________________
સૂ૦ ૧-૧-૯
૧૭૧ (ઇતરેતરાશ્રય દોષનો) બોધ અમને વ્યાકરણશાસ્ત્રીય લોકન્યારત્નાકર ગ્રંથમાંથી પ્રાપ્ત થયો છે. તેમજ વ્યાકરણમહાભાષ્યમાંથી પણ વિશેષ સ્પષ્ટતા થઈ છે. આચાર્ય પાણિનીએ આ દોષને બતાવવા માટે કહ્યું છે કે, મા, છે અને સૌની વૃદ્ધિ સંજ્ઞા થાય છે. આ પરિસ્થિતિમાં સૌ પ્રથમ બા, છે અને સૌની વિદ્યમાનતા હોવી આવશ્યક થાય છે. આથી આ ત્રણ વિદ્યમાન હશે તો જ વૃદ્ધિસંજ્ઞા થઈ શકશે અને વૃદ્ધિ સંજ્ઞા થાય છે એવું કહેવામાં આવશે તો મા, છે અને સૌની વિદ્યમાનતા હોવી આવશ્યક થશે. આ પ્રમાણે મા, છે અને ઝૌની વિદ્યમાનતા હશે તો વૃદ્ધિ સંજ્ઞા થશે અને વૃદ્ધિ સંજ્ઞા હશે તો મા, છે અને ગૌ હોવા આવશ્યક થશે. હવે શબ્દશાસ્ત્ર જો અનિત્ય હોય તો સ્પષ્ટપણે ઇતરેતરાશ્રય દોષ પ્રગટ થાય છે. કારણ કે વૃદ્ધિસંજ્ઞા હોય તો મા, છે અને ગૌ નથી હોતા. વર્ષો અનિત્ય હોવાથી તે સમયે નાશ પામી ગયા હોય છે. તથા મા, છે અને ગૌ હોય તો વૃદ્ધિસંજ્ઞા નથી હોતી. આ દોષને અન્યોન્યાશ્રય દોષ પણ કહેવામાં આવે છે અને જ્યાં એકબીજાને આશ્રિત હોય ત્યાં કાર્યોનો સંભવ થતો નથી. દા.ત. હોડી ગાડીને વહન કરે છે અને ગાડી હોડીને વહન કરે છે. બંને જો એકબીજાનાં આશ્રયથી કામ ચલાવે છે તો આ પરિસ્થિતિમાં કાર્યની ઉત્પત્તિ થઈ શકશે નહીં. હવે જો કાર્ય કરવું હશે તો જળનો અથવા જમીનનો આશ્રય લેવો પડશે. તે આ પ્રમાણે જળમાં હોડી ગાડીને વહન કરે છે અને ભૂમિ ઉપર ગાડી હોડીને વહન કરે છે. આ પ્રમાણે અહીં ઉપાધિવાળો (આશ્રય) ઇતરેતરાશ્રય દોષ છે. પરંતુ વૃદ્ધિ અને મા, છે, ગૌ વચ્ચે તો ઉપાધિ વગરનો ઇતરેતરાશ્રય દોષ છે. તેનું સમાધાન વ્યાકરણ મહાભાષ્યમાં (૧/૧/૧) સૂત્રમાં આ પ્રમાણે આપ્યું છે. શબ્દો નિત્ય હોવાથી વિદ્યમાન એવા જ મા, છે અને શૌની વૃદ્ધિસંજ્ઞા થઈ છે, પરંતુ વૃદ્ધિસંજ્ઞા દ્વારા મા, છે અને સૌની ઉત્પત્તિ કરાતી નથી.
આ પ્રમાણે કોઈ પણ સંજ્ઞાસૂત્રોમાં જો શબ્દો અનિત્ય હોય તો ઇતરેતરાશ્રય દોષની પ્રાપ્તિ હતી જ. આથી “આચાર્ય ભગવંતે” આ સૂત્રમાં ઇતરેતરાશ્રય દોષનો પૂર્વપક્ષ ઊભો કરીને ઉત્તર આપ્યો છે. . પૂર્વપક્ષ :- જો વિસર્ગ સંજ્ઞા વિદ્યમાન હોય તો આદેશ સ્વરૂપ કાર્ય ભાવવા યોગ્ય છે તથા આદેશ વિદ્યમાન હોય તો એવા આદેશોની સંજ્ઞા થઈ શકે છે.
નોડકશનોડનુસ્વારનુનાસિ... (૧/૩/૮) સૂત્રમાં “”નો તાલવ્ય શું વગેરે આદેશો કર્યા પછી પૂર્વના અક્ષર ઉપર જે અનુસ્વાર આદેશ સ્વરૂપ કાર્ય કર્યું છે તે સંજ્ઞા વિદ્યમાન હોય તો જ થઈ શકશે તથા અનુસ્વાર સંજ્ઞા વિદ્યમાન હોય તો જ અનુસ્વાર સ્વરૂપ આદેશ થઈ શકશે. હવે શબ્દ અનિત્ય છે આથી અનુસ્વાર સ્વરૂપ કાર્ય જ વિદ્યમાન ન હોય તો અનુસ્વાર સ્વરૂપ સંજ્ઞા કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આ પ્રમાણે ઇતરેતર આશ્રય દોષ આવે છે.