________________
૧૦૭
સૂ) ૧-૧-૪
(શા ) તથાદિ-વૈચ દિ શબ્દસ્ય વદવોડપભ્રંશ: I યથા-શી વી, ગોળ, गोता, गोपोतलिकेत्यादयः । तत्र गौरश्वः पुरुषो हस्ती शकुनि{गो ब्राह्मण इति प्रतिपदपाठोऽनभ्युपायः शब्दानां प्रतिपत्तौ, तेषामानन्त्यात् । एवं हि श्रूयते-"बृहस्पतिरिन्द्राय दिव्यं वर्षसहस्रं प्रतिपदविहितानां शब्दानां शब्दपारायणं प्रोवाच, न चान्तं जगाम," तदीदृशे च वक्तर्यध्येतरि अध्ययनकाले च नान्तगमनमभूद्, यस्य तस्य कुतोऽद्यत्वे भविष्यत्यल्पायुषि प्रजायाम्,
અનુવાદ - એનું કારણ હવે “આચાર્ય ભગવંત” બતાવે છે. એક એક સાધુશબ્દોનાં અનેક અનેક અપશબ્દો હોય છે. દા.ત. : સ્વરૂપ સાધુ શબ્દનાં “જાવી”, “ોળી”, “જોતા”,
પોતિ” વગેરે અપશબ્દો છે. વર્તમાનમાં પણ ગુજરાતી ભાષામાં “આવ્યો” પ્રયોગ સાધુ પ્રયોગ કહેવાય છે. છતાં પણ સુરતીઓ “આવ્યો”ને બદલે “આઈવો” બોલે છે. તે જ પ્રમાણે “ચાલશે” શબ્દ માટે “ચાલહે” શબ્દ બોલે છે. આમ, ગુજરાતી ભાષામાં પણ આઈવો, ચાલો વગેરે અપશબ્દપ્રયોગો થાય જ છે. હવે સાધુ શબ્દો અને અપશબ્દો બંનેનાં કથનમાં અપશબ્દોનું અનંતપણું હોવાથી સાધુ શબ્દોનાં કથનમાં જ લાઘવ છે.
સાધુ શબ્દોનું કથન કરવું હશે તો , અશ્વ, પુરુષ:, હસ્તી, શનિ, મૃદ, દ્રીતUT: એ પ્રમાણે દરેક શબ્દોનું કથન કરવું અને એના દ્વારા શબ્દોનું જ્ઞાન કરવું એ કાંઈ શબ્દોનું જ્ઞાન કરવાનો ઉપાય નથી, કારણ કે સાધુ શબ્દો પણ ન ગણી શકાય એટલા છે. આથી શબ્દાનુશાસન નામનો ગ્રંથ જો સાધુ શબ્દનું જ કથન કરશે તો એ પ્રમાણે તો ઓછા કાળમાં શબ્દનો બોધ થઈ શકશે નહીં. શાસ્ત્રમાં આ પ્રમાણે સંભળાય છે. .. "बृहस्पतिरिन्द्राय दिव्यं वर्षसहस्त्रं प्रतिपदविहितानाम् शब्दानाम् शब्दपारायणं प्रोवाच, न चान्तं નામ *
બૃહસ્પતિએ ઈન્દ્રને પ્રત્યેક શબ્દ પ્રમાણે શબ્દો સંબંધી શબ્દપારાયણ નામના ગ્રંથને દેવલોક સંબંધી એક હજાર વર્ષ સુધી કથન કર્યો, તો પણ તે ગ્રંથનો અંત પ્રાપ્ત થઈ શક્યો નહીં. દેવલોકનું એક વરસ એટલે મનુષ્યલોકનાં ૩૬૦ વર્ષ થાય. આ પ્રમાણે ૩,૬૦,૦૦૦ વર્ષ સુધી બૃહસ્પતિ બોલ્યા તો પણ સાધુ શબ્દોનો અંત આવ્યો નહીં. ભણાવનાર પણ શ્રેષ્ઠ હતા, ભણનાર પણ ઇન્દ્ર જેવી સમર્થ વ્યક્તિ હતી અને ભણવાનો અને ભણાવવાનો સમય પણ બંનેને અપ્રમત્તભાવે પ્રાપ્ત થઈ શકે તેવો હતો. જો તેવા સંજોગોમાં પણ સાધુ શબ્દોનું અધ્યયન થઈ શક્યું નહીં તો વર્તમાનકાળમાં અલ્પ આયુષ્યવાળી પ્રજા હોતે છતે કેવી રીતે સાધુ શબ્દનું કથન થઈ શકશે ? .(शन्या० ) चतुर्भिश्च ग्रहणाभ्यासाध्यापनक्रियाकालरूपैः प्रकारैर्विद्योपयुक्ता भवति, तत्रास्य ग्रहणकालेनैव कृत्स्नमायुः पर्युपयुक्तं स्यादिति । तस्माच्छब्दोपदेशे अल्पोपायरूपत्वात् सामान्य