________________
૨૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
निर्द्दिष्टमिति; नैष दोषः, यथा - 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्तु' इति ऋत्विक्प्रचारस्यान्यतः प्रतीतत्वाद् लोहितोष्णीषत्व एव विधिः पर्यवस्यति, एवमिहापि 'कण्ठे भवाः कण्ठ्याः' इति कण्ठ एव विधि:, एवमन्यत्रापि । यदाहुर्वाक्यविदः - " सविशेषणौ हि विधि-निषेधौ विशेषणमुपसंक्रामतः” इति । उपायानामप्राधान्यख्यापनार्थं चैवं निर्द्देश इति ।
અનુવાદ :- હવે શંકા થાય છે કે, કયા વર્ણનું કયું સ્થાન અથવા તો કયો પ્રયત્ન છે ? એ ન જણાય ત્યાં સુધી સ્થાન અને આસ્યપ્રયત્ન સમાન હોય તો સ્વસંશાનું વિધાન કરાયું છે એ જાણવા માટે સમર્થ થવાતું નથી. આથી સ્થાન અને આસ્યપ્રયત્ન જણાવવા જરૂરી છે. આ ઉદ્દેશથી બૃહદ્વૃત્તિટીકામાં તંત્ર સ્થાનક્... પંક્તિઓ લખી છે.
પૂર્વપક્ષ :- તમે તત્ર સ્થાનમ્... પંક્તિ લખવા દ્વારા સ્થાન કહેવાનો આરંભ કર્યો છે, પરંતુ સ્થાન કહેવાને બદલે અવર્ણ, હૈં, વિસર્ગ તેમજ વર્ગના વર્ગો કંઠ્ય સ્થાનવાળા છે એવું જણાવીને કંઠ્ય સ્થાનવાળા વર્ણોનો નિર્દેશ કર્યો છે. આ પ્રમાણે આરંભ કર્યો છે સ્થાનને કહેવાનો અને કથન કર્યું છે કંઠ્ય સ્થાનવાળા વર્ણોનું. આ તો દોષરૂપ કહેવાય. ન્યાયમાં એક દોષ આવે છે વિનાયરું પ્રર્વાન: રથયામાસ વાનર: (બનાવવા ગયા ગણપતિ અને બની ગયો વાંદરો). આ દોષને અર્થાન્તર દોષ કહેવાય છે.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે કહેવું નહીં. દા.ત. લાલ પાઘડીવાળા પુરોહિતો કાર્યનો આરંભ કરો એવું કહેવામાં આવે ત્યારે વિધિ વિશેષણમાં જ સંક્રમિત થાય છે. પરંતુ વિશેષ્યને માનીને વિધિ થતી નથી. જો વિશેષ્યને માનીને વિધિ થાય તો અર્થ થશે. પુરોહિતો કાર્યનો આરંભ કરો. હવે બધા જ પુરોહિતોને ઉદ્દેશીને કંઈ આ વિધાન થયું નથી. માત્ર જે જે લાલ પાઘડીવાળાઓ હોય તેઓની મુખ્યતા રાખીને આ વિધાન કરાયું છે. આ પ્રમાણે લાલ પાઘડીવાળાપણાંમાં વિધિનો નિર્દેશ થાય છે. અર્થાત્ વિશેષણપણામાં જ વિધિ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે અહીં પણ à મવા: રૂતિ ત્ચા: એ પ્રમાણે કંઠ સ્વરૂપ વિશેષણમાં જ વિધિ પ્રાપ્ત થાય છે. બ્દે શબ્દ વિશેષણ તરીકે છે અને મવાઃ એ પદ વર્ણો સંબંધી હોવાથી વિશેષ્ય છે. આથી આચાર્ય ભગવંતે તત્ર સ્થાનક્ પછી અવળ-7-વિસń-વર્ગા: ચાઃ પંક્તિ લખીને સ્થાન તરીકે કંઠનો નિર્દેશ કર્યો છે. વિધિ હમેશાં વિશેષણને માનીને થાય છે. અહીં સ્થાનમ્ સ્વરૂપ વિધિ કંઠમાં જ થશે, નહીં કે કંઠમાં થનાર એવા વર્ગોમાં. એ જ પ્રમાણે તાલવ્ય વગેરે વર્ણોમાં પણ સમજી લેવું.
વાક્યને જાણનારાઓ કહે છે કે વિશેષણ સહિત એવા વિધિ અને નિષેધ વિશેષણમાં જ પ્રાપ્ત થાય છે (વિરામ પામે છે) દા.ત. લાલ કપડાંવાળા ભાઈને બોલાવ. આવા પ્રયોગોમાં બોલાવવાની વિધિ ભાઈઓમાં થતી નથી, પરંતુ લાલ કપડાંવાળા વિશેષણને અનુલક્ષીને જ થાય છે.