________________
૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
પરમ સૌભાગ્ય છે. એમના ગ્રંથોમાં એવું અદ્ભુત રસાયણ છે કે, તે વાંચતાં જીવ ક્યારેય થાકતો નથી કે કંટાળતો પણ નથી. એમના ગ્રંથોના પરિચયમાં આવ્યા પછી એવું લાગ્યા કરે છે કે જાણે આ વ્યક્તિમાં પાણિની, પતંજલિ, અક્ષપાદ, શંકર, મમ્મટ, ભટ્ટિ, વ્યાસ, કાલિદાસ – એમ બધાની જ પ્રતિભાઓ સંક્રમિત થઈ ગઈ છે. એમનું ઉદ્યમશીલ જીવન જોયા પછી આપણી પ્રમત્ત અવસ્થાઓથી લજ્જિત થયા વિના રહેવાશે નહીં.
એમના ગ્રંથોને અનેક વિદ્વાનોએ માન્ય કર્યા છે. અભિધાન ચિંતામણી અને અનેકાર્થ કોશનો અનેક જૈન-જૈનેતરોએ ઉપયોગ કર્યો છે. જૈનાચાર્ય મલયગિરિસૂરિજી જેવા આગમના ટીકાકારશ્રીએ તો એમને ગુરુ માનીને અભિવાદન કર્યું છે. એમના ગુરુ દેવચન્દ્રસૂરિજીએ તેમને માટે ‘‘વિદ્યામ્મોનિધિમન્થર' વિશેષણ કહ્યું છે, જેનો પાશ્ચાત્ય વિદ્વાનોએ Ocean of knowedge કહીને સ્વીકાર કર્યો છે. એમની વિવિધ રચનાઓમાં પૂર્વે થયેલા મહાપુરુષોની વિદ્યાઓનો વારસો આવ્યો હોય એવું સ્પષ્ટપણે જણાય છે. જૈનેતર વિદ્વાનોએ પણ આ બાબતમાં એમની પ્રશસ્તિ કરી છે. એમના જ સમકાલીન શૈવમઠાધીશ, ગન્ડ ભાવબૃહસ્પતિ જેવા મહાવિદ્વાન આચાર્ય ભગવંતશ્રીના ચરણકમળમાં વંદન કરતાં કહે છે -
“चतुर्मासीत् तव पदयुगं नाथ ! निकषा, कषायप्रध्वंसात् विकृतिपरिहारव्रतमिदम् । इदानीमुद्भिद्यन्निजचरणनिर्लोठितकले-र्जलक्लिन्नैरन्नैर्मुनितिलक ! वृत्तिर्भवतु मे ॥१॥"
હે નાથ ! આપના ચરણયુગલની નિકટમાં કષાયનો ત્યાગ કરવાથી મને વિકૃતિના ત્યાગનું (વિકારના કારણરૂપ કષાયના ત્યાગનું) વ્રત ચાર માસ પર્યન્ત પ્રાપ્ત થયું છે. આથી હે મુનિતિલક ! જેણે પોતાના ચરણમાં કલિને (કષાયને) કચડી નાંખ્યા છે એવા મને હવે આ આવિર્ભાવ પામતું વિકૃતિ પરિહારનું વ્રત વર્તે છે. તેથી જળથી ભીંજાયેલા અન્નથી મારી વૃત્તિઓ અર્થાત્ અભ્યન્તર વિકૃતિનો ત્યાગ થવા દ્વારા હવે મને દુગ્ધાદિનો ત્યાગ થાઓ.
કુમારપાળની અહિંસા પ્રવર્તક સાધનાની સફળતા જોઈને અનેક વિદ્વાનોએ પ. પૂ. આ. ભ. શ્રીહેમચન્દ્રાચાર્યજીની પ્રશસ્તિ ઠેર ઠેર કરી છે. બીજા બધા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વિશેષ પ્રકારના અહિંસાના સંસ્કારો દેખાઈ રહ્યા છે તેના મૂળ કુમારપાળ રાજા સુધી વિસ્તરે છે. એ ગુજરાતે અનેક અહિંસાપ્રેમીઓને આવા સંસ્કારોના કારણે જ જન્મ આપ્યો છે.
સિદ્ધહેમવ્યાકરણની રચના આચાર્ય ભગવંતશ્રીએ કયા સમયે કરી એ બાબતમાં કોઈ ચોક્કસ સમય જણાતો નથી; પરંતુ વિક્રમ સંવત ૧૧૯૨ના સમયમાં જે વખતે પ..પૂ. આ. ભ. શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ઉંમર ૪૨ વર્ષની હતી તે સમયે થઈ હશે એવું માનવામાં આવે