________________
સૂ૦ ૧-૧-૫
૧૫૧
માટે સ્થાનષષ્ઠી હોવાથી અંતમાં હ્રસ્વવિધિ થશે. પરંતુ જ્યાં અંતમાં સ્વરનો સંભવ નથી ત્યાં ગ્રહણ કરાતા એવાં નામ કે ધાતુવડે અમે સ્વરને વિશેષિત કરીશું. આથી નામ અથવા તો ધાતુ વિશેષણ થશે અને સ્વર વિશેષ્ય થશે. હવે જો સ્વર વિશેષ્ય થાય તો એવાં સ્વરનું સ્થાન નક્કી કરનાર કોઈ પરિભાષા નથી. આથી તેવાં સંજોગોમાં સ્વરો જ્યાં રહ્યા હશે ત્યાં હ્રસ્વાદિ વિધિઓ થશે. અહીં સ્વરને ષષ્ઠી છે તે અવયવ ષષ્ઠી કહેવાશે. હવે જ્યાં અંતમાં અવયવનો સંભવ નથી ત્યાં સ્થાન ષષ્ઠીનો અભાવ થાય છે અને તેવાં સ્થાનોમાં જ્યાં સ્વર હશે ત્યાં દીર્ઘ વગેરે વિધિઓ થશે. દા.ત. ‘‘મ: ત્વિ વા” (૪/૧/૧૦૬) તથા “અહન્ પશ્ચમસ્ય વિઙિતિ'' (૪/૧/૧૮૭), ‘“શક્ષપ્તસ્ય થે” (૪/૨/૧૧૧) તથા “નિ વીર્થઃ' (૧/૪/૮૫) વગેરે સૂત્રોમાં ગ્રહણ કરાતા નામ અને ધાતુવડે સ્વર વિશેષિત થાય છે. આથી સ્વર વિશેષ્ય થવાથી અવયવષષ્ઠી થાય છે અને અવયવ ષષ્ઠી થવાથી તે તે નામો કે ધાતુઓમાં સ્વરો જ્યાં હશે (જે સ્થાનોમાં હશે) તે તે સ્થાનોમાં રહેલાં સ્વરોમાં હ્રસ્વાદિ વિધિઓ થશે. આ સૂત્રોમાં “ચાન્તસ્ય'' (૭|૪|૧૦૬) પરિભાષાની પ્રવૃત્તિ થતી નથી. આમ, આ પરિભાષાથી જ તે સૂત્રોમાં દીર્ઘ વગેરે વિધિઓ વ્યંજનની નહીં થાય. માત્ર સ્વરની જ થશે એવું જણાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. અર્થાત્ તે તે સૂત્રોમાં વ્યંજનની નિવૃત્તિ કરવા માટે સ્વર ગ્રહણ કરવામાં આવ્યો નથી.
I
(श० न्या० ) यद्येवं 'द्यौः' 'पन्थाः' 'सः' इत्यादिष्वस्या उपस्थानाद् व्यञ्जनस्यौत्वादि न प्राप्नोति, अत्रोच्यते-लिङ्गवती चेयं परिभाषा, यत्र ह्रस्व-दीर्घ- प्लुतग्रहणं तत्रोपतिष्ठते, एवं च संज्ञया विधानेऽयं नियम:, न सर्वत्र । कथमयमर्थो लभ्यत इति चेद्, उच्यते - औदन्तानां स्वयमेवोपात्तत्वाद् ह्रस्वादि- शब्दा नेह तदुपस्थापने व्याप्रियन्ते ततश्च स्वरूपपदार्थकाः सन्तो विधीयमानानामौदन्तानां विशेषणभावमुपयन्ति । तत्रैवमभिसम्बन्धः क्रियते - स्वरस्य स्थाने ઞૌવન્તા મવત્તિ, વ્રસ્વ-ટીર્થ-સ્તુતા ત્યેવ-સંજ્ઞા વિધીયમાના:, “વિવ ઞૌઃ સૌ' [૨.૬.૧૨૯.] इत्येवमादिभिस्त्वौकारादयः स्वरूपेण विधीयन्ते न ह्रस्वादिसंज्ञया इति लिङ्गाभावादुपस्थानाभावाद् व्यञ्जनस्य स्थाने भवन्ति; न स्वरस्येति सर्वं समञ्जसमिति । एतन्मूलश्चायं न्याय: *स्वरस्य ह्रस्वदीर्घ- प्लुता* इति सुखार्थमाचार्यैः पठ्यत इति ।
અનુવાદ :પૂર્વપક્ષ :- હવે હ્રસ્વ, દીર્ઘ વગેરે વિધિઓ સ્વર સંબંધી જ થઈ શકે. ત્યાં જો સ્વર વિશેષણ તરીકે હશે તો સ્થાનષષ્ઠી દ્વારા અંતમાં હ્રસ્વાદિ કાર્ય થશે તથા સ્વર જો વિશેષ્ય હશે તો અવયવ ષષ્ઠી દ્વારા મધ્યમાં પણ હ્રસ્વાદિ કાર્ય થશે. આ સંજોગોમાં ઔ વગેરે કાર્ય જો સૂત્રોમાં બતાવવામાં આવ્યા હશે તો તે તે કાર્યો પણ સ્વર સંબંધી જ થવા જોઈએ. પરંતુ વ્યંજન સંબંધી થવા જોઈએ નહીં અને તેમ છતાં “વિ ઔ: સૌ' (૨/૧/૧૧૭) સૂત્ર પ્રમાણે “”નો “ઔ” નહીં જ થવો જોઈએ અને આમ થવાથી ‘ઘૌઃ” પ્રયોગ થઈ શકશે નહીં. આમ, આ