________________
૧૭૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સમુદ્રમાં બે નૌકા હોય. હવે એક નૌકા બીજી નૌકાને બાંધવાનો પ્રયત્ન કરે તો બીજી નૌકા બંધાઈ શકતી નથી. જો બંને નૌકા પોતે અસ્થિર હોય તો કેવી રીતે એકબીજાને બાંધી શકે લંગર વગેરેના માધ્યમ દ્વારા બેમાંથી એક સ્થિર થાય તો જ સ્થિર થયેલી નૌકા બીજી નૌકાને બાંધી શકે એ પ્રમાણે અહીં પણ સંજ્ઞા અને આદેશ બંને અનિત્ય હોવાથી ઇતરેતર આશ્રય દોષ આવે છે. તેથી અનુસ્વાર અને વિસર્ગ-સંજ્ઞા સિદ્ધ થતી નથી.
ઉત્તરપક્ષ - આ પ્રમાણેનો દોષ અમારે આવતો નથી. દ્રવ્યના જ આદેશો હોવાથી શબ્દો નિત્ય જ છે. દ્રવ્ય નિત્ય હોવાથી દ્રવ્યના આદેશો સ્વરૂપ શબ્દો પણ નિત્ય જ છે. શબ્દો દ્રવ્ય
સ્વરૂપ છે. હવે જો દ્રવ્ય નિત્ય હોય તો જ કરોતિ વગેરે પ્રયોગોમાં વિસર્ગ સ્વરૂપે આદેશ પણ નિત્ય જ રહેવાનો. આથી વિદ્યમાન એવા આદેશની : રોતિ વગેરે પ્રયોગોને આધારે વિસર્ગસંજ્ઞા સહેલાઈથી થઈ શકશે. અહીં નો વિસર્ગ થાય છે ત્યારે ગુનો નાશ થઈને વિસર્ગ થાય છે એવું નથી. દા.ત. અશિ૮ પ્રત્યય પર છતાં પ્રશ્નો પૂ આદેશ થાય છે તો ત્યાં મૂ આદેશ કંઈ નો નાશ કરીને ઉત્પન્ન થતો નથી. એકનો નાશ કરી બીજાને ઉત્પન્ન કરવું એવું અહીં થતું નથી. માત્ર વિદ્યમાન એવા પ્રશ્નો ત્યાગ કરીને વિદ્યમાન એવા જૂને સ્વીકારવામાં આવે છે એ જ પ્રમાણે અહીં પણ વિસર્ગ સ્વરૂપ આદેશ વિદ્યમાન જ હતો અને તેની વિસર્ગસંજ્ઞા કરવામાં આવી છે તથા વિસર્ગસંજ્ઞા હતી માટે વિસર્ગ સ્વરૂપ આદેશ થઈ શકે છે. આ પ્રમાણે અમારે અન્યો આશ્રય દોષ આવતો નથી. માત્ર : ઋતિ વગેરે પ્રયોગોમાં વ્યવસ્થિત થયેલા આદેશોનું ફરીથી કથન કરવામાં આવે છે.
(शन्या०) अनुपूर्वात् स्वरतेः अनुस्वर्यते सलीनमनुशब्द्यत इति कर्मणि घजि अनुस्वारः। विसृज्यते विरम्यते घत्रि विसर्गः, कर्मप्रत्ययोपलक्षणम्, तेन विसृष्टो विसर्जनीय इत्यपि । येन विना यदुच्चारयितुं न शक्यते तत् तस्योच्चारणम्, न शक्यते च बिन्दु-बिन्दुद्वयरूपौ वर्णावकारमन्तरेणोच्चारयितुमित्यसावुच्चारणाय सम्पद्यते, अत आह-अकारावुच्चारणार्थाविति। अकारस्यैवोच्चारणार्थत्वं दृष्टम्, यथा-धातुषु, ये तु तत्रेकारादयो वर्णास्तेषाम् "इङितः कर्तरि" [३.३.२२.] इत्यादौ प्रयोजनवत्त्वमुपलब्धमितीहापि तदुपादाने शङ्का स्यादित्यत एव ककारादिष्वपि स एव कृतः । परदेशस्था एव कादिष्वकारादयो वर्णा उच्चारणार्था दृष्टाः, अत्र तु पूर्वमुच्चारयन्नेवं ज्ञापयति-पूर्वसंबद्धावेतौ न परसंबद्धौ जिह्वामूलीयोपध्मानीयवत् ॥९॥
અનુવાદ - ગુપ્ત એવો અક્ષર સ્વરૂપ ધ્વનિ જે કરાય છે એવા અર્થમાં તેનું + સ્વસ્ ધાતુને કર્મમાં “ધ” પ્રત્યય લાગે છે અને એ પ્રમાણે “મનુસ્વાર” શબ્દ નિષ્પન્ન થાય છે જેના વડે વિરામ કરાય છે એ અર્થમાં વિ + સૃન ધાતુને “ધ” પ્રત્યય (ભાવમાં) લાગીને “વિસ" શબ્દ પ્રાપ્ત