________________
૦ ૧-૧-૧૭
૨૧૭
જેનું પ્રત્યક્ષ થાય તે ઇન્દ્રિયથી તેમાં રહેલી જાતિનું પણ પ્રત્યક્ષ થઈ શકે છે. આથી શોત્વનું પ્રત્યક્ષ પણ બહિર્ ઇન્દ્રિયથી થઈ શકે છે છતાં પણ તેમાં પુદ્ગલ પરિણામપણાં સ્વરૂપ સાધ્ય રહેતું નથી. આથી હેતુ સાધ્યમાં પણ રહે છે અને સાધ્યની બહાર પણ રહે છે. આ પ્રમાણે વ્યભિચાર નામનો દોષ આવે છે. આના અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે ત્વાદિ સામાન્યમાં વ્યભિચાર આવતો નથી કારણ કે શોત્વ એ પણ ગાયના સમાન પરિણામ સ્વરૂપ જ છે. જે પ્રમાણે ગાય છે તેમ ોત્વ પણ ગાય સ્વરૂપ જ છે. જાતિ એ આકૃતિ સ્વરૂપ હોવાથી જાતિને પણ પુદ્ગલ પરિણામ સ્વરૂપ જ કહી શકાય છે. માટે જેમ હેતુ શોત્વમાં રહે છે એમ સાધ્ય પણ શોત્વમાં રહી શકશે. આ પ્રમાણે કોઈ દોષ આવતો નથી. આ પ્રમાણે અનુમાનપ્રયોગ દ્વારા વર્ણો પુદ્ગલના પરિણામસ્વરૂપ સિદ્ધ થાય છે.
(श०न्या० )' किञ्च-क्वचिदयं शब्द: काञ्चिद् दिशमुद्दिश्योच्चार्यमाणः पवनबलवशादर्कतूलराशिरिव दिगन्तरं प्रति गमनमास्कन्दति क्वचिच्च गिरिगुहा - गह्वरादिषु पाषाणवत् प्रतिहतनिवृत्तः सन् प्रतिश्रुद्भाव (प्रतिशब्दभाव ) मापद्य उच्चारयितुरेव श्रवणान्तरमनुप्रविशति, तथा क्वचिन्नकुलबिलादिषु कुल्याजलमिवावरुध्यते, क्वचिदपि वंशविवरादिषु मुक्तार्द्धमुक्ताद्यङ्गुलिप्रयोगभेदेनानेकधा विकारमुपयाति, तथा कंसादिषु पतितः सन् तदभिघाताद् ध्वन्यन्तरप्रादुर्भावकारणं भवति, क्वचिच्च परुषप्रयोगजनितः सन् दण्डघात इव कर्णपीडामुत्पादयति, तथा क्वचिद् गतिज(क्वचिदतिजव)बहलहयखरखुरपुटादिजातवेगः सन् घनान्यपि द्रव्याणि भिनत्ति एवंप्रकारस्य विकारस्य पुद्गलपरिणामभाविनो दर्शनादनुमिमीमहे - पुद्गलपरिणामः शब्द इति ।
અનુવાદ :- હવે શબ્દો બાહ્ય સાધનોથી અવરોધને કેવી રીતે પ્રાપ્ત કરે છે ? તે જણાવે છે : ક્યાંક કોઈક દિશાને ઉદ્દેશીને ઉચ્ચારણ કરાયેલો એવો આ શબ્દ પવનના બળથી રૂના સમૂહની જેમ અન્ય દિશા પ્રત્યે ગતિ કરે છે. પથ્થર જેમ પર્વત, ગુફા વગેરેને વિશે અથડાઈને પાછો પડે છે તેમ કોઈક સ્થાનમાં ઉચ્ચારણ કરાયેલો શબ્દ પર્વત, ગુફા, ખાડી વગેરેને વિશે અથડાઈને પાછો ફરતો એવો પડઘા સ્વરૂપને પ્રાપ્ત થઈને ઉચ્ચારણ કરનારના અન્ય શ્રવણના સંબંધવાળો થાય છે. જે પ્રમાણે નીકનું પાણી નોળીયાના દર વગેરેને પ્રાપ્ત કરીને મંદગતિવાળું થાય છે અથવા તો અવરોધવાળું થાય છે એ જ પ્રમાણે શબ્દો પણ દિવાલ વગેરેને પ્રાપ્ત કરીને અવરોધવાળાં થાય છે. વાંસળીના છિદ્રને વિશે પ્રાપ્ત થયેલો શબ્દ મુક્ત થયેલી અને અર્ધમુક્ત
થયેલી આંગળીવડે અનેક પ્રકારના વિકારને પ્રાપ્ત કરે છે. ઘંટ વગેરેને વિશે પ્રાપ્ત થયેલો શબ્દ અન્ય અન્ય ધ્વનિની ઉત્પત્તિનું કારણ બને છે તથા કઠોરતાથી ઉત્પન્ન થયેલો શબ્દ દંડના ઘાતની જેમ કર્ણપીડાને ઉત્પન્ન કરે છે. ક્યાંક અત્યન્ત શીવ્રતાથી દોડતા ઘોડાઓ અને ગધેડાઓની ખરાથી ઉત્પન્ન થયેલો શબ્દ વેગવાળો હોતે છતે ઘન એવા દ્રવ્યને પણ ભેદી નાંખે છે અર્થાત્