________________
સૂ૦ ૧-૧-૩
૯૧
બે સ્વરૂપ પદાર્થ એ સંખ્યા કહેવાય છે. લંબાઈ, પહોળાઈ વગેરે બધા જ સ્વરૂપથી માપવું જેનાવડે થાય તે પરિમાણ કહેવાય છે. પરિ + મા ધાતુને કરણ અર્થમાં “અન” પ્રત્યય લાગીને “પરિમાળમ્” શબ્દ પ્રાપ્ત થાય છે. આ પરિમાણની વિસ્તારથી વ્યાખ્યા ‘પરિમાળાત્ તદ્ધિત... (૨/ ૪/૨૩) સૂત્રમાં આપવામાં આવી છે.
હવે અપત્ય એટલે પુત્ર. આ વસ્તુ તો પ્રસિદ્ધ જ છે. ઘણા બધા પદાર્થોને સંપૂર્ણતયા ક્રિયા, ગુણ, દ્રવ્ય અથવા તો જાતિથી કર્તાની એકસાથે પ્રાપ્તિ કરવાની ઇચ્છા તે વીપ્સા કહેવાય છે. દા.ત. વૃક્ષનૢ વૃક્ષમ્ સિસ્મ્રુતિ । અહીં સિંચન ક્રિયા દ્વારા કર્તા દરેક વૃક્ષને એકસાથે પ્રાપ્ત કરવાને ઇચ્છે છે. માટે આવી અવસ્થાને “વીપ્સા' કહેવાય છે.
જે પહેલા હોય અને પછી જણાતો ન હોય તેને તુ કહેવાય છે. વર્ણ વગેરેના ઉચ્ચારણનો અભાવ કરવો, જ્ઞાનાભાવ કરવો તે “જી” કહેવાય છે.
અઢાર પ્રકારોથી વિભાજિત થયેલા એવા અાર વગેરેનો સમુદાય એ “અવળું” કહેવાય છે. જેનું સંપૂર્ણ સ્વરૂપ ‘“તુત્યસ્થાનાસ્ય... (૧/૧/૧૭) સૂત્રમાં આવશે. અર શબ્દની પછી જે ‘‘આવિ’ શબ્દ લખ્યો છે, તે આવિ શબ્દથી વળે, વળ, ૠવળ વગેરેનું ગ્રહણ કરવું તથા મૂળથી અાર સંવૃત છે, પરંતુ સંવૃત એવા ગારમાં પણ સ્વસંશાની પ્રસિદ્ધિ કરવા માટે અલ્ગરને વિવૃત પ્રયોજનવાળો બનાવવામાં આવ્યો છે. એ પ્રમાણે મહર્ષિ પતંજલિ વગેરે વૈયાકરણીઓ કહે છે. ઉપર લગભગ દરેક પરિભાષાઓની વ્યાખ્યાઓ વૈયાકરણીઓની માન્યતા પ્રમાણે જણાવવામાં આવી છે.
અહીં, સંવૃત ઝાર સંબંધમાં વિશેષ હકીકત જિજ્ઞાસુઓને માટે જણાવીએ છીએ. માહેશ્વરસૂત્રોની રચના થઈ ત્યારે ઝાર સંવૃત પ્રયત્નવાળો હતો, પરંતુ વ્યાકરણ વગેરેની રચનાના નિમિત્તે જ્યારે પ્રક્રિયાદશાની (પ્રકૃતિ, પ્રત્યય વગેરેનું જોડાણ કરીને પદ વગેરેની સિદ્ધિ કરવાની ક્રિયા તે પ્રક્રિયાદશા કહેવાય છે) પ્રાપ્તિ થઈ ત્યારે એ ઝારને વિવૃતકરણવાળો કરવામાં આવ્યો. દીર્ઘ આાર વગેરે તો સર્વ પ્રકારે વિવૃતકરણ પ્રયત્નવાળો જ હોય છે. આ પ્રમાણે પ્રયત્નનો ભેદ થવાથી જે સ્વસંજ્ઞા ન થવાની આપત્તિ આવતી હતી તે સ્વસંજ્ઞાની પ્રાપ્તિ હવે થઈ શકશે. આથી મહર્ષિ પતંજલિ “અસ” (શિવસૂત્ર-૧) સંજ્ઞાસૂત્રમાં લખે છે કે માહેશ્વરસૂત્રમાં નિર્દિષ્ટ એવો બારને વિવૃત ઉપદેશવાળો કરવો જોઈએ. આનાથી પ્રયત્નનું સામ્યપણું થવાથી સ્વસંજ્ઞા પ્રાપ્ત થશે.
એ જ પ્રકારે બારને ફરીથી સંવૃત પ્રયત્નવાળો કરવા માટે ‘ઞ ઞ રૂતિ' (૮|૪|૬૮) સૂત્ર મહર્ષિ પતંજલિએ બનાવ્યું છે. એ સૂત્રમાં લખ્યું છે કે વિવૃત પ્રયત્નવાળો (પ્રથમ ) સંવૃત