________________
૧૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
..
અંત થશે નહીં. હવે વર્ણસમુદાય તરીકે કયા વર્ણો લેવા ? એનાં અનુસંધાનમાં કહે છે કે ‘“ૌવન્તા”ની અનુવૃત્તિ આવતી હોવાથી “” અંત સુધીનાં વર્ણોનો લાભ થાય છે. આથી “તિતક” પ્રયોગમાં “અસ” એ પ્રમાણે વર્ણસમુદાયમાં દીર્ઘત્વનો નિષેધ થાય છે. “આચાર્ય ભગવંત”નાં મતે બૃહદ્વૃત્તિટીકા પ્રમાણે સન્ધ્યક્ષરોનું એકમાત્રાવાળાપણું ન હોવાથી સન્ધ્યક્ષરોની હ્રસ્વસંશા થતી નથી તેમજ “ઋત્તાપ” વગેરે અન્યોએ સન્ધ્યક્ષરોની દીર્થસંજ્ઞા પણ કરી નથી. આથી સંધ્યક્ષરોનાં વિષયમાં હ્રસ્વ અને દીર્ઘ બંને સંજ્ઞામાં સંદેહ છે. જો કે અ, આ વગેરેમાં ક્રમથી હ્રસ્વ, દીર્ઘસંજ્ઞા દેખાય છે. એ જ પ્રમાણે હૈં છે વગેરેમાં પણ શું અનુક્રમે હ્રસ્વ અને દીર્ઘ સંજ્ઞા સમજવી ? એવી શંકાનાં અનુસંધાનમાં “આચાર્ય ભગવંતે” બૃહવૃત્તિમાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે સન્ધ્યક્ષરોમાં તો એકમાત્રાવાળાપણાંનો અભાવ હોવાથી જ હ્રસ્વસંશા થતી નથી.
पञ्चमम् सूत्रम् समाप्तम्
સૂત્રમ્ - અનવાં નામી ૬. -: તત્ત્વપ્રકાશિકા :
अवर्णरहिता औदन्ता वर्णा नामिसंज्ञा भवन्ति । इ ई उ ऊ ऋ ऋ लृ लृ ए ऐ ओ औ । बहुवचनं प्लुतसंग्रहार्थम्, एवमुत्तरत्रापि । नामिप्रदेशा:- "नामिनस्तयोः ૫:'' [ ૨.રૂ.૮.] કૃત્યાત્ય: દ્િ॥
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
અવળું રહિત એવાં ઔ અંત સુધીનાં વર્ષો નામીસંજ્ઞાવાળા થાય છે. અ અને આ સિવાયનાં બાર સ્વરો નામીસંજ્ઞાવાળા થાય છે. બહુવચન વ્રુત સ્વરોની પણ નામીસંશા થાય છે એવું જણાવવા માટે કરેલ છે. એ પ્રમાણે હવે પછીનાં સૂત્રમાં પણ બહુવચનનું તાત્પર્ય સમજી લેવું. નામીસંજ્ઞાનાં પ્રયોજન સ્થાનો (ઉદાહરણ સ્થળો) ‘“નામિનસ્તયોઃ ૫:” (૨/૩/૮) વગેરે સૂત્રો છે. અર્થાત્ જે જે સૂત્રોમાં નામી શબ્દ આવશે ત્યાં ત્યાં નામી શબ્દથી થી ઔ સુધીનાં બાર સ્વરોનો બોધ કરવો. એવો બોધ આ સંજ્ઞાસૂત્રનાં સામર્થ્યથી થશે.