________________
૧૯૯
સૂ૦ ૧-૧-૧૬ ભગવંતશ્રી’ જણાવે છે કે, આ બંને વર્ગોમાં વર્ણપણું છે જ. વર્ણનાં પાઠક્રમમાં તે બેનો અભાવ હોવાથી જ તે બેમાં વર્ણપણાનો અભાવ થાય છે એવું નથી.
પૂર્વપક્ષ - આ સૂત્રમાં કરેલું બહુવચન જો કે વજાગૃતિ અને ગજકુંભાકૃતિ વર્ણમાં વર્ણપણે સિદ્ધ કરવાવાળું થાય છે. પરંતુ આ બે વર્ષો પહેલા હતા જ. માત્ર આ સૂત્રએ એ બેમાં વર્ણપણાને સંપન્ન કરાવેલ છે. બહુવચન અનુવાદક છે. જ્ઞાત વસ્તુને જ જણાવે છે. આ બહુવચને કંઈ આ બંનેમાં વર્ણપણાંનું વિધાન કરેલ નથી. હવે અહીં જો બહુવચન પ્રસિદ્ધ એવા વર્ણને માત્ર બતાવનાર જ થાય છે, પરંતુ આ બંનેમાં વર્ણપણાનું વિધાન કરનારું થતું નથી. તો જેમ અહીં વર્ણનાં પાઠક્રમમાં આ બે વર્ગોનો અભાવ હતો તેમ “ૌદ્રત્તા. સ્વર:” (૧/૧/૪) સૂત્રમાં વર્ણનાં પાઠક્રમમાં પ્લત વર્ગોનો અભાવ જ છે. તો તે સૂત્રનું બહુવચન પણ જ્ઞાત એવા ડુતને જ જણાવનારું બનવું જોઈએ. છતાં પણ ત્યાં બહુવચન પ્લતને ગ્રહણ કરનાર બતાવ્યું છે. અર્થાત્ બહુવચન ડુત વર્ગોનું વિધાયક બતાવ્યું છે આમ કેમ ?
ઉત્તરપક્ષ :- (૧/૧/૪) સૂત્રમાં મ વગેરે હ્રસ્વ વણે જે પાઠક્રમમાં બતાવ્યા છે તે જ વધતા એવાં પ્લત થાય છે. આ પ્લતનો પણ વર્ણનાં પાઠક્રમમાં સમાવેશ થવો જોઈતો હતો. છતાં પણ વર્ણનાં પાઠકમમાં સાક્ષાત્ પાઠ કહેવાયો નથી. એ પ્લતમાં રહેલા અલ્પ વિષયપણાને જણાવવા માટે જ છે. અર્થાત્ આખા વ્યાકરણમાં ડુતનો વિષય ઘણો જ અલ્પ છે. એવું જણાવવા માટે જ વર્ણનાં પાઠક્રમમાં ડુતનો સંગ્રહ કરવામાં આવ્યો નથી.
પૂર્વપક્ષ :- જો હસ્વ જ વધતો વધતો પ્લત થાય છે તો આ હ્રસ્વ જ વધતો એવો દીર્ઘ થાય છે.હવે હુતનું વિધાન વર્ણનાં પાઠક્રમમાં નથી કર્યું તો પછી દીર્ઘનું વિધાન વર્ણનાં પાઠક્રમમાં શા માટે કર્યું?
ઉત્તરપક્ષ :- દીર્ઘ વર્ગોમાં પ્રચુર વિષયપણું હોવાથી જ સાક્ષાત્ પાઠ છે. અર્થાત્ દીર્ઘ સ્વરો ઘણા બધા પ્રયોગોમાં જોવા મળે છે. વળી, સિદ્ધચક્રની આદિમાં પણ વર્ણપાઠમાં સાક્ષાત્ જે પઠિત વર્ણો હતા તેઓનો જ ઉપયોગ થયો છે. માટે જ દીર્ઘ સ્વરોનો સાક્ષાત્ પાઠ છે તથા “ઘોડાવ્યોપતિ" વગેરે સ્તોત્રમાં પણ સોળ વર્ણોનો પાઠ છે. આથી વર્ણમાં સોળ વર્ણવાળાપણું તેઓમાં ઘટી શકે છે. માટે દીર્ઘ સ્વરોનો વર્ણનાં પાઠક્રમમાં સમાવેશ થયો છે.
પૂર્વપક્ષ - ગમે તેમ હોય પણ હુતો વર્ણનાં પાઠક્રમમાં નથી. આથી એની વિદ્યમાનતા ક્યાંય નથી. તો પછી (૧/૧/૪) સૂત્રમાં શા માટે લખ્યું છે કે હુત વર્ણોને ગ્રહણ કરવા માટે બહુવચન કર્યું છે? ઉત્તરપક્ષ :- જો વણનાં પાઠક્રમમાં પ્લતનો સમાવેશ નથી થયો તો અમે કહીશું કે