________________
૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ કરી છે. જયારે આચાર્ય ભગવંતશ્રીએ સૂત્રમાં ગૌરવ કરીને પૂલ બુદ્ધિ દ્વારા બોધ કરાવ્યો છે. અહીં વ્યાકરણની પદ્ધતિમાં તફાવત છે; પરંતુ બંને પ્રક્રિયાથી ઇષ્ટ એવું કાર્ય તો થઈ જ જાય છે.
આચાર્ય ભગવંતશ્રીએ વર્ણની (ધ્વનિની) ઉત્પત્તિ સંબંધી સંપૂર્ણ પ્રક્રિયા આપિશલિ શિક્ષામાંથી કહી છે. એ શિક્ષા પ્રમાણે કંઠબિલ વિસ્તાર પામે ત્યારે વિવાર નામનો બાહ્ય પ્રયત્ન થાય છે. અને આ વિવાર પ્રયત્નમાં દરેક વર્ગના પહેલા અને બીજા અક્ષરોનું ઉચ્ચારણ થાય છે. માટે જૂ અને શ્નો વિવાર નામનો બાહ્ય પ્રયત્ન છે. તથા કંઠબિલ જ્યારે સંકોચ પામે છે ત્યારે સંવાર નામનો બાહ્ય પ્રયત્ન થાય છે. દરેક વર્ગના છેલ્લા ત્રણ વ્યંજનોની ઉત્પત્તિમાં સંવાર નામનો બાહ્યપ્રયત્ન હોય છે. આથી જૂ અને સંવાર નામના બાહ્ય પ્રયત્નવાળા થાય છે. માટે શાસન પરિભાષાથી જૂનો છ અને ગુનો | થઈ શકશે.
ન્યાયદર્શન શબ્દને આકાશનો ગુણ માને છે, જે હકીકતમાં નથી. શબ્દ ખરેખર તો ગુગલ સ્વરૂપ છે. આથી શબ્દ દ્રવ્ય સ્વરૂપ સિદ્ધ થાય છે. (૧/૧/૧૭) સૂત્રના બૃહગ્યાસમાં આચાર્ય ભગવંતશ્રીએ અનુમાન પ્રમાણથી શબ્દને પુદ્ગલ તરીકે સિદ્ધ કરીને વિદ્વાનોને આશ્ચર્યચકિત કર્યા છે.
આચાર્ય ભગવંતશ્રીએ (૧/૧/૧૭) સૂત્રમાં સ્થાન શબ્દનું ગૌરવ પસંદ કર્યું છે. જ્યારે પાણિનીજીએ “તુત્યપ્રિયત્નમ્ સવ” (૧/૧૯) સૂત્ર લખીને “થાન” શબ્દ લખ્યો નથી. ત્યાં “સાચ્ચે ભવમ્" એ પ્રમાણે “મવ” અર્થમાં (૬/૩/૧૩૪) સૂત્રથી તદ્ધિતનો “રા'' પ્રત્યય કરીને વ્યુત્પત્તિથી “મા ” શબ્દનો સ્થાન અર્થ થઈ શકે છે એવું કહીને “થાન” શબ્દ ગ્રહણ કર્યો નથી.
આ બાબતમાં આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે રૂઢિથી તો “મા” શબ્દનો અર્થ મુખ જ ઉપસ્થિત થાય છે; પરંતુ તાલ વગેરે સ્થાનસ્વરૂપ અર્થની પ્રતીતિ જલ્દીથી થતી નથી. આથી આચાર્ય ભગવંતશ્રીએ સ્પષ્ટ પ્રતિપત્તિ માટે “વાસ્થ” શબ્દનો સ્થાન અર્થ નહીં કરીને “થાન" શબ્દને પૃથ ગ્રહણ કર્યો છે. અહીં સૂત્રમાં ગૌરવ કરીને બોધને આસાન બનાવ્યો છે. આમ તો તુલ્ય શબ્દ એ સંબંધી શબ્દ છે. આથી “માસ્યપ્રયત્ન" શબ્દથી પ્રયત્ન લઈ શકાશે. તથા તુલ્યતા બે વચ્ચે જ થઈ શકતી હોવાથી બીજી વસ્તુ તરીકે “ગસ્થશબ્દનો તદ્ધિતના પ્રત્યય દ્વારા સ્થાન અર્થ કરીને સ્થાન લઈ શકાશે. આમ “શાન” અને “બાયપ્રયત્નમાં તુલ્યતા થઈ શકશે અને એ તુલ્યતા થવા દ્વારા સ્વસંજ્ઞા થતી હતી તેમ છતાં આચાર્ય ભગવંતશ્રીએ સૂત્રમાં ગૌરવ કર્યું છે અને “માસ્ય"નો સ્થાન અર્થ માન્ય કર્યો નથી, તેના સંબંધમાં એવું જણાય છે કે માર્ણ પ્રયત્નના સંબંધી તરીકે કોને લેવો એ બોધ ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે છે એવું માનીને જ આચાર્ય ભગવંતશ્રીએ સ્થાન શબ્દનું ગૌરવ પસંદ કર્યું હોવું જોઈએ.