________________
૨૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પ્રયત્નો કહેવાશે. હવે સૃષ્ટતાવિક શબ્દ એ બહુવ્રીહિ સમાસ છે. ધૃષ્ટતા ગાદ્રિ યસ્ય સ એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થતાં ધૃષ્ટતાહિં એ પ્રયત્ન થશે.
કૃષ્ટ વગેરે કરણ છે. કાર્યની પ્રાપ્તિમાં જે વ્યાપારવાનું કારણ હોય તેને કરણ કહેવાય છે. અહીં વર્ણની ઉત્પત્તિમાં એકબીજાને (સ્થાન અને કરણ) પરસ્પર અલ્પ સ્પર્શે છે તથા સ્પર્શે છે અને વિસ્તાર પામે છે તેમજ સંકોચાય છે. તે અનુક્રમે પૃષ્ટ વગેરે કારણો છે. ગૃષ્ટ ફંસ્કૃષ્ટ વગેરે કરણોથી વર્ણોની ઉત્પત્તિ થાય છે. જિલ્લા પણ વર્ણની ઉત્પત્તિમાં કારણ હોવાથી કરણ છે. જિલ્લા વર્ણની ઉત્પત્તિમાં વાયુના સ્પર્શને પ્રાપ્ત કરે છે. આથી જિલ્લા કરણ કહેવાય છે. જિલ્લા જેમ સ્પર્શને પ્રાપ્ત કરે છે તેમ વર્ણની ઉત્પત્તિમાં વર્ણ પણ સ્પર્શને પ્રાપ્ત કરે છે. માટે ઋણ વગેરે વર્ણોનાં પણ ધર્મો થશે. વર્ણ પણ પોતાના પરિણમન અને આલંબનના નિમિત્તે સ્થાન અને કરણ દ્વારા તે પ્રકારે સ્પર્શ કરાય છે અર્થાતુ પોતાના પરિણમન અને આલંબનના નિમિત્તે સ્થાન અને કરણ, વર્ણને પણ તે પ્રકારે સ્પર્શે છે. “આપિશલિ' પણ કહે છે કે વર્ણનો ધ્વનિ ઉત્પન્ન થયે છતે સ્થાન અને કરણ વગેરે પરસ્પર સ્પર્શે છે. સ્પર્શ અને યમ વર્ણન કરનાર એવો વાયુ લોખંડના ગોળાની જેમ સ્થાનને પીડે છે. વર્ણ બે પ્રકારે છે : (૧) સ્પર્શ વર્ણ (૨) યમ વર્ણ. જે વર્ણ અનુનાસિક ધર્મ રહિત છે તે સ્પર્શવર્ણ કહેવાય છે તથા જે વર્ણ અનુનાસિક ધર્મ સહિત છે, તે યમવર્ણો કહેવાય છે. અહીં બૃહવૃત્તિમાં કું, વુિં, હું વર્ણોને યમો કહ્યા છે. ત્યાં થી , વું, હું, તું તથા ૬ વર્ણો સમજવા તથા થી વુિં છું હું, કું વર્ણો યમી સ્વરૂપે સમજવા તથા ગુંથી અને પુંથી અનુક્રમે દરેક વર્ગના ત્રીજા અને ચોથા વ્યંજનો અનુનાસિક સહિત સમજવા આમ, ૨૦ વર્ણો યમ સ્વરૂપે છે. આ યમ સ્વરૂપ વર્ણો લોકમાં પ્રસિદ્ધ નથી માત્ર વૈદિક પરંપરામાં આનો ઉપયોગ આવે છે. અંતસ્થા વર્ણન કરનાર એવો વાયુ લાકડાના પિંડની જેમ સ્થાનને પડે છે. ઉષ્માક્ષર તથા સ્વર સ્વરૂપ વર્ણન કરનાર એવો વાયુ ઉનના દડાની જેમ સ્થાનને પીડે છે.
૩, ૫, વગેરે ૨૫ વર્ષીય વ્યંજનો એ સ્પર્શ વ્યંજન કહેવાય છે. આ સ્પર્શ વ્યંજનની નિષ્પત્તિ કરનાર એવો વાયુ સ્થાનો ઉપર અત્યંત દબાણ કરે છે તથા અન્તસ્થા વર્ગોને કરનાર એવો વાયુ સ્થાનો ઉપર મધ્યમ દબાણ કરે છે તેમજ ઉષ્માક્ષર અને સ્વર વર્ણને ઉત્પન્ન કરનાર એવો વાયુ સ્થાનો ઉપર અત્યંત હલકું દબાણ કરે છે.
પૂર્વપક્ષ :- આમ, સ્પષ્ટ વગેરે કરણ છે. અથવા તો સ્પષ્ટતા વગેરે કરણ છે. હવે જો સ્પષ્ટતા વગેરે કરણ છે, તો અહીં સ્પષ્ટતા વગેરેને પ્રયત્ન સ્વરૂપ શા માટે કહેવામાં આવ્યા છે? આત્માની શક્તિના પરિણામ સ્વરૂપ તીવ્રગતિવાળી ચેષ્ટાને ખરેખર પ્રયત્ન કહેવામાં આવ્યો છે અર્થાત્ આત્માની શક્તિના વપરાશને પ્રયત્ન કહેવામાં આવ્યો છે. જ્યારે અહીં સ્પષ્ટ અથવા તો સ્પષ્ટતા વગેરે સ્વરૂપ કરણને પ્રયત્ન કહેવામાં આવ્યો છે. આથી શંકા થાય છે કે સ્પષ્ટતા વગેરે કરણને શા માટે પ્રયત્ન કહેવામાં આવે છે?