________________
સૂ૦ ૧-૧-૧૭
૨૩૩ તાલુ છે તથા શ્રી સ્વરૂપ સધ્યક્ષરમાં રહેલ સવર્ણનું સ્થાન ઓઇ છે. આમ છે અને ગૌમાં રહેલા અવળનું ભિન્ન સ્થાનપણું થવાથી એ બંને અવર્ણોની સ્વસંજ્ઞા થશે નહીં.
(शन्या०) ननु प्रारम्भो यत्नस्येत्यादिकर्मणि प्रशब्दे व्याख्याते प्रयत्नशब्देनैव विवारादीनां व्युदासस्य सिद्धत्वात् किमास्यग्रहणेन ? तथाहि-पूर्वं स्पृष्टतादयश्चत्वार उत्पद्यन्ते, पश्चान्मूलि प्रतिहते निवृत्ते प्राणाऽऽख्ये वायौ विवारादयो बाह्या एकादश प्रयत्ना उत्पद्यन्ते, नैवम्-एवमुदात्तादीनां स्वसंज्ञा न प्राप्नोति, भिन्नप्रारम्भत्वात्; तस्मादास्यग्रहणमेव विवारादिव्युदासार्थं विधेयम्, प्रयत्नशब्दस्तु भावसाधन एव, तेन प्रारम्भे (भिन्नप्रारम्भे)ऽप्युदात्तादीनां मिथः स्वसंज्ञा सिद्धा, यतो नैते शास्त्रे स्वशब्दोपादानमन्तरेण कार्येषु भिद्यन्त इति ।
અનુવાદ - પૂર્વપક્ષ - પ્રયત્ન શબ્દમાં “y” ઉપસર્ગ છે. પ્ર ઉપસર્ગ જે જે ધાતુઓની પૂર્વમાં આવે છે ત્યાં ત્યાં તે તે ક્રિયાઓનો પ્રારંભ કરવો એવો અર્થ થાય છે. આથી મન, વચન અને કાયાની શક્તિનો પ્રારંભ જેમાં હશે એવો વ્યાપાર જ પ્રયત્ન શબ્દનો અર્થ થશે. વર્ણની ઉત્પત્તિ વખતે મુખમાં રહેલા પ્રયત્નો (વ્યાપારો) પ્રારંભ અર્થવાળા હોય છે તથા મુખની બહાર થતાં વ્યાપારો પ્રારંભ સિવાયના અર્થવાળા હોય છે. કોઈપણ ક્રિયાની શરૂઆત, મધ્યભાગ તથા અન્ત હોય છે. હવે વર્ણની ઉત્પત્તિમાં જે વ્યાપાર જરૂરી છે તે પ્રારંભ સંબંધી હશે. હવે પ્રયત્ન શબ્દ ઉપરથી સ્પષ્ટ રીતે જણાઈ જ જાય છે કે મુખમાં રહેલા વ્યાપારો જ લઈ શકાશે અને વિવાર વગેરે બાહ્ય પ્રયત્નોની બાદબાકી આપોઆપ થઈ જશે. આથી બાહ્ય પ્રયત્નની નિવૃત્તિ માટે ગ્રહણ કરાયેલું કાર્ય પદ નિરર્થક છે. કોઠામાં ઉત્પન્ન થયેલા પ્રાણ નામના વાયુથી સૌ પ્રથમ પૃષ્ટતા વગેરે ચાર પ્રયત્નો ઉત્પન્ન થાય છે. પાછળથી મસ્તકને અથડાયા પછી પાછા ફરતાં એવા પ્રાણવાયુ નિમિત્તે વિવાર વગેરે બાહ્ય પ્રયત્નો ઉત્પન્ન થાય છે. આમ પ્રયત્ન શબ્દનો જો આરંભવાળો વ્યાપાર એવો અર્થ થાય તો પ્રયત્ન શબ્દથી જ બાહ્ય પ્રયત્નની નિવૃત્તિ થઈ જશે. આથી બાહ્ય પ્રયત્નની નિવૃત્તિ માટે ગ્રહણ કરાયેલું કાર્ય પદ નિરર્થક છે. | ઉત્તરપક્ષ:- જો પ્રયત્ન શબ્દનો અર્થ પ્રારંભવાળો વ્યાપાર એવો કરશો તો ઉદાત્ત વગેરે સ્વરોની સ્વસંજ્ઞા પ્રાપ્ત થશે નહીં. આ સ્વરો ત્રણ પ્રકારના છે : (૧) ઉદાત્ત, (૨) અનુદાત્ત અને (૩) સ્વરિત. આ ત્રણેય પ્રકારના સ્વરો એ વિવૃત્ત પ્રયત્નવાળા છે. વળી, આ વિવૃત્ત પ્રયત્ન આરંભિક જ છે, છતાં પણ આ ત્રણેયના આરંભિક પ્રયત્નમાં ભિન્નતા હોવાથી ત્રણેયનો ભિન્ન ભિન્ન સમયે આરંભ થાય છે. હવે, જો ભિન્ન ભિન્ન સમયે આરંભ થાય તો પ્રયત્ન અલગ થવાથી સ્વસંજ્ઞા થઈ શકશે નહીં. તેથી વિવાર વગેરે પ્રયત્નોની બાદબાકી કરવા માટે માસ્ય પદનું ગ્રહણ આવશ્યક છે. ખરેખર તો પ્રયત્ન શબ્દમાં જે “y” ઉપસર્ગ છે એ ધાતુઅર્થને જ અનુસરે છે. આથી તેનો