________________
૮૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ થવા યોગ્ય પણ આ જ રક્તરૂપ હોય છે. કેટલાક નિત્ય ગુણો ક્રિયાવડે ઉત્પન્ન ન થવા યોગ્ય પણ હોય છે. જ્યારે ક્રિયા હંમેશાં ઉત્પન્ન થવા યોગ્ય જ હોય છે. આથી જ ગુણની અતિવ્યાપ્તિ ક્રિયામાં થશે નહીં.
ઉપર કહેલા તમામ લક્ષણો દ્રવ્યમાં પણ ઘટે છે. અવયવી દ્રવ્ય (ઘટ) અવયવમાં (કપાલ) રહે છે. આથી જ દ્રવ્ય આધેય સ્વરૂપ પણ છે જ. વળી, દ્રવ્ય ઉત્પાદ્ય પણ છે. (ઉત્પન્ન થવા યોગ્ય છે.) તેમજ અસમવાયિકારણ એવા સંયોગનો નાશ થવાથી અવયવીનો નાશ પણ થાય છે. આથી દ્રવ્ય નાશ થવાના સ્વભાવવાળું પણ છે તેમજ નિત્યદ્રવ્યો ક્રિયાથી ઉત્પન્ન થવા યોગ્ય પણ નથી હોતાં. આથી ગુણનું લક્ષણ દ્રવ્યમાં અતિવ્યાપ્તિદોષવાળું થાય છે. આ દ્રવ્યની અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “સર્વપ્રકૃતિઃ” સ્વરૂપ ગુણનું લક્ષણ બનાવ્યું છે. અર્થાત્ જે દ્રવ્ય સ્વરૂપ પ્રકૃતિ નથી અથવા તો દ્રવ્ય સ્વભાવવાળું જે નથી તે ગુણ છે. આમ, વિશેષણ સ્વરૂપ જે હોય છે તે પણ ગુણનું સ્વરૂપ છે, જે દ્રવ્યમાં આશ્રિત છે, દ્રવ્યથી દૂર થાય છે તથા અલગ અલગ દ્રવ્યોમાં જણાય છે. ક્રિયાથી ઉત્પન્ન થવા યોગ્ય નથી તેમજ ઉત્પન્ન થવા યોગ્ય પણ છે તથા અદ્રવ્ય સ્વભાવ સ્વરૂપ જે છે તે ગુણ કહેવાય છે.
આચાર્ય ભગવંત હવે જાતિનું સ્વરૂપ બતાવે છે - અહીં જાતિના સ્વરૂપ અંગેનો જે શ્લોક આપવામાં આવ્યો છે તે નાતેયાન્ત... (૨/૪/૫૪) સૂત્રમાં વિસ્તારથી સમજાવામાં આવ્યો છે. આકૃતિ શબ્દ કોઈક સ્થાનમાં જાતિના પર્યાય સ્વરૂપ છે. અહીં જાતિના પર્યાય સ્વરૂપ એવો આકૃતિ શબ્દ ગ્રહણ કરવાનો નથી. જો આકૃતિનો અર્થ જાતિ કરવામાં આવે તો “કૃતિપ્રહણ નાતિઃ” શબ્દનો અર્થ ઘટી શકશે નહીં. કારણ કે આકૃતિનો જાતિ અર્થ કરવાથી જાતિથી નિશ્ચય કરવા યોગ્ય જે હોય તે જાતિ કહેવાશે, એવો અસંગત બોધ થશે. આથી આકૃતિનો અર્થ અહીં અવયવનો સમૂહ વિશેષ કહેવાશે અને ગ્રહણાનો અર્થ પ્રગટ કરવા યોગ્ય. સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે - અવયવના સમૂહ વિશેષથી પ્રગટ થવા યોગ્ય જે હોય તે જાતિ કહેવાય છે. બીજા અર્થમાં સંસ્થાનવિશેષથી પ્રગટ થવા યોગ્ય જે હોય તે જાતિ કહેવાય છે. જાતિના આ લક્ષણથી ગોત્વ, પટવ, ઘટત્વ વગેરે જાતિઓનો સંગ્રહ થઈ શકશે, પરંતુ બાહ્મણત્વ વગેરેનો સંગ્રહ થઈ શકશે નહીં. આથી બ્રાહ્મણત્વ આદિજાતિનો સંગ્રહ કરવા માટે જે સર્વ લિંગોને ભજતી નથી એ પ્રમાણેનું જાતિનું લક્ષણ બતાવ્યું છે. અહીં બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ લિંગવિશેષથી નક્કી થઈ શકશે. આ બંને લક્ષણવાળી જાતિ એકવાર ઉપદેશથી ગ્રહણ કરવા યોગ્ય છે અર્થાત્ જ્યાં સુધી ઉપર કહેલા બંને સ્વરૂપવાળી જાતિ ઉપદેશથી કોઈક વ્યક્તિ આપણને જણાવશે નહીં ત્યાં સુધી આ બે જાતિઓનો બોધ થઈ શકશે નહીં. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે કાન્યકુબ્બ નામના નગરમાં વસંતકાળમાં પ્રાપ્તયૌવનવાળા પિંડમાં ઉપદેશાયેલું ગોત્વ પાટલિપુત્રનગરમાં ગ્રીષ્મકાળમાં