________________
૨૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનંત પ્રદેશ સ્વરૂપ જે સમૂહ તે સ્કન્ધ કહેવાય છે. આમ વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલોનો અનંત પ્રદેશ સ્વરૂપ સમૂહ જે છે તે જ વર્ણ સ્વરૂપ થાય છે.
હવે વામાવાપત્તિ: શબ્દનો અર્થ બતાવે છે વળ એટલે અક્ષર તથા માવ એટલે થવું તેમજ માપત્તિ એટલે પ્રાપ્તિ. અક્ષર સ્વરૂપ વર્ણ થવાની જે પ્રાપ્તિ અર્થાત્ પુગલો વર્ણ સ્વરૂપથી જે પ્રદેશમાં થાય છે તેને સ્થાન કહેવાય છે. સ્વરૂપના લાભની પ્રાપ્તિ કરાવતા એવા વર્ષો જે સ્થાનમાં ઉત્પન્ન થાય છે તેને સ્થાન કહેવાય છે. વર્ણના ઉત્પત્તિ સ્થાનપણાંથી તેને શાન કહેવાય છે તે કંઠ વગેરે છે. આ શબ્દ પ્રકાર અર્થવાળો હોવાથી માદ્રિથી ઉર વગેરે સ્થાનોને ગ્રહણ કરવા અને આ જ વસ્તુ યદુ: પંક્તિ દ્વારા આચાર્ય ભગવંત બૃહદ્રવૃત્તિ ટીકામાં જણાવે છે. એ પાણિનીય શિક્ષા શ્લોક ૧૩નું ભાષાંતર અમે બૃહદ્રવૃત્તિટીકામાં જણાવેલ છે.
(श०न्या०) अयमभिप्रायः-आत्मा ह्यनादिकर्मसन्तानसन्ततौ वीर्यान्तरायक्षयक्षयोपशमजनितलब्धिमूलेन मनोवाक्कायसम्बन्धसमासादिताऽऽत्मलाभेन द्रव्य-क्षेत्र-काल-भावभवसमापादितवैषम्येणाऽऽत्मपरिणामेन परिणामालम्बनग्रहणसाधकेन योगाऽऽख्येन वीर्येणाञ्जनचूर्णपूर्णसमुद्गक-वदेक-द्वि-त्र्यादिसंख्येयाऽसंख्येयाऽनन्ताऽनन्तवर्गणाऽऽत्मकप्रदेशैर्दश्यैरदृश्यैश्च पुद्गलैरवगाढनिचिते समन्ततो जगति वर्णपरिणामयोग्यानन्तप्रदेशान् पुद्गलानुपादाय तत्र तत्र स्थाने तं तं वर्णं परिणमय्याऽऽलम्ब्य विसृजति, यथां प्राणाऽपानतयेति ।
અનુવાદઃ-પુગલના સ્કંધોવડે વર્ગોની ઉત્પત્તિ થાય છે. તેના સંબંધમાં હવે આચાર્ય ભગવંત જણાવે છે. વિશેષણો રહિત આ બધી જ પંક્તિઓનો મુખ્ય અર્થ આ પ્રમાણે થશે. પુદ્ગલોથી પરિપૂર્ણ એવા આ જગતમાં આત્મા વીર્યવડે અનંત પ્રદેશવાળા પુદ્ગલોને ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વર્ણ તરીકે પરિણાવીને અને તેનું જ આલંબન લઈને છોડે છે. જેમ કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિવડે જીવ શ્વાસોશ્વાસ વર્ગણાના મુદ્દગલો લઈ અને એ પુદ્ગલોના આલંબનથી જ એ પુદ્ગલોને છોડે છે.
હવે જુદાં જુદાં વિશેષણો સહિત આ પંક્તિઓનો અર્થ જણાવાય છે. અંજન ચૂર્ણથી પૂર્ણ પેટીની જેમ એક-બે-ત્રણ વગેરે તથા સંખ્યાત-અસંખ્યાત તેમજ અનંત-અનંત વર્ગણા સ્વરૂપ દેશ્ય અને અદશ્ય પુદ્ગલોવડે ઠાંસી-ઠાંસીને ભરેલા એવા સમસ્ત જગતમાં આત્મા વીર્યવડે પુગલોને ગ્રહણ કરીને છોડે છે અને વીર્ય કેવું છે એના સંદર્ભમાં વિશેષણો દ્વારા અર્થને બતાવે છે. અનાદિ કર્મ પરંપરાના પ્રવાહમાં વિર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી લબ્ધિ સ્વરૂપ શક્તિવાળું આ વીર્ય છે. આ લબ્ધિવીર્ય મન, વચન અને કાયાના સંબંધથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, જેને ઉપયોગવીર્ય પણ કહેવાય છે. આ ઉપયોગવીર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ