________________
અનુવાદકના ઉદ્ગારો
૨૧ પાણિની વ્યાકરણે બહુલતયા વેદ પરંપરાને માન્ય કરી છે. આથી આચાર્ય ભગવંત શ્રીહેમચન્દ્રાચાર્યએ પોતાના વ્યાકરણમાં ક્યાંક-ક્યાંક વૈદિક પરંપરાનો પણ સમાવેશ કર્યો છે. દા. ત. “મનુર્નમો...” (૧/૧/ર૪) સૂત્રમાં મનુ, મમ્ વગેરે ત્રણ શબ્દો સાધુ શબ્દો છે, એવું બતાવેલ છે. આ ત્રણેય શબ્દના પ્રયોગો વેદમાં બતાવવામાં આવેલ છે. વાર્તિકકારે વેદના પ્રયોગોનો સમાવેશ વાર્તિકમાં કર્યો છે. આ હકીકતનો સમાવેશ આચાર્ય ભગવંત શ્રીહેમચન્દ્રાચાર્યએ “અનુપર:” તરીકે પોતાના વ્યાકરણમાં કર્યો છે. વેદમાં ઉદાત્ત, અનુદાત્ત વગેરે કાર્યોની પ્રધાનતા બતાવી છે; પરંતુ આચાર્ય ભગવંતશ્રીએ ઉદાત્ત વગેરે કાર્યોની પ્રધાનતા પોતાના વ્યાકરણમાં બતાવેલ નથી. “તિતિ” (૮/૧/૨૮) સૂત્રમાં પાણિનીજીએ કહ્યું છે કે
ગતિઃા ” પદથી પર જો “તિરુંન્ત”. પદ આવે તો નિઘાત (જેમાં અંતિમ સ્વર સર્વાનુદાત્ત થાય છે તેને નિવાત કહેવામાં આવે છે.) પ્રાપ્ત થાય છે. દા. ત. “ગોદ્રન પર્વતિ" પ્રયોગમાં “ગોન” ગતિડક્ત પદ , જ્યારે “પતિ" તિન્ત પદ . હવે નમ્ પદથી પર તિડા એવું પર્વતિ પદ આવે ત્યારે તિન્ત પદનો અંતિમ સ્વર રૂ સર્વાનુદાત્ત થાય છે. આચાર્ય ભગવંતશ્રીએ પોતાના
વ્યાકરણમાં શા માટે ઉદાત્ત વગેરે કાર્યોને સમાવ્યા નથી? તે ચિંતનનો વિષય છે. - પાણિનીમુનિએ સૂત્રાત્મક વ્યાકરણ બનાવ્યું, જ્યારે મહર્ષિ પતંજલિએ એ જ સૂત્રનો સહારો લઈને વ્યાકરણમહાભાષ્યની રચના કરી તથા કાત્યાયને જુદાં જુદાં વાર્તિકો બનાવીને બધા જ પ્રયોગોને ક્ષતિરહિત સિદ્ધ કરવા પ્રયાસ કર્યો. આ પ્રમાણે ત્રણ મહર્ષિઓએ ભેગાં થઈને વ્યાકરણને પરિપૂર્ણ બનાવવા માટે પુરુષાર્થ કર્યો. પાણિની ઋષિ કેટલાં મહાન હશે કે તેમની કૃતિનું આલંબન લઈને જુદાં જુદાં મહર્ષિઓએ એ વ્યાકરણને પરિપૂર્ણ બનાવવા માટે પ્રયાસ કર્યો ! ત્રણ મહર્ષિઓએ (પાણિનીજી – પતંજલિજી - કાત્યાયનજીએ) ભેગાં થઈને કૃતિને સંપૂર્ણ બનાવવા પ્રયાસ કર્યો. જ્યારે આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજીએ એકલાએ જ આ ત્રણેયની કૃતિઓને ધ્યાનમાં લઈને પરિપૂર્ણ વ્યાકરણ બનાવવાનો પ્રયાસ કર્યો.
હવે આપણે આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યએ પોતાનું વ્યાકરણ ક્ષતિ રહિત બને એ માટે કેવો પુરુષાર્થ કર્યો ? તેનું એક ઉદાહરણ જોઈએ.
પાણિનીએ પોતે વાક્યસંજ્ઞા બનાવી નથી. વાર્તિકકારે કાત્યાયને) વાક્યસંજ્ઞા બનાવી છે. તેમણે વાક્યના લક્ષણ માટે બે વાર્તિકો બનાવ્યા છે. આ બંને વાર્તિકો “સમર્થવિધિ:” (૨/૧/ ૧) સૂત્રમાં છાપેલા છે, જે આ પ્રમાણે છે : “મારાd સાવ્યયાવિશેષvi વીચ” (૧૦) તથા “ક્રિયાવિશેષvi " (૧૧) આ સંબંધમાં બધા જ ઉદાહરણો વાક્યસંજ્ઞાના સૂત્રોમાં આચાર્ય ' ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યએ બતાવેલ છે. આચાર્ય ભગવંતશ્રીએ “સવિશેષણનું માધ્યતિ વીમુ”