________________
૨૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે. જો બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરવામાં આવે તો તુચી થાનાપ્રયત્ન થસ્થ જ આટલો જ વિગ્રહ થવો જોઈએ, પરંતુ આચાર્ય ભગવંતે બહુવ્રીહિ સમાસનો વિગ્રહ કરતાં યસ્થ સ વ: તે પ્રતિ વસં મવતિ શબ્દો લખ્યા છે. આમ કેમ કર્યું?
ઉત્તરપક્ષ :- સમાન એવા સ્થાન અને આયમાં પ્રયત્નવાળો એક વર્ણ અને સમાન એવા સ્થાન અને આયમાં પ્રયત્નવાળો બીજો વર્ણ એ બંનેની સ્વસંજ્ઞા ન થાઓ એને માટે ઉપરોક્ત વિગ્રહ કર્યો છે એવું કહેવા યોગ્ય નથી. દા.ત. સમાન એવા સ્થાન અને આર્ય પ્રયત્નવાળો
#ાર છે. એ જ પ્રમાણે સમાન એવા સ્થાન અને આર્ય પ્રયત્નવાળો વાર છે. આમ, “ર” અને “વાર” બંને વર્ણની સ્વસંજ્ઞા થઈ જશે એવા ભયથી ઉપરોક્ત અલગ પ્રકારના સમાસનો વિગ્રહ કર્યો છે એવું કહેવું નહીં.
તુન્ય' શબ્દનું સંબંધી શબ્દપણું છે. આથી પોતાના સંબંધીનો જ એ બોધ કરાવશે પણ અન્યનો બોધ કરાવશે નહીં એવું જણાવવા માટે બ્રહવૃત્તિટીકામાં ઉપર કહેલો વિગ્રહ લખ્યો
સંબંધી શબ્દોનો ભાવ આ પ્રમાણે છે. સંબંધી શબ્દો અન્ય નિમિત્તના અભાવમાં સંબંધવાળામાં જ બોધ ઉત્પન્ન કરાવે છે. દા.ત. મારિ વતતવ્યમ, પિરિ શુભૂષિતવ્યમ્. અહીં “માતાને વિશે સુંદર આચરણ કરવું જોઈએ અને પિતાને વિશે સેવા કરવી જોઈએ.” આટલો જ સામાન્યથી અર્થ જણાય છે; પરંતુ પોતાની માતાને વિશે આચરણ કરવું જોઈએ તથા પોતાના પિતાને વિશે સેવા કરવી જોઈએ એવો અર્થ માતા અને પિતા સંબંધી શબ્દો હોવાને કારણે જણાઈ જાય છે. એ જ પ્રમાણે અહીં તુલ્ય શબ્દ પણ સંબંધી શબ્દ છે. આથી જારની સાથે રહેાર વગેરે જ સ્વસંજ્ઞાવાળા થશે, પરંતુ ક્યારની સાથે વેર વગેરે સ્વસંજ્ઞાવાળા નહીં થાય.
જે પ્રકારે સમાનને કન્યા આપવા યોગ્ય છે એવું કહેવાયું છતે કોઈ બ્રાહ્મણ પોતાની કન્યા શુદ્રને આપવા તૈયાર થતો નથી; પરંતુ બ્રાહ્મણ પોતાની કન્યા બ્રાહ્મણ જાતિવાળાને જ આપવા તૈયાર થાય છે. તુલ્ય શબ્દ એ સંબંધી શબ્દ હોવાથી ઉપરોક્ત બોધ થઈ જ જાય છે.
કદાચ એમ કહેશો કે સમાન એવા સ્થાન અને આર્ય પ્રયત્નવાળા વર્ણની સાથે બીજા કોઈક સમાન એવા સ્થાન અને આસ્ય પ્રયત્નવાળાની જો સ્વસંજ્ઞા થશે, તો બધા જ વણે એકબીજાને માટે પરસ્પર સ્વસંજ્ઞાવાળા થશે અને આમ થશે તો સ્વસંજ્ઞાનું સૂત્ર નિરર્થક થશે.
પૂર્વપક્ષ :- ૨ અને ઉષ્માક્ષરમાં તો સ્વસંજ્ઞા થતી નથી, કારણ કે એ વર્ષોમાં સમાન એવા સ્થાન અને આય પ્રયત્નવાળા વર્ણનો અભાવ છે. માટે સ્વસંજ્ઞાના વર્ગો તથા સ્વસંજ્ઞાના અભાવવાળા વર્ગો એ પ્રમાણે બંને વિભાગ શક્ય છે. માટે સ્વસંજ્ઞાનું સૂત્ર નિરર્થક થશે એવી આપત્તિ છે જ નહીં.