________________
૦ ૧-૧-૧૭
૨૧૫
અને ભવથી વિષમપણાંને પ્રાપ્ત કરે છે. આથી આત્માના પરિણામો પણ વિષમ થાય છે અને વિષમ એવા આત્મપરિણામથી પરિણામ સ્વરૂપ, આલંબન સ્વરૂપ, ગ્રહણ સ્વરૂપ અને સાધક સ્વરૂપ એવા યોગ નામના વીર્યવડે અનંત પ્રદેશવાળા પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે અને તે તે સ્થાનમાં વર્ણ પરિણામને યોગ્ય એવા અનંત પ્રદેશવાળા પુદ્ગલોને તે તે વર્ણ સ્વરૂપે પરિણમાવીને અને તેનું જ આલંબન લઈને છોડે છે.
લબ્ધિવીર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિષમપણાંને પ્રાપ્ત કરે છે તથા પરિણામ, આલંબન, ગ્રહણ અને સાધક એવા યોગ નામના વીર્યવડે એ પ્રમાણેની જે પંક્તિઓ છે એને અમે બોધ કરાવવા માટે સ્પષ્ટ કરીએ છીએ. જે આત્માને લબ્ધિવીર્ય પ્રાપ્ત થાય છે. તે આત્મા મન, વચન, કાયાનું આલંબન લઈને જો એના હાથમાં અલગ અલગ દ્રવ્યો આવે છે, તો ઉપયોગ ભિન્ન ભિન્નપણાંને પ્રાપ્ત કરે છે. દરેક જીવ પાસે કંઈકને કંઈક શક્તિ લબ્ધિ સ્વરૂપે રહેલી હોય છે. હવે એ જીવના હાથમાં જો દડો આવે છે તો શક્તિનો ઉપયોગ રમતો રમવામાં કરે છે. વળી, જો મુહપત્તિ, ચરવળો અને કટાસણું આવે તો એની શક્તિનો ઉપયોગ સમતા વગેરેની પ્રાપ્તિમાં થશે. આમ દ્રવ્ય, ઉપયોગવીર્યમાં વિષમતાને કરે છે. એ જ પ્રમાણે ધર્મનું ક્ષેત્ર જો જીવને મળી જાય તો હકાસ્રત્મક શક્તિનો ઉપયોગ થઈ શકશે તથા વ્યસનોનું ક્ષેત્ર મળી જાય તો નકારાત્મક શક્તિનો ઉપયોગ થશે. એ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ તથા ભવને કારણે ઉપયોગવીર્ય અલગ અલગ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. હવે યોગના ચાર વિશેષણો લખ્યા છે : (૧) પરિણામ સ્વરૂપ યોગ, (૨) આલંબન સ્વરૂપ યોગ, (૩) ગ્રહણ સ્વરૂપ યોગ, (૪) સાધક સ્વરૂપ યોગ.
દૂધમાંથી દહીં થાય છે એ પુદ્ગલની પરિણામ પામવાના સ્વભાવવાળી શક્તિ છે. એ જ પ્રમાણે આત્માને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી જે શક્તિ પ્રાપ્ત થાય છે તે જો મોહનીયકર્મનું જો૨ વધારે હોય તો વિભાવદશામાં પરિણામ પામવાના સ્વભાવવાળી હોય છે. આત્મા કદાચ પુરૂષાર્થ કરે તો એ જ શક્તિ સ્વભાવદશામાં પરિણામ પામવાના સ્વભાવવાળી થાય છે. શક્તિના આવા વ્યાપારને પરિણામ સ્વરૂપ યોગ કહેવાય છે.
હવે, આલંબન સ્વરૂપ યોગ બતાવે છે - સરોવરમાં પથ્થર નાંખવામાં આવે છે ત્યારે તેમાં વમળ ઉત્પન્ન થાય છે. હવે પહેલા વમળની શક્તિનું આલંબન લઈને જ બીજું વમળ ઉત્પન્ન થાય છે. આથી પહેલા વમળનો વ્યાપાર એ બીજા વમળ માટે આલંબનરૂપ યોગ બને છે. એ પ્રમાણે આત્મામાં અલ્પ એવા લોભમાં પ્રવર્તતી શક્તિ એ જ શક્તિનું આલંબન લઈને ક્યારેક અધિક લોભમાં પરિવર્તન પામે છે. અહીં અધિક લોભ માટે અલ્પ લોભમાં પ્રવર્તેલી શક્તિ આલંબનરૂપ બને છે.