞા કરી. પાણિની વ્યાકરણમાં જે ‘પ્રતિપવિ' સંજ્ઞા છે તે જ આપણી નામસંજ્ઞા છે. પાણિનીકારે વાક્યસંજ્ઞા ન બનાવી હોવાથી પ્રતિપવિ સંજ્ઞા માટે “અર્થવવધાતુ પ્રત્યયઃ પ્રતિપવિમ્' (૧/૨/૪૫) એ પ્રકારનું સૂત્ર બનાવવું પડ્યું. આથી સમાસ વગેરેમાં નામસંજ્ઞાની (પ્રતિપવિની) પ્રાપ્તિ થતી નથી. તેમજ અર્થવાન એવા વાક્યમાં નામસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. આ આપત્તિને ટાળવા માટે વાર્તિક તથા સૂત્રનો સહારો લેવો પડ્યો. (૧/૨/