________________
૧૦૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ગૌવત્તા. સ્વર: (૧/૧/૪) સૂત્રની પૂર્વભૂમિકા -
અહીં પ્રથમ ત્રણ સૂત્રો સંબંધી બધા જ વિધાનો તથા અનુવાદો પૂર્ણ થયા છે. હવે શબ્દાનુશાસનની શરૂઆત થાય છે. આથી એ શબ્દાનુશાસનની શરૂઆત કરતાં પહેલાં કેવી પરિસ્થિતિમાં “સૌન્તા. સ્વર:” વગેરે સૂત્રો બનાવવા પડ્યાં છે? એ સંબંધમાં “આચાર્ય ભગવંત” વ્યાકરણનાં પક્ષને મજબૂત કરવા માટે કંઈક કહી રહ્યા છે.
-: શબ્દમહાર્ણવન્યાસ - अत्र च शब्दानुशासनस्य प्रक्रान्तत्वात् तदुपदेशे च शब्दापशब्दोभयोपदेशभेदेन त्रयः प्रकाराः संभवन्ति, तत्रान्यतरोपदेशेनैव कृतं स्यात् । तद् यथा-'शमादयो विधेयाः' इत्युक्ते क्रोधादिप्रतिषेधो गम्यते, क्रोधादिप्रतिषेधे च शमादिविधिः, एवमिहापि 'गौः' इत्युपदिष्टे गम्यते एतद्गाव्यादयोऽपशब्दाः, गाव्याद्यपशब्दोपदेशे च गम्यते एतद्-गौरित्येष शब्दः तत्र लाघवादुपादेयोपदेशे साक्षात् प्रतिपत्तेश्च शब्दोपदेशो ज्यायान् । .
-: શબ્દમહાર્ણવન્યાસ અનુવાદ :હવે શબ્દાનુશાસનનો આરંભ થાય છે. આથી શબ્દોનું કથન કરવા યોગ્ય થાય છે. આ શબ્દો ત્રણ પ્રકારે સંભવે છે: (૧) સાધુ શબ્દો જેનો પ્રયોગ શિષ્ટપુરુષો કરે છે. (૨) અપશબ્દો જેનો પ્રયોગ ઘણું કરીને અજ્ઞાનીઓ કરે છે. (૩) સાધુ અને અપશબ્દોના જોડાણ સ્વરૂપ શબ્દોનું કથન પણ થઈ શકે છે. હવે આ ત્રણ પ્રકારનાં શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનાં કથનો દ્વારા બાકીનાં શબ્દોનું કથન થઈ જ જાય છે. આથી કોઈપણ એક પ્રકારનાં શબ્દો કહેવાથી શબ્દાનુશાસનનું કથન થઈ જ જવાનું. દા.ત. “શમ વગેરે કરવા યોગ્ય છે એવું કથન થયે છતે ક્રોધ વગેરે કરવા યોગ્ય નથી એવો નિષેધ સ્પષ્ટપણે જણાઈ જ જાય છે. તે જ પ્રમાણે ક્રોધાદિ કરવા યોગ્ય નથી એવું કથન થયે છતે “શમ વગેરે કરવા યોગ્ય છે” એવું કથન જણાઈ જ જાય છે. એમ અહીં પણ નૌ: એ પ્રમાણે કથન થયે છતે આવી વગેરે અપશબ્દોનાં કથનની આવશ્યકતા રહેતી નથી. એ જ પ્રમાણે માવી વગેરે અપશબ્દોનું કથન થયે છતે શો: એ પ્રમાણે સાધુશબ્દ જણાઈ જ જાય છે; તેવી પરિસ્થિતિમાં “ક” વગેરે સાધુ શબ્દોનાં કથનની આવશ્યકતા રહેતી નથી.
હવે બેમાંથી કોઈપણ એક પ્રકારનાં શબ્દોનાં કથન દ્વારા ઉભય પ્રકારનાં શબ્દોનો બોધ થઈ જ જતો હોય તો લાઘવથી સાધુ શબ્દનું કથન જ શ્રેષ્ઠ છે તથા ઈષ્ટ શબ્દોનું કથન હોતે જીતે ઇષ્ટ શબ્દોનો સ્વીકાર પણ સાક્ષાત્ સ્વરૂપે થશે. આથી સાધુ શબ્દોનાં કથનમાં લાઘવ છે.