________________
૨૦૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ “સુરદ્દિામન્યJ...” (૭/૪/૯૯) વગેરે સૂત્રમાં ડુતનું વિધાન કર્યું છે અને તે સૂત્રમાં પણ સ્વરને સ્થાની તરીકે સમજીને જ ડુતનું વિધાન કરાયું છે. સ્વરનાં સ્થાનમાં જ ડુતનું વિધાન ત્યાં થયેલ છે. આથી “આદેશ આદેશી જેવો થાય એ પરિભાષાથી પ્લતમાં પણ વર્ણપણું સિદ્ધ થશે જ. હવે ડુત વર્ણ વિદ્યમાન હોય તો જ તે સૂત્રમાં પ્લતનું વિધાન થઈ શકે. હવે ડુત વર્ણોનો ઉપયોગ અત્યંત અલ્પ છે. આ કારણે જ ૧-૧-૪ સૂત્રની ટીકામાં લખ્યું છે કે દીર્ઘપાઠનાં ઉપલક્ષણથી ડુતવર્ણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વર્ણનાં પાઠક્રમમાં તેનો સાક્ષાત્ પાઠ અત્યંત અલ્પ વિષયનાં કારણે નથી.
(शन्या०) ननु अं-अ:-क-)(पानां व्यञ्जनसंज्ञाऽपि पूर्वेषामस्ति, तत् कथं तैः सह न विरोधः ? उच्यते-व्यञ्जनसंज्ञाऽनन्तरमेषां संज्ञाविधानाद् व्यञ्जनसंज्ञाऽपि । यदि वा “ર્થિક્સનમ્" [૨.૨.૨૦.] –ત્રાડડવૃજ્યાં જ્યાડડવિડનુસ્વારો વિષ્ટો વા સોડકંપ व्यञ्जनमित्यविरोध इति ॥१६॥
અનુવાદ - પૂર્વપક્ષ - આ સૂત્રમાં કુલ ૭ વ્યંજનોની શિ સંજ્ઞા કરવામાં આવી છે. તેમાંથી પહેલા ચાર જો પાઠક્રમમાં વિદ્યમાન ન હોય અને આ સૂત્રથી એની શિદ્ સંજ્ઞા કરવામાં આવે તો આ ચારની વ્યંજનસંજ્ઞા પણ વિદ્યમાન છે. તો વ્યંજનસંજ્ઞાની સાથે વિરોધ કેમ નહીં આવે? અહીં પૂર્વપક્ષ ચારેયની વ્યંજનસંજ્ઞા છે એવું કઈ અપેક્ષાએ કહી શકે? કારણ કે વર્ણનાં પાઠક્રમમાં તો તેઓનો અભાવ હતો. વળી, “ઋત્રેિગ્નનમ્” દ્વારા જે વ્યંજનસંજ્ઞા પછી તેમાં પણ તેનું વિધાન ન હતું. એનાં અનુસંધાનમાં આ પ્રમાણેનો આશય સમજવો જરૂરી છે. અગાઉ પ્લતનું વિધાન (૭/૪/૯૯) સૂત્ર દ્વારા થયું હતું તેમાં સ્થાની તરીકે સ્વર હતા. આથી સ્વરનાં આદેશ ડુતને જેમ સ્વર કહેવાય છે. એમ અહીં પણ સ્થાની તરીકે “' છે અને “'નાં આદેશરૂપ જ “વઝીતિઃ” વગેરે વર્ષો થાય છે. આવા આશયથી જ પૂર્વપક્ષ લખે છે કે પૂર્વના ચારની વ્યંજનસંજ્ઞા પણ છે.
ઉત્તરપક્ષ :- વ્યંજનસંજ્ઞા પછી આ વર્ણોની શિદ્ સંજ્ઞાનું વિધાન થયું છે. તેથી “સંજ્ઞા ન સંસીન્તરવધિ” ન્યાયથી હમણાં જે શિ સંજ્ઞા કરવામાં આવી તે વ્યંજનસંજ્ઞાનો બાધ ન કરતી હોવાથી તેઓની વ્યંજન સંજ્ઞા પણ સમજવી.
પૂર્વપક્ષ :- સિદ્ધચક્રની આદિમાં સાક્ષાત્ કહેવાયેલા એવા સોળ વર્ણોનો ઉપયોગ છે. એ સોળવર્ગોમાં ચૌદ તો સ્વરો છે. આથી સાથે રહેલા જ “યું :”ની પણ સ્વરસંજ્ઞાની શંકા પણ થાય છે. વળી સ્વરસંજ્ઞાનાં અધિકારમાં જ અનુસ્વાર અને વિસર્ગ સંજ્ઞા થઈ છે. આથી અનુસ્વાર અને વિસર્ગની સ્વરસંજ્ઞા પણ થઈ શકે છે. તમે તેની વ્યંજન સંજ્ઞા જ શા માટે કહો છો ?