________________
૨૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અભિઘાતથી નાદ સ્વરૂપ અનુપ્રદાન થાય છે ત્યારે નાદ ધ્વનિના સંસર્ગથી ઘોષ સ્વરૂપ બાહ્ય પ્રયત્ન થાય છે તથા જ્યારે સ્થાન અને કરણના અભિઘાતથી શ્વાસ સ્વરૂપ અનુપ્રદાન કરાય છે ત્યારે શ્વાસ ધ્વનિના સંસર્ગથી અઘોષ સ્વરૂપ બાહ્ય પ્રયત્ન ઉત્પન્ન થાય છે.
જ્યારે વાયુ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે અલ્પપ્રાણતા નામનો બાહ્ય પ્રયત્ન થાય છે તથા જ્યારે વાયુ વધારે હોય છે ત્યારે મહાપ્રાણતા નામનો બાહ્ય ઉત્પન્ન થાય છે. વર્ણનું ઉચ્ચારણ થાય છે ત્યારે વાયુ અલ્પ હોવાને કારણે અલ્પપ્રાણતા નામનો પ્રયત્ન હોય છે તથા વ્યંજનનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે વધારે વાયુ બહાર નીકળતો હોવાથી મહાપ્રાણતા નામનો બાહ્ય પ્રયત્ન હોય છે. જ્યાં મહાપ્રાણપણું હોય છે ત્યાં ઉષ્મપણું હોય છે.
(त०प्र०) यदा सर्वाङ्गानुसारी प्रयत्नस्तीवो भवति तदा. गात्रस्य निग्रहः कण्ठबिलस्य चाणुत्वं स्वरस्य च वायोस्तीव्रगतित्वाद् रौक्ष्यं भवति तमुदात्तमाचक्षते । यदा तु मन्दः प्रयत्नो भवति तदा गात्रस्य स्त्रंसनं कण्ठबिलस्य च महत्त्वं स्वरस्य च वायोर्मन्दगतित्वात् स्निग्धता भवति तमनुदात्तमाचक्षते । उदात्ताऽनुदात्तस्वरसंनिपातात् स्वरित इत्येष कृत्स्नो बाह्यः प्रयत्न इति । अथवा विवारादयो वर्णनिष्पत्तिकालादूर्ध्वं वायुवशेनोत्पद्यन्ते, स्पृष्टतादयस्तु स्थानाऽऽस्यप्रयत्नव्यापारेण वर्णोत्पत्तिकाल एवेति वर्णनिष्पत्तिकालभावाऽभावाभ्यां विवारादीनां बाह्यत्वम्, स्पृष्टतादीनां चाभ्यन्तरत्वम् ।
અનુવાદ :- જયારે બધા જ અંગને અનુસરનારો એવો તીવ્ર પ્રયત્ન થાય છે ત્યારે શરીરનો નિગ્રહ થાય છે અને તે સમયે કંઠબિલ નાનું થાય છે. આ સમયે વાયુની તીવ્ર ગતિ હોવાથી
સ્વરનું કર્કશપણું થાય છે. આવો પ્રયત્ન ઉદાત્ત પ્રયત્ન કહેવાય છે. ગુસ્સામાં આવીને જે સ્વરોનું ઉચ્ચારણ થાય છે તે ઉદાત્ત પ્રયત્નવાળા સ્વરો કહેવાય છે.
જ્યારે સર્વ અંગને અનુસરનારો એવો મંદ પ્રયત્ન થાય છે ત્યારે શરીર શિથિલ થાય છે અને કંઠબિલ મોટુ થાય તથા વાયુની મંદગતિ હોવાથી સ્વરનું મધુરપણું થાય છે અને તે જ અનુદાત્ત નામનો પ્રયત્ન કહેવાય છે. જ્યારે અનુદાત્ત પ્રયત્નથી સ્વરો બોલવામાં આવે છે ત્યારે વાણીમાં મીઠાશ અનુભવાય છે. જ્યારે ઉદાત્ત અને અનુદાત્ત પ્રયત્નનું મિશ્રણ થાય છે ત્યારે સ્વરિત નામનો બાહ્ય પ્રયત્ન થાય છે. આ પ્રમાણે ઉપર કહેલા બધા જ બાહ્ય પ્રયત્નો છે. .
વર્ણની પ્રાપ્તિ પછી વાયુના વશથી વિવાર વગેરે બાહ્ય પ્રયત્નો ઉત્પન્ન થાય છે તથા સ્થાન અને આસ્વપ્રયત્નના વ્યાપારવડે વર્ણની ઉત્પત્તિ સમયે જ જે પ્રયત્નો થાય છે, તે સ્પષ્ટતા વગેરે