________________
૯૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ હવે આચાર્ય ભગવંત લિંગનું સ્વરૂપ બતાવે છે – ઉત્પત્તિ અને વિલય (નાશ) સ્વરૂપ જે છે તે લિંગ કહેવાય છે. રૂપ, રસ, ગંધ વગેરે પર્યાયોનો નાશ થવો તે સ્ત્રી છે અને ઉત્પત્તિ થવી તે પુમાનું છે. ઉત્પત્તિ અને નાશ સિવાય જે સામ્યવસ્થા છે તે નપુંસક છે. આ અંગેની વિશેષ ચર્ચા “g-સ્ત્રિયોઃ-મૌન' (૧/૧/૨૯) સૂત્રમાં આવશે. (શ૦૦) “વિરોડદ્રવં મૂર્વ પ્રળિÍ સ્વામુને
" નાથ સ્વામુવ્યત | च्युतं च प्राणिनस्तत् तन्निभं च प्रतिमादिषु ॥१३॥ इत्यादिलक्षणं स्वाङ्गम् । एकाद्यभिधानप्रत्ययहेतुः संख्या । सर्वतो मानं परिमाणम् । अपत्यं प्रसिद्धमेव । क्रिया-गुण-द्रव्यादिभिः प्रयोक्तुर्युगपद् व्याप्तुमिच्छा वीप्सा । अदर्श लुक् । अष्टादशभेदभिन्नोऽकारादिसमुदायोऽवर्णः । आदिशब्दादिवर्णादिपरिग्रहः । तथा संवृतस्याप्यकारस्य स्वसंज्ञाप्रसिद्ध्यर्थं विवृतत्वमपि इति वैयाकरणाः ।
અનુવાદ - સ્વા એ પારિભાષિક શબ્દ છે. આથી શિષ્ટપુરુષોની સ્વાની વ્યાખ્યા આ શ્લોક દ્વારા જણાવાય છે – જે વિકાર રહિત હોય, દ્રવસ્વરૂપ ન હોય, મૂર્ત હોય અને આ બધું પ્રાણીમાં રહેલું હોય તે સ્વા કહેવાય છે. પ્રાણીમાંથી છૂટું પડેલું હોય તો પણ સ્વા કહેવાય છે તથા પ્રાણીમાં જે પ્રમાણે હોય તે જ પ્રમાણે પ્રાણીઓની સમાન એવી પ્રતિમા વગેરેમાં હોય તેને પણ સ્વી કહેવાય છે.
વાયુ વગેરે પ્રકૃતિથી શરીરમાં સોજા વગેરે જે થાય છે તે વિકાર સ્વરૂપ પરિણામ છે અને જે વિકાર સ્વરૂપ પરિણામ હોય તે સ્વી કહેવાતું નથી. આથી સોજા વગેરે સ્વી કહેવાતા નથી.
જે પ્રવાહી સ્વરૂપ હોય તે પણ વા કહેવાતું નથી. દા.ત. કફ, લોહી વગેરે તથા જેમાં રૂપ, રસ, ગંધ વગેરે હોય તે મૂર્ત કહેવાય છે. અથવા તો જે સમસ્ત લોકવ્યાપી ન હોય તે મૂર્ત કહેવાય છે. રૂપાદિરહિત જ્ઞાન એ મૂર્ત ન હોવાથી પ્રાણીમાં રહેલું હોવા છતાં પણ તેને સ્વી કહેવાતું નથી. આ ત્રણેય લક્ષણોવાળું જે હોય એ પણ જો પ્રાણીમાં રહેલું હોય તો જ સ્વી કહેવાય છે. તે જ પ્રમાણે પ્રાણીમાંથી છૂટા પડી ગયેલા વાળ, નખ વગેરે પણ સ્વી કહેવાય છે તથા પ્રતિમામાં પણ ઉપરોક્ત બધી જ અવસ્થાઓ પ્રાપ્ત થાય તો તે પણ સ્વીટ્રી કહેવાશે. સદ-ન-વિદ્યમાન”... (૨/૪/૩૮) સૂત્રમાં સ્વા અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.
હવે સંખ્યાની વ્યાખ્યા જણાવે છે – એક વગેરે પદાર્થના કથનની પ્રતીતિમાં જે કારણ હોય તે સંખ્યા કહેવાય છે. કોઈ જગ્યાએ બે પદાર્થો રહ્યા હોય. આ બેના કથનના પ્રયોગમાં કારણભૂત