________________
૨૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ હવે, ગ્રહણ સ્વરૂપ યોગ બતાવે છે : અનાજ દળવાની ઘંટીમાં દળવાની શક્તિ છે. પરંતુ આ દળવાની શક્તિ અનાજને ગ્રહણ કરીને જ પ્રવર્તે છે. આથી આવી શક્તિ ગ્રહણ કરવાના સ્વભાવવાળી હોય છે. તે જ પ્રમાણે આત્મામાં રહેલી પર્યાપ્તિ સ્વરૂપ શક્તિઓ પુદ્ગલોને ગ્રહણ કરે તો જ પ્રવર્તી શકે છે. જેમ કે આહાર પર્યાપ્તિ. આહાર વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને જ પ્રવર્તી શકે છે. આથી આવા વ્યાપારો ગ્રહણ સ્વરૂપ યોગ કહેવાય છે.
હવે સાધક સ્વરૂપ યોગને વિશે કહે છે : કુંભારનો વ્યાપાર ઘટને પ્રાપ્ત કરાવે છે. કુંભારનો આવો વ્યાપાર તે સાધક વ્યાપાર કહેવાય છે. એ જ પ્રમાણે આત્માનો જે જે વ્યાપાર ગુણ અથવા તો દોષોની પ્રાપ્તિ કરાવે તે બધો જ વ્યાપાર સાધક સ્વરૂપ યોગ કહેવાય છે.
(शन्या०) पुद्गलपरिणामत्वं च वर्णानां बाह्येन्द्रियप्रत्यक्षत्वाद् बाह्यादिभिः प्रतिहन्यमानत्वाच्च गन्धवत् । न च गोत्वादिसामान्येन व्यभिचारः, तस्यापि सदृशपरिणामरूपतया पुद्गलपरिणामत्वादिति ।
અનુવાદ - હવે આચાર્ય ભગવંતશ્રી વર્ણો એ પુદ્ગલના પરિણામ સ્વરૂપ છે એવું અનુમાન પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે - વર્ણો એ પક્ષ છે. પુદ્ગલનો પરિણામ એ સાધ્ય છે તથા બહિરૂ ઇન્દ્રિયથી (શ્રોત્રેન્દ્રિયથી) પ્રત્યક્ષપણું હોવાથી એ હેતુ છે. જેમાં જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુદ્ગલો કહેવાય છે. પુદ્ગલો વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા છે. માટે જ બહિરુ ઇન્દ્રિયથી પુદ્ગલોનું પ્રત્યક્ષ થઈ શકે છે. અહીં કદાચ કોઈ શંકા કરે કે મૃગજળનું પ્રત્યક્ષ પણ બહિર્ ઇન્દ્રિય (ચક્ષુ ઇન્દ્રિય)થી થાય છે, પરંતુ તેમાં તો પુદ્ગલનું પરિણામપણું નથી. આથી હેતુ સાધ્યનો વિરોધી બન્યો. મૃગજળ એ અસત્ પદાર્થ છે. આથી પ્રથમ હેતુથી વર્ણમાં પુદ્ગલ પરિણામપણું સિદ્ધ થઈ શકતું નથી. આ આપત્તિને ધ્યાનમાં રાખીને આચાર્ય ભગવંત વર્ણમાં પુદ્ગલ પરિણામપણું સિદ્ધ કરવા માટે વહ્મિવિધિ: પ્રતિમાનવત્ - એ પ્રમાણે બીજો હેતુ આપે છે જે જે વસ્તુઓને બાહ્ય સાધનોથી હણી શકાય અથવા તો અટકાવી શકાય તે તે વસ્તુઓ પુગલ સ્વરૂપ હોય છે. મૃગજળને બાહ્ય કોઈપણ સાધનોથી હણી શકાતું નથી અથવા તો અટકાવી શકાતું નથી. આ પ્રમાણે બીજા હેતુથી મૃગજળ વગેરે અસત્ પદાર્થોમાં આપત્તિ આવતી નથી. આ આખા અનુમાન પ્રયોગને અન્ને ઉદાહરણ તરીકે ગંધ નામનો ગુણ રહ્યો છે. ગંધ ધ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે તથા ગંધ એ પુદ્ગલનો પરિણામ પણ છે. આથી શબ્દમાં પણ પુદગલનો પરિણામ છે એવું ઉપરોક્ત હેતુથી સિદ્ધ થાય છે કારણ કે શબ્દ એ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થઈ શકે છે. વળી, બાહ્ય સાધનોથી શબ્દોને અટકાવી પણ શકાય છે. આથી શબ્દમાં પુગલ પરિણામપણું સિદ્ધ થાય છે. હજી પૂર્વપક્ષ દોષ આપે છે. જોવું વગેરે સામાન્ય એ બહિર ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થઈ શકે છે. કારણ કે તર્કસંગ્રહમાં એક સિદ્ધાંત આવે છે કે, જે ઇન્દ્રિયથી