________________
સૂ૦ ૧-૧-૧૭
૨૦૯ સૌ પ્રથમ સ્થાન, કરણ અને પ્રયત્નની વ્યાખ્યા જોઈએ.
સ્થાન - વર્ણની ઉત્પત્તિ જે જગ્યાએ થાય છે તે સ્થાન કહેવાય છે. આ સ્થાનો આઠ છે : ઉર, કંઠ, શિર, જિલ્લામૂલ, દત્ત, નાસિકા, ઓષ્ઠ અને તાલુ. એ પ્રમાણે આઠ સ્થાનો છે.
કરણ - જિહાનો અગ્રભાગ, મૂળભાગ, મધ્યભાગ અને ઉપાગ્રભાગ. (અગ્રભાગની નજીકનો ભાગ) એ ચાર સાધન અથવા તો કરણ કહેવાય છે.
પ્રયત્ન - વર્ણની ઉત્પત્તિ સમયે જે ચેષ્ટાઓ થાય છે તે પ્રયત્ન છે. દા.ત. આ સ્વરનું ઉચ્ચારણ કરતાં કંઠબિલ પહોળુ થાય છે. આમ, કંઠબિલના પહોળા થવા સ્વરૂપ જે ચેષ્ટા થઈ તે પ્રયત્ન કહેવાય છે. આ પ્રયત્નની સાથે જીભનો મૂળભાગ કરણ સ્વરૂપે ભાગ ભજવે છે અને તે સમયે કંઠસ્થાન પણ વર્ણની (મા વર્ણની ઉત્પત્તિમાં સક્રિય થાય છે. આ પ્રયત્ન કંઠમણિથી ઉપરના ભાગમાં જે મુખમાં જ ઉત્પન્ન થાય છે, તે અભ્યત્તર પ્રયત્ન છે તથા મુખ સિવાય જે ચેષ્ટા થાય છે તે બાહ્ય પ્રયત્ન કહેવાય છે.
હવે બાહ્ય પ્રયત્નના સંબંધમાં કહે છે. આ પ્રાણ નામનો વાયુ ઉંચે ઉઠતો મસ્તકને વિશે અવધારણ કરાતો પાછો ફરતો એવો કોઇને અથડાય છે. નાભિ પ્રદેશથી ઉપર અને ફેફસાંની નીચેના ભાગને કોઇ કહેવાય છે. જ્યારે કોઇને વાયુ અથડાય છે ત્યારે કંઠબિલ વિસ્તાર પામે છે. આ કંઠબિલનો વિસ્તાર એ જ વિવાર નામનો બાહ્ય પ્રયત્ન છે તથા જો કંઠબિલ સંકોચ પામે તો સંવાર નામનો બાહ્ય પ્રયત્ન છે. વ્યંજનનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે કંઠબિલ વિસ્તાર પામે છે, તેથી વિવાર નામનો બાહ્ય પ્રયત્ન થાય છે તથા ના વ્યંજન બોલતી વખતે કંઠબિલ સંકોચ પામે છે. આથી સંવાર નામનો બાહ્ય પ્રયત્ન થાય છે. અને નું ઉચ્ચારણ કરતી વખતે કિંઠબિલનો આ પ્રમાણેનો ફેરફાર સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સીટી વગાડતી વખતે જો હોઠને વિસ્તાર કરીને વગાડવામાં આવે તો વાગી શકતી નથી. એને માટે હોઠોને સંકુચિત કરવા દ્વારા તીવ્ર ગતિથી વાયુ બહાર મોકલવો પડે છે. તો જ સીટી વાગે છે. આ પ્રમાણે ૪ અને વર્ણના ઉચ્ચારણમાં પ્રત્યક્ષ અનુભવ કરી સમજવું જોઈએ.
જ્યારે કંઠબિલ વિસ્તારવાળું થાય છે ત્યારે શ્વાસ નામનો પ્રયત્ન ઉત્પન્ન થાય છે તથા કંઠબિલ સંકોચ પામે છે ત્યારે નાદ નામનો બાહ્ય પ્રયત્ન ઉત્પન્ન થાય છે. આ શ્વાસ અને નાદ બંને પ્રયત્નોને અનુપ્રદાન કહેવામાં આવે છે. કંઠબિલ વિસ્તારવાળું થયા પછી બહારની તરફ જે ગતિ થાય છે તે શ્વાસ પ્રયત્ન કહેવાય છે અને કંઠબિલનો સંકોચ થયા પછી જે ગતિ થાય છે તે નાદ નામનો બાહ્ય પ્રયત્ન કહેવાય છે. કેટલાંક લોકો આ અનુપ્રદાન સ્વરૂપ પ્રયત્નને ધ્વનિ સ્વરૂપ (અનુસ્વાન) પ્રયત્ન પણ કહે છે. જે પ્રમાણે ઘંટ વાગ્યા પછી ધ્વનિ સંભળાય છે તેમ 5 વગેરે વર્ણનું ઉચ્ચારણ થયા પછી અનુપ્રદાન નામનો પ્રયત્ન થાય છે. જયારે સ્થાન અને કરણના