________________
૧૯૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વ્યંજનાં નામ પછી “ત્તિ'નો લુફ થાય છે. હવે લુફને જો ‘fણ' સ્વરૂપ મનાય તો પદને અંતે મહત્વનાં ‘’નો “ ન થતાં સુનો શું થવાની પ્રાપ્તિ આવત. આ પ્રમાણે બધે જ અનિષ્ટરૂપોની આપત્તિ આવત.
હવે આચાર્ય ભગવંતે' સંજ્ઞમાં જે બહુવચન કર્યું છે એનું તાત્પર્ય જણાવતા કહે છે કે જે જે વર્ણનાં આદેશ સ્વરૂપ હોય અને વર્ણનાં પાઠક્રમમાં જેનો અભાવ હોય તેનું પણ વર્ણપણે થાય છે. બહુવચનનું અનુવાદકપણું થતું હોવાથી અર્થાતું બહુવચન વિશેષથી કથન કરી શકવાનાં સામર્થ્યવાળું હોય છે. બહુવચન દ્વારા કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. આથી “આચાર્ય ભગવંતે” બૃહદ્રવૃત્તિટીકામાં લખ્યું છે કે બહુવચન એ વર્ષોમાં નહીં કહેવાયેલા એવા પણે વપ્રકૃતિવાળા અને ગજનાં બે કુંભની આકૃતિ (ગંડસ્થળ)વાળા વર્ણમાં વર્ણપણાને માટે કહ્યું છે. આ બહુવચને કંઈ બે વર્ગોને વર્ણ તરીકે સિદ્ધ કર્યા નથી. એ બે વર્ગો તો જગતમાં વિદ્યમાન જ હતા. વિદ્યમાન એવા એ વર્ગોનું માત્ર વર્ણ તરીકે કથન બહુવચને કર્યું છે. બહુવચન કથન કરી શકે પણ બહુવચન કંઈ વર્ણને ઉત્પન્ન કરી શકતા નથી.
(शब्न्या०) अयं भावः-यद्येतावभावरूपौ स्याताम्, कथं भावरूपाया एकत्वादिसंख्याया . आश्रयौ भवेताम् ? भावधर्मत्वादाश्रयायिभावस्य, एकत्वादिषु वर्तमानान्नाम्नस्तानि (वचनानि) विहितानि, अतो बहुवचनं कुर्वन् ज्ञापयति-वर्णत्वमनयोरिति । ननु यदि सूचकमेव बहुवचनं न तु विधायकं तर्हि कथमुक्तं बहुवचनं प्लुतपरिग्रहार्थमिति ? उच्यते-हस्व एव वर्द्धमानः प्लुतो भवति, साक्षात् पाठश्च वर्णसमाम्नाये न विहितोऽल्पविषयत्वज्ञापनाय; दीर्घस्य तु प्रचुरविषयत्वात् साक्षात् पाठः, सिद्धचक्रस्याऽऽदौ साक्षात् पठितानामेवोपयोगात्, तथा 'षोडशदेव्योपगतम्' इत्यादावपि तत्पाठ एव षोडशत्वमुपपद्यते । अथवा दूरादामन्त्र्यादौ प्लुतस्य विधानात्, तत्रापि स्वरस्थानित्वेन वर्णत्वसिद्धिरिति युक्तमुच्यते स्वल्पोपयोगादुपलक्षणत्वेन तेषां परिग्रह इति ।
અનુવાદ - અગાઉ કહ્યું હતું કે, વર્ણનાં પાઠક્રમમાં આ બે વર્ગોના (વજાગૃતિ અને ગજકુંભાકૃતિ) પાઠનો અભાવ છે. તો પછી આ બંને વર્ષો અભાવરૂપ થયા. હવે અભાવરૂપ એવા આ બંને વર્ષોમાં એકત્વ વગેરે સંખ્યાનો આશ્રય કેવી રીતે થાય? આશ્રય-આશ્રયીભાવ, ભાવ સ્વરૂપ વસ્તુને આધીન જ હોય છે. અર્થાત્ ભાવ સ્વરૂપ વસ્તુ હોય તો જ આધાર આધેયભાવ થઈ શકે અને એકત્વ વગેરેનાં વિષયમાં રહેલા એવા નામથી જ તે તે વચનો (એકવચન, દ્વિવચન વગેરે) વિધાન કરાય છે. હવે જો આ બંને વર્ષો અભાવીય હોય (વર્ણનાં પાઠક્રમમાં તે બેનાં પાઠનો અભાવ હોવાથી) તો સૂત્રમાં જે બહુવચનનો નિર્દેશ કરાયો છે તે થઈ શંકશે નહીં. બધા વર્ણોનો સભાવ છે માટે જ બહુવચનનો આશ્રય કરાયો છે. આથી બહુવચનને કરતા “આચાર્ય