________________
સૂ૦ ૧-૧-૧૭
૨ ૨૧ સમાધાન:- પ્રયત્નનું કારણ જેમ આત્મા છે, તેમ પ્રયત્નનું કારણ સ્થાન અને કરણ પણ છે. આથી સ્થાન અને કરણમાં પ્રયત્નનું કારણ પણું રહ્યું હોવાથી સ્થાન અને કરણ પણ પ્રયત્ન સ્વરૂપ કહેવાય છે. જે જેના કારણવાળું હોય તે તેના કથનને પ્રાપ્ત કરે છે. દા.ત. અનાજ એ પ્રાણના કારણ સ્વરૂપ છે માટે અનાજને પણ પ્રાણ કહેવાય છે. અન્નમાં રૂઢિથી પ્રાણનો અર્થ પણ સમાયેલ છે. પ્રયત્ન શબ્દનો પણ રૂઢિથી સ્પષ્ટતા વગેરેમાં અર્થ જણાય છે તથા યોગિક અર્થ પણ એમાં દાખલ થાય છે. (હવે કૌંસમાં રહેલી પંક્તિઓનું ભાષાંતર કરીએ છીએ) મુખની અંદર રહેલ તે તે સ્થાનોમાં જિલ્લાગ્ર વગેરે કરણો સમ્યફ સ્પર્શ થાય છે ત્યારે સ્પષ્ટતા નામનો પ્રયત્ન થાય છે તથા ઉપરોક્ત કરણો સ્થાનોને ષત્ સ્પર્શ કરે છે ત્યારે ષકૃષ્ટતા નામનો પ્રયત્ન થાય છે અને દૂરાવસ્થાન હોય છે ત્યારે વિવૃતતા નામનો પ્રયત્ન થાય છે. તેમજ સમીપાવસ્થાન સ્વરૂપ હોય છે ત્યારે સંવૃતતા નામનો પ્રયત્ન થાય છે. આમ, મુખની અંદર રહેલ તે તે સ્થાનોમાં જિહાઝ વગેરેના પ્રયત્ન વિશેષો સૃષ્ટતા વગેરે પદોવડે કહેવાય છે અને વર્ણોને પ્રગટ કરનાર સ્પર્શ, ષસ્પર્શ, દૂરાવસ્થાન, સમીપાવસ્થાન સ્વરૂપ અભ્યત્તર કાર્ય કરનારા એવા પ્રયત્ન વિશેષો ધૃષ્ટતા વગેરે પદોવડે કહેવાય છે. પ્રયત્નોનું મુખમાં રહેવાપણું છે. એ મુખમાં રહેલા તે તે સ્થાનોમાં વાયુ સંયોગના કારણપણાંથી જાણવા યોગ્ય છે. હવે સમુદાય તરીકે આખા સૂત્રનો સમુદિત અર્થ બૃહવૃત્તિટીકામાં લખ્યો છે.
અન્ય વર્ણની સાથે સમાન એવો સ્થાન અને કાર્યમાં પ્રયત્ન જે વર્ણોનો છે તે વર્ગોની સ્વસંજ્ઞા થાય છે.
(श०न्या०.) ननु 'यस्य' इति वक्तव्यम्, कथमन्यथा 'यस्य स वर्णस्तं प्रति स्वसंज्ञो भवति इत्युच्यते ? अन्यस्य तुल्यस्थानाऽऽस्यप्रयत्नोऽन्यस्य स्वः स्यादिति (न) । न वक्तव्यम्, तुल्यशब्दस्य (सम्बन्धिशब्दत्वात्,) संबन्धिशब्दानां चायं भावः-यदसति निमित्तान्तरे सम्बन्धिन्येव प्रत्ययं जनयति । यथा-'मातरि वर्तितव्यम्' 'पितरि शुश्रूषितव्यम्' इति, न चोच्यते 'स्वस्यां मातरि' 'स्वस्मिन् पितरि' इति, सम्बन्धादेतद् गम्यते-या यस्य माता, यश्च यस्य पितेति, एवमिहापि यस्य यः तुल्यस्थानाऽऽस्यप्रयत्नः स तं प्रति स्वसंज्ञो भवति । यथा 'तुल्याय कन्या दातव्या' इत्युक्ते न शूद्रेण तुल्याय ब्राह्मणः कन्यां ददाति, किन्त्वात्मनः(ना), तथेहापीत्यर्थः । किञ्च, यद्यन्यस्य तुल्यस्थानाऽऽस्य-प्रयत्नोऽन्यस्य स्वसंज्ञः स्यात्, तदा स्वसंज्ञावचनमनर्थकं स्याद्, व्यवच्छेद्याभावात् । न च रेफोष्मणां स्वसंज्ञाव्यावृत्त्यर्थं भविष्यतीति वाच्यम्, रेफस्यापि रेफः स्वो भवति, रेफस्य व्यक्तीनां भूयस्त्वाद्, एवमूष्मस्वपि द्रष्टव्यमिति । પૂર્વપક્ષ :- અહીં સૂત્રમાં બહુવ્રીહિ સમાસ કરવામાં આવ્યો છે એવું બ્રહવૃત્તિમાં જણાવેલ