________________
૨૦૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ श्वासोऽनुप्रदीयते तदा श्वासध्वनिसंसर्गादघोषो जायते । अल्पे वायावल्पप्राणता, महति महाप्राणता जायते; महाप्राणत्वादूष्मत्वम् ।
અનુવાદ - અભ્યત્તર પ્રયત્નો તેમજ બાહ્ય પ્રયત્નોની ઉત્પત્તિની સંપૂર્ણ પ્રક્રિયા આપિશલિ નામના વૈયાકરણી આ પ્રમાણે જણાવે છે.
વર્ણની ઉત્પત્તિ કરવી હોય ત્યારે નાભિપ્રદેશમાંથી બળ ઉત્પન્ન થાય છે. જેમ કોઈક વ્યક્તિ વસ્તુને ફેંકવા માંગે છે ત્યારે જો વસ્તુ વધારે દૂર ફેંકવી હોય તો શરૂઆતમાં તીવ્ર બળ ઉત્પન્ન કરે છે અને નજીક ફેંકવું હોય તો મંદબળ ઉત્પન્ન કરે છે. એ જ પ્રમાણે ધ્વનિ વધારે જોરથી ઉચ્ચારણ કરવો હોય તો નાભિપ્રદેશમાં તીવ્રતાથી બળ ઉત્પન્ન કરે છે અને મંદ ધ્વનિ ઉત્પન્ન કરવો હોય તો શરૂઆતમાં નાભિપ્રદેશથી મંદપણાંથી બળ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ધ્વનિ ઉત્પન્ન કરતાં પહેલા તીવ્ર, મધ્યમ અને મંદ શક્તિથી નાભિપ્રદેશથી બળ ઉત્પન્ન થાય છે. આ તીવ્ર વગેરે બળના કારણે વાયુની ગતિમાં તીવ્રતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે અને આ પ્રમાણે પ્રયત્નોની ઉત્પત્તિ થાય છે.
આપિશલિ વૈયાકરણી જણાવે છે કે પ્રયત્નો બે પ્રકારના હોય છે ઃ (૧) બાહ્ય પ્રયત્ન અને (૨) અભ્યત્તર પ્રયત્ન. જો ક્રોધનો આવેગ હોય તો શરૂઆતમાં નાભિપ્રદેશથી વધારે બળ ઉત્પન્ન થાય છે. આથી વાયુની ગતિ તીવ્ર બને છે અને જે ઉદાત્ત પ્રયત્ન તરીકે કહેવાશે. પ્રેમની ભાષા
જ્યાં હશે ત્યાં ઘણું કરીને અનુદાત્ત પ્રયત્ન હશે. નફરતની ભાષા જ્યાં હશે ત્યાં ઘણું કરીને ઉદાત્ત પ્રયત્ન હશે. હવે, પંક્તિઓનો અનુવાદ જોઈએ.
નાભિપ્રદેશથી પ્રયત્નથી પ્રેરિત થયેલો પ્રાણ નામનો વાયુ ઉંચે ઉઠતો ઉર (છાતી), કંઠ તેમજ મસ્તક આ ત્રણમાંથી કોઈપણ એક સ્થાનમાં પ્રયત્નથી વિધારણ કરાય છે તથા વિધારણ કરાતો એવો આ પ્રાણ નામનો વાયુ તે તે સ્થાનમાં અથડાય છે. પ્રાણવાયુ સ્થાનમાં અથડાવાથી આકાશમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આ ધ્વનિ એ જ વર્ણનું શ્રવણ છે તથા આ શ્રવણ વર્ણનું (ગ, બા, ડું વગેરે) સ્વરૂપ છે.
વર્ણની ઉત્પત્તિ થાય છે ત્યારે સ્થાન, કરણ અને પ્રયત્ન પરસ્પર એકબીજાને સ્પર્શે છે. આ સમયે સૃષ્ટતા નામનો પ્રયત્ન ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાન, કરણ અને પ્રયત્ન થોડા સ્પર્શે છે ત્યારે ઈષસ્કૃષ્ટતા નામનો પ્રયત્ન ઉત્પન્ન થાય છે તથા આ ત્રણેય જ્યારે નજીકથી સ્પર્શે છે ત્યારે સંવૃતતા પ્રયત્ન ઉત્પન્ન થાય છે તથા આ ત્રણે દૂરથી સ્પર્શે છે ત્યારે વિવૃતતા નામનો પ્રયત્ન ઉત્પન્ન થાય છે. આ અભ્યત્તર પ્રયત્ન છે.